નવી દિલ્હી : મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીના કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (Mutual Fund AUM) સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 36.16 લાખ કરોડ રૂપિયા થઈ છે. જૂન મહિનામાં તે 33.17 લાખ કરોડ રૂપિયા હતી. જોકે ચોંકાવનારી વિગત એ છે કે તેમાંથી 90 ટકા હિસ્સો (Market Share) માત્ર ટોચનિ 14 કંપનીઓ પાસે છે. જ્યારે અંતિમની 18 કંપનીઓ પાસે ફક્ત 1.5 ટકા હિસ્સો છે. ત્રણ મહિનામાં ફંડ ઈન્ડસ્ટ્રીઝના AUMમાં 3 લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે.
14 કંપનીઓ પાસે 32.87 લાખ કરોડ રૂપિયા AUM
ટોચની 14 ફંડ કંપનીઓ પાસે 32.87 લાખ કરોડ રૂપિયાની એસેટ અન્ડર મેનેજમેન્ટ(Mutual Fund AUM) છે. ડિસેમ્બર 2020માં તેની પાસે 92 ટકા હિસ્સો હતો. એટલે કે 9 મહિનામાં 2 ટકાનો ઘટાડો આ કંપનીઓના AUM હિસ્સેદારીમાં આવ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એન્ફી)ના આંકડા પ્રમાણે, SBI મ્યુચ્યુઅલ ફંડની AUM સપ્ટેમ્બરમાં 5.78 લાખ કરોડ રૂપિયા હતી. જૂન ક્વાર્ટરમાં 5.23 લાખ કરોડ રૂપિયા હતી.
બીજા નંબર પર ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ
બીજા નંબર પર ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ (ICICI Prudential Mutual Fund) છે. તેની સપ્ટેમ્બરમાં AUM 4.47 લાખ કરોડ રૂપિયા રહી, જે જૂન ક્વાર્ટરમાં 4.16 લાખ કરોડ રૂપિયા હતી. HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC Mutual Fund) 4.38 લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા નંબરે છે. જૂનમાં તેની AUM 4.16 લાખ કરોડ રૂપિયા હતી. ચાલુ સપ્તાહે IPO લાવનારી કંપની બિરલા મ્યુચ્યુઅલ ફંડ (Birla Mutual Fund)ની AUM સપ્ટેમ્બરમાં 2.98 લાખ કરોડ રૂપિયા થઈ હતી. જ્યારે જૂનમાં તે 2.75 લાખ કરોડ રૂપિયા હતી.
કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ પાંચમાં ક્રમે
2.69 લાખ કરોડ રૂપિયા સાથે કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ (Kotak Mahindra Mutual Fund) પાંચમાં નંબરે રહી છે. જૂન ક્વાર્ટરમાં તેની AUM 2.46 લાખ કરોડ જ્યારે નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ (Nippon Indian Mutual Fund) છઠ્ઠા નંબરે છે. સપ્ટેમ્બરમાં તેની AUM 2.65 લાખ કરોડ રૂપિયા રહી છે જે જૂન ક્વાર્ટરમાં 2.49 લાખ કરોડ રૂપિયા હતી. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ (Axis Mutual Fund) 2 લાખ કરોડ રૂપિયાના ક્લબમાં છે. જૂનમાં તેની AUM 2.08 લાખ કરોડ રૂપિયા હતી જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2.38 લાખ કરોડ રૂપિયા થવા પામ્યો છે. UTI મ્યુચ્યુઅલ ફંડ 2 લાખ કરોડ રૂપિયાના ક્લબમાં આવી ગઈ છે.
UTI 2 લાખ કરોડના ક્લબમાં શામેલ
યુટીઆઈ (UTI)ની AUM જૂન ક્વાર્ટરમાં 1.87 લાખ કરોડ રૂપિયા હતી જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2.08 લાખ કરોડ રૂપિયા થઈ છે. IDFCની AUM બન્ને ક્વાર્ટરમાં 1.26 લાખ કરોડ રૂપિયા જ્યારે મિરાયે મ્યુચ્યુઅલ ફંડની AUM 77 હજાર કરોડથી વધીને 90 હજાર કરોડ રૂપિયા થઈ છે.
L&T મ્યુચ્યુઅલ ફંડ જલ્દી જ પાછળ છોડશે ટાટા
ટાટા મ્યુચ્યુઅલ ફંડ (Tata Mutual Fund) L&T મ્યુચ્યુઅલ ફંડને પાછળ છોડવાની લગભગ નજીક છે. ટાટાની AUM જૂન ક્વાર્ટરમાં 66 હજાર કરોડથી વધીને સપ્ટેમ્બરમાં 77 હજાર કરોડ રૂપિયા થઈ છે. જ્યારે L&Tની AUM 75થી 78 હજાર કરોડ રૂપિયા થઈ છે. એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ ફ્રેન્કલિન ટેમ્પલટન (Frankline Templeton)ને પાછળ છોડવાની નજીક છે. એડલવાઈસની AUM જૂન ક્વાર્ટરમાં 54 હજાર કરોડ રૂપિયા હતી જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 61 હજાર કરોડ રૂપિયા થઈ છે. ફ્રેન્કલિન ટેમ્પલટનની AUM 60 હજાર કરોડથી વધીને 63 હજાર કરોડ રૂપિયા થઈ ગયો છે.
દેશમાં કુલ 42 ફંડ હાઉસ
દેશમાં કુલ 42 ફંડ હાઉસ છે. તેમાંથી પાંચ હાઉસિસનો AUM એક હજાર કરોડ રૂપિયાથી નીચે છે. જ્યારે 4 ફંડ હાઉસનો અસ્કયામતો(Mutual Fund AUM) 2 હજાર કરોડથી નીચે છે. 18 ફંડ હાઉસ 10 હજાર કરોડ રૂપિયાછી ઓછા AUMવાળો છે. પાંચ ફંડ હાઉસ (Fund House) 50 હજારતી 1 લાખ કરોડ રૂપિયા વચ્ચે છે. દેશની ટોપ 5 ફંડ કંપનીઓ પાસે 20 લાખ કરોડ રૂપિયાનો AUM છે. એટલે કે કુલ AUMના લગભગ 60 ટકા હિસ્સો ટોપ 5 ફંડ હાઉસિસ પાસે છે. જે અંતિમની 18 કંપનીઓ છે તેની પાસે 56 હજાર કરોડ રૂપિયાના જ AUM છે. એટલે કે કુલ AUMના લગભગ 1.5 ટકા જ હિસ્સો તેની પાસે છે.
આ પણ વાંચો : CNBC TVના એન્કર & ટેક્નિકલ એનાલિસ્ટ અલ્પેશ ફુરીયા બંનેની મીલીભગતથી રિટેલ ટ્રેડર્સને કરોડોનો ચૂનો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4