Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝભાવનગરના થોરડી ગામે સગીરાની હત્યાનો ભેદ ઉકેલાયો, બહેનપણીએ જ પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી

ભાવનગરના થોરડી ગામે સગીરાની હત્યાનો ભેદ ઉકેલાયો, બહેનપણીએ જ પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી

Sagira
Share Now

ભાવનગર સગીરાનો કોહવાઈ ગયેલી હાલતમાં ગઈકાલે મૃતદેહ મળતા ભારે ચકચાર મચી ગઈ છે. શહેરનાં ચિત્રા વિસ્તારમાં રહેતી સગીરા (Sagira) અઠવાડિયા પહેલા ગુમ થઈ હતી, થોડા દિવસ પહેલા ઘરેથી પ્રસંગ માટે ગયેલી સગીરા ઘરે પરત ન ફરતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી જે બાદ કોઈ પત્તો ન લાગતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે પોલીસે ગણતરીનાં કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને હત્યાને અંજામ આપનાર સગીરા અને તેના પ્રેમી કાર્તીક ડુંગરાળીયાને ઝડપી લીધા હતા.

ગઇકાલે શંકાસ્પદ હાલતમાં સગીરા (Sagira)નો મૃતદેહ મળી આવ્યો હતો

ઘોઘાનાં થોરડી ગામે ગઇકાલે શંકાસ્પદ હાલતમાં તરૂણીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. થોરડી ગામની સીમમાં બકરા ચરાવવા જતાં ભરવાડનાં છોકરાએ ગામનાં મોટા તળાવનાં કિનારે મૃતદેહ જોયો હતી. તેણે ગામમાં વાત કરતા ગામનાં આગેવાન ભંડારીયા લાઇન પોલીસ જમાદાર અને વરતેજ પી.એસ.આઇ.ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એસ.પી. પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતક સગીર યુવતીનાં ગળે દુપટ્ટો બાંધેલો હતો અને પેચીયાનાં ઘા પણ મારેલા હતા અને મોં વિકૃત હાલતમાં હતું. પોલીસે તપાસ હાથ ધરતા શહેરનાં ચિત્રા વિસ્તારમાં રહેતી સગીરા પ્રસંગોપાત થોરડી ગામે ગઈ હતી અને ત્યારબાદ તે ગુમ થયેલ બે દિવસની શોઘખોળ બાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૯/૯/૨૦૨૧ ના રોજ ફરિયાદ નોંધાયેલી હતી અને પોલીસ અને પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી

મૃતક અઠવાડિયા અગાઉ ગૂમ થઈ હતી

ભાવનગર (Bhavnagar)સગીરાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. શહેરનાં ચિત્રા વિસ્તારમાં રહેતી સગીરા અઠવાડિયા પહેલા ગુમ થઈ હતી, થોડા દિવસ પહેલા ઘરેથી પ્રસંગ માટે ગયેલી સગીરા ઘરે પરત ન ફરતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી જે બાદ કોઈ પત્તો ન લાગતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

જો કે ગઈકાલે થોરડી ગામનાં તળાવ પાસેથી શંકાસ્પદ હાલતમાં સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને ઘટના સ્થળની આસપાસના પૂરાવા એકત્રિક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 16 વર્ષીય સગીરાનાં રહસ્યમય મોતને લઈ પોલીસ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. ત્યારે પોલીસે હાલ સગીરાના મોતનું ચોક્કસ કારણ જાણવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

સગીરાનો મૃતદેહ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો…

મહત્વનું છે કે અઠવાડિયા અગાઉ ગૂમ થયેલ સગીરાનો ગઈકાલે થોરડી (Thordi)ગામનાં તળાવ પાસેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અહીં ઉલ્લેખનિય છે કે સગીરાની હત્યા બાદ તેનો મૃતદેહ તળાવ કિનારે ફેંકી દેવાયો હોય તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. સમગ્ર ઘટના મામલે ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી તો પરિવારમાં પણ મોતનો માતમ છવાઈ ગયો છે.

CEOની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment