ભારતમાં ધર્મ (Religion)ને લઈને અનેક વિવાદો સર્જાઇ છે તેમાં એવા ઘણા લોકો છે જેઓ ઝઘડા અને વિવાદોથી ઉપર ઉઠીને સાંપ્રદાયિક સૌહાર્દની વાતો કરે છે. આ લોકોના કારણે ભારતની ગંગા-જમુની સંસ્કૃતિ અને ધર્મનિરપેક્ષતાની ભાવના આજે પણ અકબંધ છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મુસ્લિમ ધર્મના અનુયાયી છે, પરંતુ ઘણા સમયથી હિંદુ દેવીની મૂર્તિઓ (Statues)બનાવી રહ્યા છે. એટલું જ નહીં, તે હંમેશા લોકોને હિંદુ-મુસ્લિમ એકતા (Unity)વિશે પણ જ્ઞાન આપે છે. તેમનુ નામ છે ઇસ્માઇલ (Ismail).
Ismail વર્ષોથી બનાવે છે મુર્તિઓ
દસપુર ગામ બંગાળના પશ્ચિમ મેદિનીપુર વિસ્તારમાં આવેલું છે. આ ગામમાં 61 વર્ષીય ઈસ્માઈલ પોતાની પત્ની અને 5 દીકરીઓ સાથે રહે છે. ગામના કોઈપણ નાગરિકે દિવાળી દરમિયાન મા કાલી (Maa Kali)ની મૂર્તિઓ ખરીદવી હોય તો તે ઈસ્માઈલ પાસે આવે છે, કારણ કે ઈસ્માઈલ મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે અને તેઓ છેલ્લા 40 વર્ષથી માતા કાલીની મૂર્તિઓ બનાવે છે. આ કામમાં ઈસ્માઈલની પત્ની અને તેની પુત્રીઓ તેને સાથ આપે છે. ઈસ્માઈલનું ગામ તેની સાંપ્રદાયિક સોહાર્દની ભાવના માટે પ્રખ્યાત છે. ગામમાં આ લાગણી વધારવાનું કામ ઈસ્માઈલ તેના પરિવાર સાથે કરે છે.
આ પણ વાંચો: મૂછાળા ભગવાન શ્રી રામ જેની સાથે જોડાયો છે આઝાદીનો ઈતિહાસ
સ્થાનિકોને Ismail નું કામ જ પસંદ છે
ઈસ્માઈલનું કહેવુ છે કે તે બાળપણથી જ મા કાલી (Maa Kali)ની મૂર્તિઓ બનાવે છે. માત્ર તેમના ગામના લોકો જ નહીં, અન્ય ગામોના લોકો પણ તેમની પાસે દેવીની મૂર્તિ ખરીદવા આવે છે. કાલી પૂજા પહેલા તેમની પાસે ઘણું કામ વધી જાય છે. તેને મા કાલીની મૂર્તિઓ બનાવવી ગમે છે, તેથી જ્યારે મૂર્તિઓ તૈયાર થાય છે, ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે. ઈસ્માઈલનું માનવુ છે કે, તે ગરીબ છે, પરંતુ તેમ છતાં તે પોતાના પરિવારની સારી રીતે સંભાળ રાખવામાં સક્ષમ છે. મા કાલીના આશીર્વાદથી જ આ થઈ રહ્યું છે. વધુમાં તેમનુ માનવુ છે કે, તેના પરિવાર પર ભગવાન અને અલ્લાહ બંનેનો હાથ છે. ગામના એક સ્થાનિકે કહ્યું કે, બધા જાણે છે કે ગામના પંડાલમાં ફક્ત ઈસ્માઈલની હાથથી બનાવેલી મૂર્તિ જ સ્થાપિત કરવામાં આવે છે. અહીંના લોકો ઈસ્માઈલનું કામ ખૂબ જ પસંદ કરે છે અને લોકો તેની કલાના શોખીન છે.
45 વર્ષથી ધંધામાં મિત્રતા જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4