Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝપાડોશી દેશના ચલણ દરોમાં 60 ટકાનો કડાકો; પ્રજા મોંઘવારીથી પરેશાન

પાડોશી દેશના ચલણ દરોમાં 60 ટકાનો કડાકો; પ્રજા મોંઘવારીથી પરેશાન

myanmar-currency-crisis-myanmars-currency-depreciates-by-60
Share Now

નવી દિલ્હી: ભારતના પાડોશી દેશમાં લોકોની પરેશાની વધી છે. મોંઘવારી (Inflation)એ માઝા મુકી છે તે વચ્ચે ચાલુ મહિનાના પ્રારંભથી શરૂ થયેલ ઘટાડાના પગલે ચાર સપ્તાહમાં જ મ્યાનમારની કરન્સી (Myanmar Currency Crisis) માં અંદાજે ૬૦ ટકાનો ઘટાડો નોધાયો છે. જેના પરિણામે આવશ્યક અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહીત પેટ્રોલીયમ પેદાશો (Petroleum Product)ના ભાવમાં ભારે વધારો થયો છે.

સામાન્ય જનતા હેરાન-પરેશાન

ઇન્ટરનેશનલ ક્રાઈસીસ ગ્રુપ (International Crisis Group)ના મ્યાનમારના નિષ્ણાંત રીચાર્ડ હોર્સીએ કહ્યું છે કે, સાત મહિના પહેલા દેશમાં રચાયેલ લશ્કરી શાસનમાં કયાત (Kyat)ના ઘટતા જતા મૂલ્યને પરિણામે જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને પેટ્રોલીયમ પેદાશોની વધતી કિંમતના પગલે સામાન્ય લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.

myanmar-currency-crisis-myanmars-currency-depreciates-by-60

સ્થાનિક ચલણમાં કડાકો

ઓગસ્ટ મહિનામાં મ્યાનમારની કેન્દ્રીય મધ્યસ્થ બેન્કે (Central Bank) અમેરિકન ડોલર સામે સરકતા જતા અવમુલ્યનને ધ્યાનમાં લઈને ક્યાતને 0.૮ ટકાના વિનિમય દર (Exchange Rate) પર સ્થિર રાખવાના પ્રયત્નો કર્યા હતા. જો કે ૧૦ સપ્ટેમ્બરે તેના વિપરીત પરિણામના પગલે ડોલર સામે કયાતના એક્સચેન્જ રેટમાં મોટો કડાકો થઇ ગયો હતો. ડોલરની તંગીના કારણે અનેક ચલણ એક્સચેન્જ (Currency Exchange)ના વેપારીઓએ દુકાનના શટલ પાડી દીઘા છે.

myanmar-currency-crisis-myanmars-currency-depreciates-by-60

એક્સચેન્જ રેટમાં સતત ઘટાડો

એક કરન્સી કન્વર્ટર વેપારીએ ફેસબુક પર લખ્યું છે કે હાલના સમયે ચલણના દરમાં ભારે અફરાતફરીનો માહોલ જામેલો છે જેથી નોર્થ બ્રીઝ એક્સચેન્જ સર્વિસ  (North Bridge Exchange Service)ની તમામ શાખાઓ હંગામી ધોરણે બંઘ કરી દેવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ કી (Aung San Suu Kyi)ના નેતૃત્વ હેઠળની લોકતાંત્રિક સરકારને ૧ ફેબ્રુઆરીએ હટાવીને સેનાએ સત્તા હસ્તગત કરી લીધી હતી. ત્યારે અમેરિકી ડોલર સામે ક્યાતનો એક્સચેન્જ રેટ (Currency Exchange Rate) ૧૩૯૫ હતો. જે ૧ સપ્ટેમ્બરે ૧૬૯૫ થઇ ગયો હતો અને બે દિવસ પહેલા મંગળવારે ડોલર સામે ૨૭૦૦ ક્યાત થઇ ગયો હતો.

Myanmar Kyat vs USD dollar

રોજગાર પર સંકટ

સોમવારે પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં વિશ્વ બેન્કે (World Bank) આગાહી કરી છે કે કોરોના મહામારી (COVID 19 Crisis)ના કારણે ચાલુ વર્ષે વૃદ્ધિ દરમાં ૧૮ ટકાનો ઘટાડો થઇ શકે છે. ત્યારે મ્યાનમારમાં વિવિધ ક્ષેત્રમાં રોજગારી સતત ઘટી રહી છે અને દેશમાં ગરીબોની સંખ્યા સતત વધશે.

દેશમાં લોકતાંત્રિક સરકારની પુનઃરચના માટે  મહિનાઓથી ચાલી રહેલ વિરોધ પ્રદર્શન (Protect) દરમિયાન લશ્કરી શાસકોએ અનેક વખત પ્રદર્શનકારીઓ પર લશ્કરી હથિયારોનો ઉપયોગ કરીને નાગરિકોનું લોહી પણ વહેવડાવ્યું છે છતાં તેનો અંત આવતો જણાતો નથી અને બીજીબાજુ અર્થતંત્ર (Economy) પર સતત દબાણ વધી રહ્યું છે.

Kyat

 

રાજકીય સ્થિતિ પણ જવાબદાર

દરમિયાન મ્યાનમાર બેન્કના એક સીનીયર અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું છે કે રાજકીય સ્થિતિ સતત વણસી રહી છે જેના કારણે ચલણના દરની વેલ્યૂ સતત ઘટી રહી છે. આ ઉપરાંત મ્યાનમાર જુનથી શરૂ થયેલ કોરોનાની બીજી લહેર (Corona Virus Second Wave)નો સામનો કરવામાં પણ સતત સંઘર્ષ કરી રહ્યું છે. આ ઉપરાંત હજારો આરોગ્યકર્મીઓ પણ સરકાર સામેના વિરોધ પ્રદર્શન અને દેખાવોમાં સામેલ થઇ ગયા હોવાથી કોરોના મહામારી સામેની લડાઈમાં સરકારની સ્થિતિ વધારે વણસી ગઈ છે. દરમિયાન કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને સાચા આંકડા તો હજુ બહાર પણ નથી આવી રહ્યા. જો કે અમુક શહેરોમાં સ્ટે એટ હોમ (Stay At Home)નાં આદેશ પરત લઇ લેવામાં આવ્યો છે પરંતુ હજુ પણ અમુક વિસ્તારોમાં કોરોનાની અસર જોવા મળી રહી છે.

પરિવારના ગુજરાન માટે લોકોએ અપનાવ્યો આ માર્ગ

એક જવેલર્સે કહ્યું હતું કે ૧ ફેબ્રુઆરીએ સેનાના બળવા બાદ અસંખ્ય લોકોએ બેન્કમાંથી બચત ઉઠાવીને સોનું ખરીદી લીધું હતું પણ હવે કોરોના મહામારી અને સતત વધતી જતી મોધવારીના પગલે પરિવારનું ગુજરાન ચલાવવા માટે સોનું વેચી રહ્યા છે.

myanmar-currency-crisis-myanmars-currency-depreciates-by-60

આ છે ચલણના મૂલ્યમાં ઘટાડાનું કારણ

દરમિયાન કેન્દ્રીય મધ્યસ્થ બેન્કે ચાલુ મહિનાની શરૂઆતમાં કયાતના દરમાં થઇ રહેલા ઘટાડા અંગે કોઈ ચોક્કસ કારણ આપ્યું ન હતું પરંતુ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશમાં ફોરેકસ રીઝર્વનો સ્ટોક સાવ તળિયે આવી ગયો હોવાનું લાગી રહ્યું છે. કારણ કે કેન્દ્રીય બેંકના અધિકારીઓ ફોરેકસ રિઝર્વ (Forex Reserve)ના પણ કોઈ આંકડા આપી રહ્યા નથી અને કેટલો સ્ટોક છે તે પણ ખુલાસો કરતા નથી. જયારે વિશ્વ બેન્કના ડેટા અનુસાર વર્ષ 2020ના અંતે મ્યાનમાર પાસે ૭.૬૭ અબજ ફોરેકસ રીઝર્વ હતું. બીજીબાજુ ફ્લોટ રેટ (Float Rate)માં સુધારા કર્યા બાદ કેન્દ્રીય મધ્યસ્થ બેન્કે ૧૩થી ૨૭ સપ્ટેમ્બર વચ્ચે ૬૫ મિલિયન ડોલરનો ખર્ચ કરીને ૧૭૫૦થી ૧૭૫૫ ડોલર પ્રતિ ક્યાતના ભાવે ક્યાત ખરીદયા હતા.

બેન્કના એક અધિકારીએ કહ્યું છે કે કેન્દ્રીય મધ્યસ્થ બેન્ક દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીની આત્મવિશ્વાસ ખોઈ ચુકેલા નાણાકીય બજારમાં મર્યાદિત અસર થશે. આર્થિક કટોકટીના કારણે જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને જઈ રહ્યા છે. ત્યારે ચાલુ સપ્તાહના પ્રારંભે જ માનવીય બાબતોના સંકલનની યુએન ઓફીસે કહ્યું હતું કે, અંદાજે ૩૦ લાખ લોકોને માનવીય સહાયતા જરૂરિયાત છે જે લશ્કરી શાસન પહેલા આંકડો માત્ર દસ લાખ જ હતો.

Myanmar inflation

ભાવવધારાની મુશ્કેલીઓ યથાવત

દરમિયાન ૪૮ કિલો ચોખાનો ભાવ ૪૮૦૦૦ કયાત થઇ ગયો છે જેમાં લશ્કરી શાસન બાદ ૪૦ ટકા ઉછાળો જોવા મળી રહ્યો છે. જયારે ગેસોલીનનો ભાવ (Gasoline Price) લગભગ બમણો થઇને પ્રતિ લીટર ૧૪૪૫ કિલોગ્રામ થયેલો છે. આર્થિક કટોકટી (Economic Crisis)ના કારણે કાચા માલની આયાત કરનાર વેપારીઓના ઘંઘા રોજગાર ઠપ્પ થઇ ગયા છે. યાન્ગોનના એક પ્લાસ્ટિક બેગ મર્ચન્ટે કહ્યું હતું કે કિંમતો વધવાના કારણે વેચાણમાં ૩૦ ટકાનો ઘટાડો થઇ ગયો છે. ગત વર્ષે  પ્રતિ વ્યક્તિ જીડીપી (GDP) ૧૪૦૦ ડોલર હતી.

આ પણ વાંચો  : આ યુરોપિયન દેશમાં પેટ્રોલ-ડીઝલ અછત, સેનાને સ્ટેન્ડ બાય કરાઈ, કેમ સર્જાઈ આ સ્થિતિ ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment