Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝGondal: જામવાડી GIDC ના ખાડિયામાં યુવાનની હત્યા, પોલીસ પણ ચકરાવે ચડી

Gondal: જામવાડી GIDC ના ખાડિયામાં યુવાનની હત્યા, પોલીસ પણ ચકરાવે ચડી

Gondal
Share Now

ગોંડલ (Gondal)જામવાડી જીઆડીસી (GIDC)ના ખાડિયા જતાં માર્ગ પર એક યુવાનનો મૃતદેહ હોવાની માહિતી પોલીસ (Police)ને મળી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.

ગોંડલ (Gondal)નજીક થયેલી હત્યા મામલે પોલીસે તપાસ શરૂ કરી

મળતી માહિતી મુજબ ખાડિયા વિસ્તારમાં રખડતું ભટકતું જીવન જીવતા મનુભાઈ ભનુભાઈ ઓડવીયાના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોય જેની હત્યા થયાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે (Hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગેની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા.

આ પણ વાંચો: સુરતની કડોદરા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં લાગી આગ, બેના મોત

Gondal નજીક હત્યામાં પોલીસને શું હાથ લાગ્યુ?

મળતી માહિતી મુજબ કે, જેમની હત્યા થઇ છે તે મનુભાઈ પરિણીત હતા અને તેને સંતાનમાં બે પુત્ર છે તેમજ પત્ની રીસામણે હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળ પર પથ્થર જોવા મળ્યો છે. જેના આધારે પોલીસ (Police)કોઇ બાબતે માથાકૂટ થયા બાદ યુવાનની હત્યા કરાઇ હોવાના તારણ પર આગળ તપાસ ચલાવી રહી છે.

ટ્રેન સાથે સેલ્ફી લેવી પડી મોંઘી જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

Share

No comments

leave a comment