Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝMutual Fundમાં ધૂમ ખરીદારી : ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સર્વોચ્ચ સ્તરે

Mutual Fundમાં ધૂમ ખરીદારી : ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સર્વોચ્ચ સ્તરે

Mutual Fund Equity Schemes Inflow Jumps 350%, AUM Increased by 1 Lakh Crore
Share Now

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટના બુલરનની સાથે-સાથે હવે મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં પણ શાનદાર ખરીદારી જોવા મળી રહી છે. રેકોર્ડ હાઈ સ્તર હોવા છતા ભારતીય શેરમાર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેથી હવે રોકાણકારોનું પ્રત્યક્ષ મૂડીરોકાણને બદલે પરોક્ષ મૂડીરોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund) તરફ જોમ વધ્યું છે.

જુલાઈ માસમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણે એક નવા આયામ સર કર્યા છે. ગત મહિને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં રોકાણ નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે.Mutual Fund Investment

Mutual Fundમાં ઈન્ફલો 

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા(AMFI)ના સોમવારે રજૂ કરેલ માસિક રીપોર્ટ અનુસાર ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 20,742.77 કરોડનો ઈન્ફલો જોવા મળ્યો છે, જે જુન માસમાં 4608.75 કરોડ રૂપિયા હતુ એટલેકે એક જ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ(Equity Mutual Fund Schemes)માં રોકાણમાં 350%નો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે.

ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં મે મહિનામાં રૂ. 10,083 કરોડ, એપ્રિલમાં રૂ. 3,437 કરોડ અને માર્ચમાં રૂ. 9,115 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. આ અગાઉ જુલાઈ, 2020થી ફેબ્રુઆરી, 2021 સુધીના આઠ મહિના માટે ઇક્વિટી સ્કીમોમાં સતત આઉટફ્લો જ જોવા મળ્યો હતો.

ફંડ્સ ઈન્ડિયાના રીસર્ચ હેડ અરૂણ કુમારે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો પ્રવાહ સતત પાંચમા મહિને આગળ ધપતો જોવા મળી રહ્યો છે. ગત મહિને કોરોના મહામારીને કારણે ખર્ચ પર કાપ મુકીને બચત કરનાર હવે પૈસા વધારે હોવાથી અને છેલ્લા એક વર્ષથી શેરબજારની અને મ્યુચ્યુઅલ ફંડની રેલીમાં ભાગ ન લીધો હોવાથી પરોક્ષ રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડનો રસ્તો અપનાવી રહી છે અને સાઈડલાઈન કરાયેલ બચત માર્કેટમાં આવતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ધોધ વહી રહ્યો છે.

આ પણ વાંચો : નીરજ ચોપડા જ નહીં તમામ નીરજ પર ઓફરની લહાણી, કયાંક પેટ્રો લ તો ક્યાંક રોપવેની સવારી ફ્રી…

NFOને બમ્પર રીસ્પોન્સ  

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધવાનું મુખ્ય કારણ ગત મહિને લોંચ થયેલ ન્યૂ ફંડ ઓફર(NFO) છે. મ્યુચ્યુઅલ ફંડ હાઉસો(MF House)એ બહાર પાડેલ એનએફઓએ નેટ ઈન્ફલોમાં વૃદ્ધિ કરી છે. ICICI પ્રુડેન્શિયલ ફ્લેક્સિકેપ ફંડે જુલાઈ માસમાં રજૂ કરેલ એનએફઓ થકી ઐતિહાસિક 9808 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. એમફીના આંકડા અનુસાર ફ્લેક્સી કેપ(Flexi Cap) ફંડ કેટેગરીમાં 11,508.24 કરોડ રૂપિયાનું શાનદાર રોકાણ આવ્યું છે.

જુલાઈ માસમાં તમામ ગ્રોથ અને ઈક્વિટી આધારિત સ્કીમમાં નેટ ઈન્ફલો જ નોંધાયો છે. માત્ર વેલ્યુ/કોન્ટ્રા ફંડ(462 કરોડ) અને ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ(ELSS-512 કરોડ)માં જ આ ઈન્ફલોથી બાકાત રહ્યાં છે.NFO AMFI

એક સવાલ એ પણ થાય કે શું નેટ ઈન્ફલોનું કારણ આઉટ્ફ્લોનો ઘટાડો તો નથી ને ? આ બાબતને સમજવા પહેલાં મ્યુચ્યુઅલ ફંડમાં નેટ ઈન્ફલોનો મતલબ સમજી લઈએ. નેટ ઈન્ફલો = મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રોકાણ- મ્યુચ્યુઅલ ફંડમાંથી કુલ ઉપાડ. જો ઉપતરોક્ત ફોર્મ્યુલાનો જવાબ પોઝીટીવ મળે તો તે નેટ ઈન્ફલો ગણાય અને જો જવાબ નકારાત્મક મળે તો નેટ આઉટફ્લો ગણવામાં આવે.

જુન માસમાં મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)નો આઉટફ્લો રૂ. 18,974.82 કરોડ હતો અને જુલાઈ માસમાં આ આંકડો ઘટીને 17,381.65 કરોડ થયો છે.

ઈક્વિટીમાં ધસમસતો પ્રવાહ

મ્યુચ્યુઅલ ફંડ, ઈન્શ્યોરન્સ કંપનીઓ અને બેંકો સહિતના સંસ્થાગત રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં જુલાઈ માસમાં 18,393.92 કરોડ ઠાલવ્યા હતા,જે માર્ચ, 2020 બાદનો સૌથી હાઈએસ્ટ આંકડો છે.

જુલાઈ માસમાં સેન્સેકસ-નિફટીમાં નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર જોવા મળ્યાં હતા છતા જુલાઈ માસનો સરેરાશ ઉછાળો માત્ર 0.20% જ હતો.

આ પણ વાંચો : હવે હાઈવે પર ધૂમ મચાવવાની તૈયારીમાં છે મુકેશ અંબાણી, શરૂ કરશે આ બિઝનેસ

આર્બિટ્રેજ ફંડ્સમાં ₹14,924 કરોડનો ઐતિહાસિક રોકાણ પ્રવાહ જોવા મળ્યો છે ચોંકાવનારો આંકડો એ છે કે જૂન,2021માં આર્બિટ્રેજ ફંડમાં 9060 કરોડનું રોકાણ આવ્યું હતુ એટલેકે જુલાઈ માસમાં અંદાજે 65%નો હાઈ જમ્પ જોવા મળ્યો છે.

આ ઉપરાંત રોકાણકારોએ સમીક્ષા હેઠળના મહિનામાં ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 73,964 કરોડની ચોખ્ખી રકમ ઠાલવી હતી, જે જૂનમાં માત્ર રૂ. 3566 કરોડની સરખામણીમાં બમ્પર હતી.

AUM રેકોર્ડ હાઈ પર 

મ્યુચ્યુઅલ સેક્ટર(Mutual Fund)ની કુલ અસ્કયામતો, એસેટ અન્ડર મેનજમેન્ટ(AUM) રૂ. 1.14 લાખ કરોડના બમ્પર વધારા સાથે 35.32 લાખ કરોડ થઈ છે.  બમ્પર ઉછાળાનો મતલબ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે આપણે જુન માસના આંકડા પર નજર કરીશું.

જુનમાં Mutual Fundની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ(AUM) રૂ. 15,320 કરોડના વધારા સાથે 33.67 લાખ કરોડ થઈ હતી. જુનના સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીના 15,320 કરોડના વધારાની સામે જુલાઈ માસમાં 1.14 લાખ કરોડનો વધારો સૂચવે છે કે ભારતીય શેરમાર્કેટની તેજી અને ભારતીય અર્થતંત્રનો બુલ રન હજી અનેક આયામો સર કરવા-સિદ્ધ કરવા તૈયાર છે.

આ પણ વાંચો : સરકાર પાસેથી 50% સબસિડી મેળવીને માત્ર 30,000માં શરુ કરો આ બિઝનેસ, થશે 3 લાખની કમાણી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment