Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝસચિન તેંડુલકરથી પણ વધુ આ ભારતીય ખેલાડીથી ડરતો હતો મુરલીધરન

સચિન તેંડુલકરથી પણ વધુ આ ભારતીય ખેલાડીથી ડરતો હતો મુરલીધરન

Share Now

વિશ્વના મહાન બોલરમાં મુથૈયા મુરલીધરન (Muralitharan) ની ગણના થાય છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ (Cricket)માં સૌથી વધારે વિકેટ લેનારા બોલર છે એક માત્ર મુથૈયા મુરલીધરન (Muralitharan). પોતાના કેરિયર દરમિયાન મુરલીધરને દિગ્ગજ ખેલાડીને પણ પોતાની જાળમાં ફસાવ્યા છે. બોલરમાં એક સમયે મુરલીધરનનો દબદબો રહેતો હતો. કારણ કે તે જાણતો હતો કે બેટ્સમેન (Batsman)ને કઇ રીતે આઉટ કરી શકાય.

સહેવાગ અને લારા સામે બોલિંગ કરવી મુશ્કેલ

પરંતુ આ તમામ વચ્ચે પણ બે બેટ્સમેન (Batsman)એવા રહ્યા જેનાથી મુરલીધરન (Muralitharan)પણ વિચારમાં પડી જતો હતો. મુરલીધરને પોતે જ જણાવ્યું છે કે તેને વિરેન્દ્ર સહેવાગ અને બ્રાયન લારા સામે બોલિંગ કરવામાં કેટલી  સમસ્યા થતી હતી. એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યુ દરમિયાન મુરલીધરને કહ્યુ કે, કેટલાક બેટ્સેમેને હકીકતમાં મને બહુ મુશ્કેલીમાં મુક્યો છે કારણ કે તે સમયે તે સારા મૂડમાં હોય છે. તેનો દિવસ રહેતો હતો. જેથી અમારી તમામ મહેનત નિષ્ફળ જતી હતી. ઘણા બેટધરોએ અમારી સામે સદી, બેવડી સદી ફટકારી છે. માત્ર સહેવાગ જ ત્રીપલ સેન્ચુરી (Century) સુધી પહોંચ્યો હતો. સહેવાગ અને લારા (Lara)ની સામે બોલિંગ કરવી મુશ્કેલ હતી.

સહેવાગ ભારે પડતો

મુરલીધરને વધુમાં જણાવ્યું કે, સહેવાગ એટલો ખતરનાક હતો કે તેના માટે ડીપમાં પણ પ્લેયર રાખવો પડતો હતો. એ વાતનો અંદાજો પહેલાથી જ હતો કે તે બાઉન્ટ્રી ફટકારશે જ. સહેવાગ જાણતો હતો કે તે પોતાના દિવસે કોઇ પણ બોલર (Bowler)ને ફટકારે છે. તેથી જ અમે લોકો ડિફેન્સિવ ફીલ્ડ (Field) સેટ કરતા હતા અને સહેવાગની એક ભૂલની જ રાહ જોતા હતા. પરંતુ સહેવાગ મન બનાવીને આવતો હતો કે તે બે કલાક રમી ગયો તો 150 રન બનાવશે અને પુરો દિવસ રમી ગયો તો 300 રન બનાવશે. તે રીતનો એટિટ્યુડ તેની પાસે હતો. આવો ખેલાડી (Player) અમારી માટે સૌથી મોટો ખતરો હતો.

બ્રાયન લારાને આઉટ કરવામાં મુરલીને પરસેવો છુટ્યો

તે સિવાય મુરલીધરને (Muralitharan) બ્રાયન લારા (Brayan Lara)ને લઇને પણ મોટી વાત કહી હતી. મુરલીધરને જણાવ્યું કે કેવી રીતે 2001 ના પ્રવાસમાં બ્રાયન લારાએ તેને ફટકાર્યો હતો. તે પ્રવાસ પર શ્રીલંકાએ વિન્ડીઝને 3-0 થી હરાવ્યુ હતુ. ચામિંડા વાસે 26 તો મુરલિધરને 24 વિકેટ લીધી હતી. આ મેચમાં બ્રાયન લારાને આઉટ કરવામાં મુરલીધરનને પરસેવો છુટી ગયો હતો. ત્રણ ટેસ્ટ મેચની છ ઇનિંગ્સમાં મુરલીધરન માત્ર બે વાર લારાને આઉટ કરી શક્યો હતો. તે દરમિયાન લારાએ ત્રણ શતક અને એક અર્ઘશતકની મદદથી 688 રન બનાવ્યા હતા. જેમાં એક ડબલ શતક પણ સામેલ છે.

લારાને આઉટ કરવાની તમામ ટ્રિક નિષ્ફળ

મુરલીધરને લારાને લઇને આગળ વાત કરતા જણાવ્યું હતુ કે, તે સીરીઝ (Series)માં વિન્ડીઝના તમામ બેટ્સમેનને આસાનીથી આઉટ (Out)કરી શકતો હતો. ચામિંડા વાસ પણ પોતાની રિવર્સ સ્વિંગ બોલ દ્વારા વિકેટ (Wicket) લઇ રહ્યો હતો. તેમ છતાં પણ બ્રાયન લારાને આઉટ કરવો મુશ્કેલ હતો અને પડકારજનક પણ. અમે લારાને આઉટ કરવામાં અનેક ટ્રિક અપનાવી હતી. પરંતુ અમારી એક પણ ટ્રિક સફળ થતી નહતી.

સચિનને પણ આઉટ કરવો મુશ્કેલ

મુરલીધરનને વાતચીત દરમિયાન સચિન તેંડુલકર (Sachin Tendulkar)ને લઇને પુછવામાં આવ્યુ હતુ. તો મુરલીએ કહ્યું કે, સચિનને આઉટ (Out) કરવો પણ મુશ્કેલ રહેતુ હતુ. કારણ કે તે દૂસરા સહેલાઇથી સમજી જતો હતો. આ સાથે સચિન પોતાની વિકેટનું મહત્વ જાણતો હતો. તેથી તે સહેવાગ અને લારાની જેમ વિસ્ફોટક રીતે રમતો નહતો. સચિન બોલને સારી રીતે સમજતો હતો. પરંતુ મુરલીએ સચિનની કમજોરી અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સચિનની કમજોરી

મુરલીએ જણાવ્યું કે, સચિન ઓફ સ્પિનમાં સારી રીતે બેટિંગ (Batting)કરી શકતો નહતો. મને લાગતુ હતુ કે સચિનને ઓફ સ્પિનને સમજવામાં મુશ્કેલી થતી હતી. પરંતુ લેગ સ્પિન પર તો તે આસાનીથી રન બનાવતો હતો. ઓફ સ્પિનને સમજવામાં તેને થોડી મુશ્કેલી સર્જાતી હતી. ઓફ સ્પિન મામલે સચિન (Sachin) સમજી શકતો નહતો. કારણ કે મે તેને ઘણી વાર આઉટ કર્યો છે. અન્ય ઓફ સ્પિનરોએ પણ સચિનને આઉટ કર્યો છે. જોકે મે ક્યારેય સચિનને તેની કમજોરી અંગેની વાત નથી કરી કારણ કે તે એક લેજેન્ડ છે.

જણાવી દઇએ કે મુરલીધરન ટેસ્ટ ક્રિકેટ (Test cricket)માં 800 વિકેટ લેનારા પ્રથમ અને એક જ બોલર (Bowler)છે. જ્યારે વનડે (ODI)માં મુરલીએ 534 વિકેટ લીધી છે.   

આ પણ વાંચો: ડેબ્યુ મેચમાં જ હેટ્રિક લેનારો બોલર કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયો

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment