Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝઅમિતાભ બચ્ચનના બંગલે મૂકાયો બોમ્બ, મુંબઈ પોલીસ થઈ દોડતી

અમિતાભ બચ્ચનના બંગલે મૂકાયો બોમ્બ, મુંબઈ પોલીસ થઈ દોડતી

amitabh bachchan,big news,top 10 news,viral news,fake call
Share Now

મુંબઈના ત્રણ મોટા રેલવે સ્ટેશન અને બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલામાં((Amitabh Bachchan’s bungalow) બોમ્બ છે તેવી માહિતી મળતા જ મુંબઈ પોલીસ દ્વારા માહિતી મળ્યા પ્રમાણે ત્રણ મોટા રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગઈ કાલે શુક્રવારના રોજ રાત્રે, મુંબઈ પોલીસને આ સ્થળોએ બોમ્બ લગાવવામાં આવ્યા છે તેવો ફોન આવ્યો હતો. ત્યારબાદથી જ પોલીસ દ્વારા આ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જોકે, બાદમાં બોમ્બ વિશેની માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું હતું. મુંબઈ પોલીસે આ મામલે અત્યારસુધી બે લોકોની અટકાયત કરી છે

પોલીસ બે લોકોની કરી અટકાયત 

અમિતાભ બચ્ચનના(Amitabh Bachchan) બંગલા સહિત ત્રન મોત રેલવે સ્ટેશન પર બોમ્બ મૂકવાના નકલી ફોન કોલ્સ(Fake Call) સંબંધિત કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના CIU (Crime Intelligence Unit) દ્વારા બે લોકોની અટકાયત કરવામાં આવી  છે. શુક્રવારે રાત્રે મળેલા નકલી ફોન કોલ્સના સંબંધમાં પોલીસ હાલ પૂછપરછ કરી રહી છે.  મુંબઈ પોલીસને ફોનમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઇમાં ચાર અલગ અલગ જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે.

amitabh bachchan,big news,top 10 news,viral news,fake call

PC- INDIA TV

આ પણ વાંચો:OBCની જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને માયાવતીનું મોટું નિવેદન 

મોડી રાત્રે આવ્યો હતો ફોન 

મુંબઈ પોલીસના(Mumbai Police) એક અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન હજુ સુધી કંઈ એવું મળ્યું નથી કે જેના પર શંકા કરી શકે. મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમને શુક્રવારે રાત્રે એક કોલ આવ્યો હતો. જેમાં કોલરે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનના જુહુમાં બંગલામાં બોમ્બ મૂકવામાં આવ્યા છે.

ચાર અલગ અલગ સ્થળોએ બોમ્બ લગાવવાની આપી હતી માહિતી 

પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે બોમ્બ CSMT, ભાયખલા સ્ટેશન, દાદર સ્ટેશન(Dadar station) અને અભિનેતા અમિતાભ બચ્ચનના(Amitabh Bachchan) નિવાસ સ્થાને લગાવવામાં આવ્યા છે. મુંબઈ પોલીસની શોધ અને તપાસમાં તે નકલી કોલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ કોલર અને તેનું લોકેશન શોધી રહી છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમને ગઈકાલે રાત્રે એક ફોન આવ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી હતી કે મુંબઈમાં ચાર જગ્યાએ બોમ્બ નાખવામાં આવ્યા છે. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને જીઆરપીની ટીમે શોધખોળ કરી હતી. તપાસમાં તે નકલી કોલ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ટીમ કોલર અને તેનું લોકેશન શોધી રહી છે.

પોલીસ કરી રહી છે તપાસ 

મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું કે, કોલ મળ્યા બાદ સરકારી રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ આ સ્થળોએ પહોંચ્યા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. “અત્યાર સુધી આ સ્થળોએ કંઇ શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈના ત્રણ મોટા રેલવે સ્ટેશન અને બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના(Amitabh Bachchan) બંગલામાં બોમ્બ છે તેવી માહિતી મળતા જ મુંબઈ પોલીસ દ્વારા માહિતી મળ્યા પ્રમાણે ત્રણ મોટા રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગઈ કાલે શુક્રવારના રોજ રાત્રે, મુંબઈ પોલીસને આ સ્થળોએ બોમ્બ લગાવવામાં આવ્યા છે તેવો ફોન આવ્યો હતો. ત્યારબાદથી જ પોલીસ દ્વારા આ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જોકે, બાદમાં બોમ્બ વિશેની માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું હતું. મુંબઈ પોલીસે આ મામલે અત્યારસુધી બે લોકોની અટકાયત કરી છે. અને આ મામલે તપાસ ચાલી રહી છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment