Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeટ્રાવેલMysore ના પ્લેસિસની કરો સફર, જાણો મૈસૂરના જોવાલાયક સ્થળો વિશે

Mysore ના પ્લેસિસની કરો સફર, જાણો મૈસૂરના જોવાલાયક સ્થળો વિશે

mysore
Share Now

ભારત દેશમાં ફરવાની ઘણી બધી જગ્યાઓ છે. શું તમે જણો છો કે, એક એવી જગ્યા પણ છે જે તમને રજવાડી ઝલક જોવા મળશે. આ બીજુ કોઈ શહેર નહીં પણ મૈસૂર છે. જો તમને યૂનિક વસ્તુઓ જોવાનો શોખ છે અને હિસ્ટ્રી લવર્સ માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. મૈસૂર (Mysore) અઢળક મંદિર તરીકે પણ ઓળખાય છે. એવામાં જો તમારી ટૂર આધ્યત્મની સાથે સાથે એક પરફેક્ટ ટૂરિઝ્મ પણ બની શકે છે. મૈસૂરનું એકદમ અલગ કલ્ચર તમને આકર્ષિત કરશે. તો ચાલો આજે આપણે મૈસૂર શહેરની વાત કરીશું અને તેના વિશે વધુમાં જાણીશુ.

Mysore પેલેસ

મૈસૂર પેલેસ આ એવી જગ્યા છે જ્યાં એક અલગ જ એક્સપીરિયન્સનો અનુભવ થાય છે. તેને ભારતના સૌથી મોટા પેલેસ પૈકી એક માનવામાં આવે છે. અહીં હિન્દૂ, ઈસ્લામ, ગોથિક અને રાજપૂત શૈલીઓની એક મિક્સર શૈલી જોવા મળે છે. 1897માં તેનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ તેને 1912માં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યુ હતુ. દિવસ દરમિયાન ખૂબ જ અલગ દેખાય છે. તેની સૌથી ખાસ વાત એ છે કે અહીં લગભગ 98 હજાર બલ્બ એકસાથે ચમકે છે.

કરણજી લેક

હવે વાત કરીએ કરણજી લેક. આ લેકને મૈસૂર (Mysore)ના રાજાએ બનાવી હતી. આ લેક 90 એકરમાં પ્રસરાયેલી છે. અહીં પક્ષીઓની અવનવી પ્રજાતિઓ જોવ મળે છે. ખૂબ જ નજીકથી તમે જોઈ શકો છો.

આ પણ વાંચોઃ-  World Tourism Day નિમિતે ગુજરાત ટુરિઝમની એક અનોખી પહેલ

 Mysore મેલકોટ

મેલકોટ આ એવી જગ્યા છે જ્યાં વર્ષભર ભક્તોની ભીડ જોવા મળે છે. આ મૈસૂરનું પોપ્યૂલર તીર્થસ્થળ છે. જે ખૂબ જ સુંદર જગ્યા છે. અહીં તમે એક અલગ જ શાંતિ અનુભવશો. અહીંથી સનરાઈઝ જોવું એક અલગ જ લ્હાવો છે.

Mysore ઝૂ

તે ઉપરાંત મૈસૂરનું ઝૂ પણ અહીંથી બહારથી આવનારા લોકો માટે ખૂબ જ પોપ્યૂલર છે. તેને 1892માં બનાવવામાં આવ્યુ હતુ. અહીં ભારત ઉપરાંત દુનિયાભરના ઘણા જીવ-જંતુ તમને જોવા મળશે. આ ઝૂ 250 એકરમાં પ્રસરાયેલુ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment