Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeલાઇફ સ્ટાઇલશું તમે પણ વાળ ખરવાની સમસ્યાનો સામનો કરો છો..?

શું તમે પણ વાળ ખરવાની સમસ્યાનો સામનો કરો છો..?

Nabhi Sutra
Share Now

માર્કેટમાં કેમિકલ્સ થી ભરપૂર પ્રોડક્ટ્સ વેચાવા લાગ્યા છે, ત્યારે ભારતના આયુર્વેદિક અને પૌરાણિક શાસ્ત્રોમાંથી અમુક વિસરાઈ ગયેલી, નેચરલ(natural) અને અસરકારક પદ્ધતિની મદદથી વડોદરામાં વસવાટ કરતા સ્વાતિ વખારિયાએ નાભિ સૂત્ર(Nabhi Sutra) અને નુસખા(NUSHKHA) કંપની લોન્ચ કરી છે જે માત્ર પ્રાકૃતિક અને આયુર્વેદિક સૂત્રોથી જ બનેલી પ્રોડક્ટસને માર્કેટમાં લોન્ચ કરે છે. આ પ્રોડક્ટ્સમાં અવનવા પ્રકારના તેલ હોય છે જે શરીરમાં ખૂટતા પોષણને ભરે છે. પેટને લગતી સમસ્યાઓ, આર્ધશિષ્ય, ઘૂંટણના દુ:ખાવા વગેરેની સમસ્યાનો નિરાકરણ નાભિ સૂત્ર દ્ધારા કરવામાં આવે છે.

નાભિ સૂત્ર(Nabhi Sutra) થેરાપીમાં શરીરની નાભિમાં અલગ અલગ પ્રકારના તેલને ભરવામાં આવે છે જેનાથી શરીરને પોષણ મળે છે. શરીરમાં કયા પ્રકારની તકલીફ છે અને કયા પોષણની કમી છે તે જાણીને તેના અનુરૂપ કયુ તેલ ભરવુ તેની સલાહ આપવામાં આવે છે. અને એ જ તેલ ભરીને થેરાપી આપવામાં આવે છે. આ પ્રત્યેક તેલ એકદમ નેચરલ છે જેની કોઈ પણ આડઅસર થતી નથી. માનસિક તાણ, સ્કીનની સમસ્યા, ખીલ સમસ્યા, વાળ ખરવા વગેરે સમસ્યાનો હલ નાભિ સૂત્ર દ્ધારા કરવામાં આવે છે. નુસખા થેરાપીમાં  વાળના મૂળમાં તેલ ઘસવામાં  આવે છે જેના લીધે વાળની તમામ સમસ્યાઓનું નિદાન આવી શકે છે. આ તમામ પ્રોડક્ટ્સ સ્વાતિ વખારિયા પોતે જ બનાવે છે. 

સ્વાતિ વખારિયાને પસંદ છે નેચરલ પ્રોડક્ટ્સ…

હું માતા બન્યા બાદ આયુર્વેદિક અને પ્રાકૃતિક પદ્ધતિઓની વધુ નજીક આવી. તેની પાછળનું કારણ એ હતું કે, જે પ્રકારના ફાયદા, શુદ્ધતા પ્રાકૃતિક વસ્તુઓમાંથી મળે છે, તેવા ફાયદા કદાચ જ માર્કેટમાં મળતા કેમિકલ્સ(Comical)થી બનેલી પ્રોડક્ટ્સમાંથી મળતા હશે. આ જ બધા કારણોસર મેં મારી કંપનીમાં 100% નેચરલ અને કેમિકલથી મુક્ત પ્રોડક્ટ્સ બનાવવાનો નિશ્ચય કર્યો છે. નાભિ સૂત્ર (Nabhi Sutra)માં પ્રત્યેક પ્રોડક્ટ્સ એકદમ નેચરલ પ્રોસેસથી જ બનાવવામાં આવી છે.

Nabhi Sutra

                           Swati Vakharia

હું જાણુ છું કે, પહેલાના જમાનામાં આપણા દાદીમાં કેવી રીતે આજ બધા ઘરઘથ્થુ ઉપચારોથી સાજા થઈ જતા હતા. જ્યારે હવે આપણે એ જ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ છતા પણ જલદી રિકવર થતા નથી તેનું મૂળ કારણ જ વસ્તુની ગુણવત્તા પર છે. કારણ કે, વસ્તુમાં જ્યારે ભેળસેળ આવવા લાગે છે ત્યારે તેની ગુણવત્તા પર અઢળક સવાલો ઊભા થાય છે જે વસ્તુના ઉપયોગ બાદ પણ કોઈ અસર કરતી નથી. માર્કેટમાં શુદ્ધ વસ્તુઓ ઉપલબ્ધ થતી નથી જેના કારણે શરીરને જોઈએ તેટલુ જરૂરી શુદ્ધ પોષણ મળતુ નથી. મારો મુખ્ય ઉદ્ધેશ્ય જ એ છે કે, હું ફક્ત શુદ્ધ અને કેમિકલ મુક્ત પ્રોડક્ટનો જ ઉપયોગ કરવા માંગુ છું. ધીરે ધીરે હું દરેક વસ્તુઓ કેમિકલમુક્ત બનાવવા માંગીશ.

આ પણ વાંચો: શું સ્તનપાન કરાવવાથી શરીર બેડોળ બને છે?

શું છે “નાભિ શૂત્ર” અને “નુસખા” થેરાપી..?

ભારતની પ્રથમ માત્ર બ્રાન્ડ જે નાભિ સૂત્ર(Nabhi Sutra) એ નાભિ દ્વારા થઇ શકે તેવા ઈલાજ માટે ખૂબ જ લોકપ્રિય છે. જેમાં શરીરમાં કયા પોષકતત્વોની ઉણપ છે તેની ખાતરી કરીને પ્રત્યેકને તેના શરીર અનુરૂપ જ તેલ ભરવાની સલાહ આપવામાં આવે છે. જેના લીધે યોગ્ય પોષણ શરીરને મળી શકે અને શરીરની તમામ સમસ્યાઓનો સમાધાન આવી શકે.

Nabhi Sutra

          Nabhi Sutra & Nushkha Therapy

જ્યારે નુસખા એ એક પ્રકારની સ્કાલ્પ થેરાપી(Scalp Therapy) છે. જેમાં સ્કાલ્પમાં ફોલિકમાં તેલને એવી રીતે પ્રસરાવવામાં આવે છે. જેનાથી વાળને થતી પ્રત્યેક સમસ્યાઓનું કાયમી ધોરણે નિરાકણ આવી જાયે છે. કારણ કે, વાળના મૂળ મજબૂત ન હોવાથી ફોલિકમાં સરખા પ્રમાણમાં તેલ પહોંચતુ નથી જેના લીધે વાળ તૂટવાની, બરછટ થઈ જવાની, શાઈન જતી રહેવી, વાળ ખરવા વગેરેની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે નુસખા થેરાપીથી આ તમામ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

Nabhi Sutra

                   Natural Oil Treatment

કેટલા લોકો નાભિ સૂત્ર(Nabhi Sutra)નો લાભ લઈ ચૂક્યા છે…

અત્યાર સુધીમાં 75000 કરતા પણ વધુ પરિવારજનોએ નાભિ સૂત્ર(Nabhi Sutra) અને નુસખા(Nushkha) પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ખૂબ જ ઓછા સમયમાં 1 લાખ કરતા પણ વધુ લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરતા જણાશે. આ સાથે જ નુસખા ફોરેસ્ટ Raw મધ લોન્ચ કરવામાં આવશે. ગુજરાતના આસપાસના જંગલોમાંથી શુદ્ધ અને તાજુ મેળવવામાં આવશે જેના પર કોઈ પણ પ્રકારે કેમિકલ પ્રોસેસ કરવામાં આવશે નહીં. આ જ પ્રકારે લોકો હવે ફરીથી પ્રાકૃતિક વસ્તુઓ તરફ પાછા ખેંચાયા છે. કારણ કે, બજારમાં મળતી તમામ પ્રોડક્ટ્સ હવે મોટા ભાગે મોંઘી અને ભેળસેળવાળી હોય છે. જેના પરિણામે ઘણી બધી આડ-અસર પણ થતી હોય છે. આથી લોકો હવે આયુર્વેદિક, હોમિયોપેથિક અને પ્રાકૃતિક ટ્રીટમેન્ટ તરફ પાછા વળ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment