Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝખેડૂત આંદોલન સ્થળના મંચ પાસે યુવકની હત્યા, જુઓ કોના પર લાગ્યો આરોપ

ખેડૂત આંદોલન સ્થળના મંચ પાસે યુવકની હત્યા, જુઓ કોના પર લાગ્યો આરોપ

Murder
Share Now

શુક્રવારે જ્યાં ખેડૂતો વિરોધ પ્રદર્શન (peasant movement )કરી રહ્યા છે ત્યાંથી આજે સવારે એક મૃતદેહ મળી આવ્યો છે. ખેડૂતોના પ્રદર્શન (Farmer Protest)સ્થળની નજીક વ્યક્તિની જે રીતે નિર્દયતાથી હત્યા (Murder)કરવામાં આવી છે તે હચમચાવી દેનાર છે. હવે સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો છે કે, આ હત્યા (Murder)પાછળ નિહાંગ શીખોનો હાથ છે. તેમને તે વ્યક્તિની બેરહેમીથી હત્યા કરી હતી. હાલમાં તો પોલીસે અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધી છે.

બીજી બાજુ, સંયુક્ત કિસાન મોરચાએ નિહાંગ શીખોને પોતાનાથી અલગ કરી દીધા છે અને કહ્યું છે કે તે પોલીસ (Police)ને તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. આ સિવાય સવારે એક તાકીદની બેઠક પણ બોલાવવામાં આવી છે, જેમાં આ ઘટનાની ચર્ચા કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાની સંકલન સમિતિના સાત સભ્યો બેઠકમાં હાજરી આપશે.

નિહાંગ પર લાગ્યો હત્યા (Murder)નો આરોપ

નિહાંગ શીખો પર સિંઘુ બોર્ડર પર વ્યક્તિની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. યુનાઇટેડ કિસાન મોરચાએ પણ તેમના પર આરોપો લગાવ્યો છે. આ અંગે કિસાન મોરચાના નેતા બલબીર સિંહ રાજેવાલનું નિવેદન પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: Farmers Protest: કરનાલમાં ખેડૂતોના ધરણા સમાપ્ત, લાઠીચાર્જની થશે ન્યાયિક તપાસ

મૃતકની ઓળખ લખબીર સિંહ તરીકે થઈ છે. તેમના પિતાનું નામ દર્શન સિંહ હતું, પરંતુ 6 મહિનાની ઉંમરે કાકા હરનમસિંહે લખબીર સિંહને દત્તક લીધો હતો. લખબીર સિંહ વ્યવસાયે મજૂર હતા અને તેમની ઉંમર 35-36 વર્ષ હતી. એસસી જાતિના લખબીર સિંહ તરન-તારન જિલ્લાના ચીમા ખુર્દ ગામના રહેવાસી હતા. તેમના માતાપિતા મૃત્યુ પામ્યા છે. પરિવારમાં હવે માત્ર એક વિધવા બહેન છે. તેની પત્ની જસપ્રીત કૌર સાથે રહેતી નહોતી. તે તેમના ત્રણ બાળકો સાથે અલગ રહે છે. જેમાં ત્રણ દીકરીઓનો સમાવેશ થાય છે.

નિર્દયતાથી હત્યા કરી

જણાવી દઈએ કે તે વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. જેમાં હાથ કાપીને મૃતદેહને બેરિકેડ પર લટકાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં પ્રદર્શનકારીઓ પોલીસને મુખ્ય મંચની નજીક પણ જવા દેતા નહતા. જોકે, બાદમાં કુંડલી પોલીસે મૃતદેહને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવી હતી. 35 વર્ષીય વ્યક્તિના શરીર પર તીક્ષ્ણ હથિયારથી હુમલા (Attack)ના નિશાન મળી આવ્યા છે. માર્યા ગયેલા યુવકનો હાથ કાંડાથી કાપી નાખવામાં આવ્યો છે.

Murder ને લઇ પોલીસનું શું કહેવુ છે?

ઘટના પર પોલીસ (Police)નું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અજાણ્યા લોકો વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે. ડીસીપી કહ્યું કે, કુંડલી, સોનીપત બોર્ડર પર જ્યાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યાં સવારે પાંચ વાગ્યે એક મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. હત્યા કોણે કરી, તે હાલ સ્પષ્ટ નથી. હાલમાં આ સમગ્ર મામલે અજાણ્યા લોકો વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે. એક વીડિયો પણ વાયરલ થયો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

જગતનો તાત ચિંતાતુર જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment