Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeઇતિહાસ‘મૈરી’ ની દર્દનાક કહાની: દુનિયામાં પહેલીવાર જ્યારે હાથીને આપવામાં આવી હતી ફાંસી…

‘મૈરી’ ની દર્દનાક કહાની: દુનિયામાં પહેલીવાર જ્યારે હાથીને આપવામાં આવી હતી ફાંસી…

Mary
Share Now

કોઇ અન્ય અપરાધ માટે માણસો માટે ફાંસી આપવાની વાત તો તમે સાંભળી જ હશે, પણ આજે વાત છે એક એક હાથીની (Murderous Mary) જેણે અજીબો ગરીબ કારણો માટે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો. સાંભળવામાં થોડુ અજીબ લાગે પણ માણસ ભુલ કરે તેને સજા માટે ફાંસી એ લટકાવવામાં આવે છે. પણ આ ઘટના અમેરિકાની છે, જ્યાં ક્રુરતાની હદ વટાવી દેવામાં આવી હતી.

પ્રાણીઓની સાથે ક્રુરતાના કેસ વધ્યા

હાલ, જ્યારે કોરોનાના વાયરસના કારણે ઘણા એવા કિસ્સાઓ વધી ગયા છે, જેના કારણે પ્રાણીઓ સાથે ક્રુરતા કરવામાં આવતી હોય છે, આ પહેલાં ખાસ કરીને શ્વાન સાથે ઝેર આપીને મારી નાંખવાની ક્રુરતા સામે આવતી હોય છે. પણ માણસ પોતાની માનવતા જાણે ભુલતો જ જઇ રહ્યો છે, પ્રાણીઓ પર અત્યાચાર અને ક્રુરતાના નામે માણસો પોતાની હદ અત્યારે નહી પણ આ પહેલાથી જ વટાવી રહ્યાં છે. પ્રાણીઓની સાથે પહેલાથી જ તેમનો ઉપયોગ કામ કરાવવા માટે, રોજગારી માટે અને વજન ઉપાડવા માટે થતો આવી રહ્યો છે, આ પહેલી વાર નથી કે કોઇ પ્રાણી સાથે આવો વ્યવહાર થયો હોય, પણ માનવી પોતાના સ્વાર્થ માટે વર્ષો પહેલાંથી જ ઉપયોગ કરતો આવ્યો છે, જ્યારે એ પ્રાણી તેના કામનું ન લાગે તો તેને અધવચ્ચે છોડી દેવુ કે મારી નાંખવુ જાણે એના માટે કોઇ નવાઇની વાત નથી. 

Mary hanging from a 100-ton derrick in Erwin, Tennessee.

Mary hanging from a 100-ton derrick in Erwin, Tennessee.

શું છે પુરી ઘટના 

1916 ની વાત છે, ચાર્લી સ્પાર્ક નામનો એક વ્યક્તિ સર્કસ ચલાવતો હતો, ત્યારે સપ્ટેમ્બર 1916 માં આ સર્કસ કિંગ્સપોર્ટ નામનું એક નાનું શહેર પહોંચ્યો. પ્રચાર માટે સર્કસની પરેડ રસ્તા પરથી નિકળતી હતી. આ સર્કસમાં એશિયાઇ હથિની હતો જેનું નામ હતુ મૈરી…

આ ખૌફનાક ક્રુર ઘટના છે 13 સપ્ટેમ્બર 1916 ની છે, જ્યારે અમેરિકામાં મૈરી નામની હથિની..

પાંચ ટન વજન ધરાવતી મૈરી સર્કસનું મુખ્ય આકર્ષણ હતી, કહેવાય છે કે માત્ર 1 જ દિવસમાં મૈરીના મહાવતે એક જ દિવસમાં કોઇ કારણસર સર્કસ છોડી દીધુ હતુ, જેમાં બીજો કોઇ મહાવત આવ્યો.  

Mary

આ દરમિયાન 38 વર્ષનો વોલ્ટર એલ્ડ્રિજ મૈરીની સવારી કરી રહ્યો હતો, જેને હાથીઓને કાબુ કરવાનો કોઇ ખાસ અનુભવ નહોતો, બસ મહાવતને એવુ કહેવામાં આવ્યુ હતુ કે, હથિનીના શરીર પર ભારેભરખમ એ છડ઼ીને લગાવીને રાખવાની છે, જેથી તે કાબુમાં રહેશે. મહાવતને મૈરીને કાબુમાં રાખવા માટે પરેશાની પણ થઇ રહી હતી, કારણ કે તે નવો હતો.  

શહેરની વચ્ચોવચ્ચ સર્કસ માટે પરેડ નીકળી, પરેડ દરમિયાન મૈરીને એટલે કે હથિનીને તડબુચનો એક ટુકડો દેખાયો, જેને ખાવા માટે તે રુકી ગઇ. અધીર એલ્ડ્રિજે એક થી વધુ વાર છડી મારી. મહાવતે હાથીને કાનની પાછળ ભાલુ માર્યુ, જેના કારણે હથિની તિલમિલાઇ ગઇ અને ગુસ્સે થઇ ગઇ. હાથી માત્ર પોતાનુ પેટ ભરી રહી હતી, પણ મહાવતને તે ન ગમ્યુ.એલ્ડ્રિજની હરકત મૈરીને પસંદ ન પડી, હથિની એ મહાવતને નીચે પાડી દીધો, તેનું માથુ દબાવી દીધુ અને ત્યાં જ મહાવતનું નિધન થઇ ગયુ.

13 સપ્ટેમ્બરનો એ દિવસ જ્યારે અમેરિકાના હથિનીને હજારો માણસો વચ્ચે આપવામાં આવી હતી ફાંસી

Sparks World Famous Shows

Image Courtesy: Pintrest

આ એ સમય હતો જ્યારે લોકતંત્ર મજબુત નહોતો, ભીડતંત્ર દ્વારા નિર્ણયો લેવામાં આવતા હતા, ગુસ્સાઇ ભીડે મૈરીને મારી નાંખવાની માંગ કરી હતી, શહેરના લોકો સર્કસના માલિક ચાર્લી સ્પાર્ક સાથે હાથીને મારી નાંખવાની વાત કરવા લાગ્યા હતા, અને હથિનીને મૃત્યુદંડ આપવાની માંગ કરવા લાગ્યા. લોકોમાં હથિનીને લઇને એવો ગુસ્સો ફુટ્યો કે, મૈરીને કઇ રીતે મૃત્યુદંડ આપતો તે વિશે પણ ચર્ચા થવા લાગી,. ઘણા લોકોએ કહ્યું કે, ટ્રેનની નીચે હાથીને મારી નાંખીએ, હાથીને કરંટ આપીને મારી નાંખવામાં આવે…

100 ટ્રેનની ક્રેન મંગાવાઇ

આ પણ વાંચો: કેટ આઇલેન્ડ: એક એવો ટાપુ જ્યાં મનુષ્યો નહી પણ બિલાડીઓનું છે સામ્રાજ્ય

જે મશીનનું કામ રેલવે કૈરેજ ઉઠાવવા માટે કરવામાં આવતુ હતુ, સ્પાર્કે મેરીને ફાંસી આપવાની તૈયારી દર્શાવી અને લોકોને બોલાવ્યા જેથી લોકો પણ આ ક્રુરતાનો તમાશો જોઇ શકે.  

લોકોની જીદની સામે સ્પાર્કને ઝુકવુ પડ્યુ

On the following day

arehistoricalphotos.com

મૈરી હથિનીને મૃત્યુદંડ  (Murderous Mary) આપવામાં આવ્યો, 100 ટન નું વજન ઉપાડનારી ક્રેન મંગાવાઇ અને 13 સપ્ટેમ્બર 1916ના રોજ ક્રેનની મદદથી હાથીની હજારો લોકોની વચ્ચે મૈરીની ગર્દન બાંધવામાં આવી, જેવું ક્રેને હાથીને ઉઠાવી,આકાશ એક ક્રુર અવાજથી ભરાઇ ગયો, તે દર્દમાં હતી, તેની એ ભયાનક ચીખ લોકોના કાનમાં પડી પણ લોકોને ફર્ક ન પડ્યો, લોકો આ તમાશો જોતા રહ્યાં.

ટ્રેન તેનો વજન ઉંચકી ન શકી અને તે તુટી ગઇ, જેથી નીચે પટકાવવાથી હથિનીની હડ્ડીઓ તુટી ગઇ, મૈરીના પગ પણ હજુ જંજીરોથી બંધાયેલા હતા. પણ આ દર્દનાક તમાશો હજુ ચાલતો જ રહ્યો, ફરી એક મજબુત ચેન મંગાવવામાં આવી અને મૈરીની ગર્દન પર ફરીથી બાંધવામાં આવી હતી, ફરીથી તેને ઉઠાવવામાં આવી અને લટકાવી દીધી, જ્યાં સુધી તેણે પોતાનો દમ ન તોડ્યો ત્યાં સુધી તેને લટકાવી રાખવામાં આવી હતી,

કહેવાય છે કે, આજે પણ એરવિન શહેર મૈરીની ફાંસીના કારણે ઓળખાય છે, મૈરી માટે એક કબ્ર પણ ખોદવામાં આવી હતી, જેનો કોઇ પુરાવો નથી.

આ પણ વાંચો: લોયલ ‘હચીકો’ જે 9 વર્ષ સુધી રેલવે સ્ટેશન પર પોતાના માલિકની જોતો રહ્યો રાહ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment