Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeભક્તિગુજરાતના આ મંદિરમાં દેવાધિદેવ મહાદેવના નાનાકડા લિંગ પર ઓમ આકાર દોરેલો છે, જાણો મંદિરની રોચક મહિમા!

ગુજરાતના આ મંદિરમાં દેવાધિદેવ મહાદેવના નાનાકડા લિંગ પર ઓમ આકાર દોરેલો છે, જાણો મંદિરની રોચક મહિમા!

Nadinath Mahadev
Share Now

નદીનાથ: (Nandinath Mandir) 

 

मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय।
मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नम: शिवाय।।

અર્થાત જે આકાશગામિની મંદાકિનાના પવિત્ર જળથી નિર્મળ છે. જે ચંદનથી સુશોભિત છે. નંદીશ્વર અને પ્રમથનાથ સાથે છ ઐશ્વર્યથી સંપન્ન છે.આકડા અને પારિજાતના જેવા પવિત્ર ફૂલોથી જેમની પૂજા થાય છે એવા મકાર સ્વરૂપ શિવને હું નમન કરું છું. મહાદેવ જે નદીની રક્ષા કરે છે. મહાદેવ જે નદીની અંદરબિરાજે છે. એવા મહાદેવ એટલે મહિસાગરના કડાણાના નદીનાથ મહાદેવ…ચારેય બાજુથી વનરાજીથી ઘેરાયેલા આ મહાદેવના દર્શન કરવા ભક્તો દૂર-દૂરથી આવે છે. આ મંદિરથી કડાણા ડેમનું સૌદર્ય દેખાય છે.

આ મંદિરની આસપાસ પ્રકૃતિનું વિશિષ્ટ રૂપ જોઈ શકાય છે

આ મંદિરની આસપાસ પ્રકૃતિનું વિશિષ્ટ રૂપ જોઈ શકાય છે. નદીનાથ મહાદેવના મંદિરની આસપાસ 36 જેટલા અલગ-અલગ મંદિરો છે. નદીનાથ મહાદેવના મંદિરમાં પ્રવેશ કરતાં જ કાચબા અને નંદી મહારાજના દર્શન થાય છે. બંનેના દર્શન કરીને આગળ વધીએ એટલે બંને બાજુએ ગણેશજી અને હનુમાનજીના દર્શન થાય છે. હવે અહીંયાથી આગળ વધીએ ત્યારે સાક્ષાત નદીનાથ મહારાજ લિંગ સ્વરૂપના દર્શન થાય છે. જેમના દર્શન કરીને ભક્તોનાં દુઃખ દૂર થાય છે.  

આ પણ વાંચો: ગુજરાતનાં પીલુદરા ગામમાં બિરાજમાન મા મહાકાળીનું પ્રાચીન મંદિર છે વિશ્વ-વિખ્યાત!

Nadinath Mahadev

Nadinath Mahadev, google image 

દેવાધિદેવ મહાદેવના નાનાકડાં લિંગ પર ઓમ આકાર દોરેલો છે. તેની ઉપર જ એક ચાંદીનો નાગ દ્રશ્યમાન થાય છે. મહાદેવના લિંગને રોજે- રોજે અલગ-અલગ રીતે શ્રૃંગાર કરવામાં આવે છે. પ્રાર્થના મુજબ વિવિધ શ્રૃંગાર કરવામાં આવે છે. દરરોજ મહાદેવને ફૂલોથી શણગારવામાં આવે છે. મહાદેવના લિંગની પાછળ જ જગત જનની દેવી મા અંબાના દદ્રશ્યમાન થાયછે. 

આ સાથે જ આ મંદિરના પ્રટાંગણમાં મા કાત્યાયની,મા સ્કંધમાતાના મંદિર આવેલા છે. કડાણા ડેમ બન્યા પહેલા જે આ નદીનાથ મહાદેવનું મંદિર છે એ મંદિર નહતું. પહેલા તો દેવોના દેવ એવા મહાદેવ મહી નદીમાં બિરાજતા હતા. પરંતુ કડાણા ડેમ બનતા સમયે પાણી વધ્યું જેથી નદીમાં બિરાજતા લિંગ સ્વરૂપ સાક્ષાત નદીનાથ મહાદેવ આ નદીના નિર્મળ નીરમાં સમાઈ ગયા હતા. ગામ લોકો મુજબ કડાણા ડેમની ફરતે આવેલી ડુંગરની હારમાળાઓ વચ્ચે નદીમાં આવેલી પથ્થરની ગુફામાં નદીનાથ મહાદેવનું મંદિર 1000 વર્ષથી પણ જુનું છે. જે બાદ એક ઊંચી જગ્યા પર નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. 

એક હજાર વર્ષ જુનુ શિવલિંગ પાણી ઘટે છે અને દેખાય છે

હાલમાં અત્યારે જે આ મંદિર ત્યાં તો પાણીની અસર થતી નથી. પરંતુ જ્યારે આ એક હજાર વર્ષ જુનુ શિવલિંગ પાણી ઘટે છે અને દેખાય છે ત્યારે હજારો ભક્તો નદીનાથ તરફ દોડી આવે છે. દૂર-દૂરથી આ પાણીમાંથી પ્રસન્ન થયેલા નદીના નાથ એવા નદીનાથ મહાદેવના દર્શનાર્થે દોડી આવે છે. મહાદેવ જે નદીની રક્ષા કરે છે.એવા મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાળું આવે ત્યારે ભક્તો ભગવાનના દર્શન નથી કરતાં પરંતુ પ્રકૃતિનો અસીમ સૌંદર્યના પણ દર્શન કરે છે. મહિસાગર જિલ્લો પ્રકૃતિનો ભંડાર છે. જે નદીના દેવ એવા નદીનાથને પોતાનામાં સમાવીને બેઠો છે. આવો અને દેવોના દેવ એવા મહાદેવના નદી સ્વરૂપના મહી નદીના કાંઠે દર્શન કરો. અને ધન્યતા અનુભવો. સાથે સાથે પ્રકૃતિને માણવાનું ભૂલતા નહીં હો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment