Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટમુસ્લિમ વૃદ્વ સાથે મારઝુડ કરવાની બાબતમાં આ બોલિવુડ એક્ટ્રેસને યુઝર્સ કેમ કરી રહ્યાં છે ટ્રોલ?

મુસ્લિમ વૃદ્વ સાથે મારઝુડ કરવાની બાબતમાં આ બોલિવુડ એક્ટ્રેસને યુઝર્સ કેમ કરી રહ્યાં છે ટ્રોલ?

Muslim man in viral video
Share Now

ભારત દેશ એકમાત્ર એવો દેશ છે, જ્યાં જુદી જુદી સંપ્રદાયના, ધર્મ અને જુદી જુદી કોમના લોકો એકસાથે રહે છે. પણ ક્યારેક એવી ઘટનાઓ પણ દેશમાં બનતી હોય છે, જે અલગ અલગ જ્ઞાતિના લોકોને કોઇ વાત કે કોઇ શબ્દ કે પછી કોઇ કાર્ય કરવાને લઇને એકબીજાની લાગણી દુભાતી હોય છે. ખાસ કરીને જ્યારે આપણે મુસ્લમાનની વાત કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ એક અલગ જ ચિત્ર દોરાતુ હોય છે, ત્યારે તેમના પણ પોતાના રિવાજો, સંસ્કાર અને અલગ એક કોમ છે, પણ તેનું સમ્માન કરવાને બદલે એવુ બને છે કે નાની એવી ભુલ કે ગલતફેમીના કારણે આખી વાત મિડિયામાં અલગ રીતે રજુ થતી હોય છે.

જે કેસમાં નાના હોય છે જેમાં કોઇ પણ જાતની ધર્મને લઇને વાત નથી હોતી ત્યાં પણ એવુ બને છે કે ધર્મનું નામ જોડવામાં આવે છે, જેથી લઇને દેશમાં અહિંસા ફેલાય છે, અને કોઇ એક કોમ બીજી કોમને લઇને અગ્રેસિવ થઇ જાય છે. ઉત્તર પ્રદેસની એક ઘટના ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહી છે, જેનો વીડિયો તમે જોયો જ હશે. ગાજિયાબાદમાં એક મુસ્લિમ વૃદ્વને (Muslim man)  લઇને વીડિયો વાયરલ (viral video) થઇ રહ્યો છે, જેમાં લોકો પોતાનો ગુસ્સો ટ્વીટર પર ઉતારી રહ્યાં છે.

Muslim man in viral video

Pc: twitter

શું છે આખી ઘટના?

ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં એક વૃદ્વ મુસલમાનને દાઢી કટ કરાવવાની બાબતને લઇને પોલિસે ટ્વીટર, નેતા, અને ઘણા કોગ્રેસના પત્રકારો પર કેસ નોંધવો પડ્યો હતો. આ બધા લોકો પર સાંપ્રદાયિકતા ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

મુસ્લિમ વૃદ્વે કરી ફરિયાદ

ગાજિયાબાદના મુસ્લિમ વૃદ્વે 5 જુનના દિવસે તેના પર હુમલો થયો હતો તેની ફરિયાદ નોંઘાવી છે, વિડિયોમા વૃદ્વ દાવો કરી રહ્યા છે કે, તેને વંદે માતરમ અને જય શ્રી રામ બોલવાનુ કહ્યુ હતુ , તેને આ શબ્દો બોલવા માટે મજબુર કરવામાં આવી રહ્યો હતો, જે બાદ તેની દાઢી કટ કરીને તેની સાથે મારઝુડ કરવામાં આવી હતી.

આ ઘટનામાં ઘણા પત્રકારો, કોગ્રેસના નેતાઓ અને ટ્વીટર પર પણ કેસ નોંધાવાયો છે. આ ઘટનામાં પત્રકાર રાણા અય્યુબ, સબા નકવી અને મોહમ્મદ જુબેરનું નામ છે.  

Muslim man

PC: Twitter

  • પત્રકારો, કોગ્રેસના નેતાઓ અને ટ્વીટર પર પણ કેસ નોંધાવાયો
  • ઘટનામાં પત્રકાર રાણા અય્યુબ, સબા નકવી અને મોહમ્મદ જુબેરનું નામ
  • સાંપ્રદાયિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ ટ્વીટર પર
  • સ્વરા ભાસ્કરે  મુસ્લિમ વૃદ્વની સાથે મારપીટમાં આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપી દીધો
  • સ્વરા ભાસ્કરને લોકો ટ્વીટર પર કરી રહ્યા છે ટ્રોલ

આ આખી ઘટનામાં લોકોએ વીડિયો બનાવીને તેને ટ્વીટર પર પોસ્ટ કરીને હજારો લોકોએ તેને શેર કર્યો હતો, જેથી સાંપ્રદાયિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ ટ્વીટર પર પણ લાગ્યો છે.

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર આ મેટરમાં ટ્વીટ કર્યું હતુ

 

બોલિવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કર ગાજિયાબાદની મેટરમાં ટ્વીટ કરીને ફરી એકવાર લોકોની નજરમાં આવી ગઇ છે, જેમાં તેને ટ્વીટર પર ટ્રોલ કરવામાં આવી રહી છે. સ્વરા ભાસ્કરે ગાજિયાબાદમાં થયેલા મુસ્લિમ વૃદ્વની સાથે મારપીટમાં આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપી દીધો છે.   

Swara Bhasker

PC: PTI

સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું છે કે, “ગાજિયાબાદ પોલિસે 3 મુસ્લિમોને આરોપિ શું ગણાવ્યા, મારા ટાઇમ લાઇન પર RW સંગિ વોમેટ કરવા પહોંચી ગયા છે, અરે બેહુદો, મુખ્ય આરોપી પરવેશ ગજ્જર છે, આ ઘટના વાસ્તવિક છે, આ વ્યક્તિ વીડિયોમાં પણ જોવા મળી રહ્યો છે, જે કેમેરાની સામે જ વૃદ્વ પીડિતને નારા લગાવવાનું કહી રહ્યો છે, તેને મજબુર કરી રહ્યો છે, હા આ મારા ધર્મ અને ભગવાનને દુષિત કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.”

આ પણ વાંચો:  ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ ના નવા લુકમાં જોવા મળ્યો લગાન ફિલ્મનો ‘ભુવન’

પછી શું હતુ, ટ્વીટર પર  #SwaraBhasker કરી રહ્યો છે, જે સ્વરા ભાસ્કરને ભારે પડી રહ્યો છે. આટલુ જ નહી પણ બોલિવુડ ફિલ્મમેકર અશોક પંડિતે (Ashok Pandit) પણ સ્વરા ભાસ્કરના ટ્વીટનો રિપ્લાઇ આપ્યો છે અને કહ્યું છે કે સ્વરા ભાસ્કર વિરુદ્વ FIR થવી જોઇએ.

એક બોલિવુડ સેલિબ્રિટિ જ્યારે આવી કોઇ સંવેદનશીલ મેટરમાં પોતાના વિચારો રજુ કરે છે, ત્યારે સેલિબ્રિટિને યુઝર્સના જવાબો સહન કરવા પડતા હોય છે, અને ક્યારેક તો સેલિબ્રિટિ કેસમાં ફસાઇ પણ જાય છે, અને મેટર બીજે જ ક્યાંય જતી રહે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment