સ્વયંભુ નાગનાથ મહાદેવ: (Nagnath Mandir)
અમરેલી શહેરમાં આવેલું નાગનાથ મહાદેવનું મંદિર 200 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. સ્વયંભૂ શિવલિંગ હોવાના કારણે દર્શનાર્થીઓમાં અતૂટ શ્રધ્ધા અને આસ્થાનું પ્રતિક છે. નાગનાથ મહાદેવ મંદિરના પરિસરમાં જ હનુમાન દાદાનું મંદિર, દત્તાત્રેય ભગવાનનું મંદિર, શીતળા માતાનું મંદિર, ગાયત્રી મંદિર, અંબાજી મંદિર, શનિદેવ મંદિર, સાંઈબાબાનું મંદિર અને સિદ્ધિ વિનાયક મંદિર પણ આવેલું છે. સ્વયં પ્રગટ થયેલા શિવલિંગ અને બીજા અન્ય મંદિરોના દર્શન માટે આખું વર્ષ ભક્તોની ભીડ જોવા મળે છે.
નાગનાથ મંદિરનો ઈતિહાસ સદીઓ જૂનો છે: (Nagnath Mahadev Mandir)
સિદ્ધિ વિનાયક મંદિર
ગુજરાતના અમરેલી શહેરમાં આવેલા નાગનાથ મંદિરનો ઈતિહાસ સદીઓ જૂનો છે. લોકકથાઓ મુજબ કાઠિયાવાડમાં ગાયકવાડ રાજવંશના શાસન દરમિયાન અમરેલી શહેરમાં બે મુખ્ય દ્વાર લાલદ્વાર અને નાગનાથ દ્વાર હતા. નાગનાથ દ્વાર સુધી જ શહેરની સીમા બાદ જંગલના વિસ્તારની શરૂઆત થતી. ઘનઘોર જંગલમાં પશુઓને ચરાવવા માટે માલધારી જતા. એક ગાય રોજ ગાયના ધણમાંથી જુદી પડીને એક ટેકરી પર જઈ ઊભી રહેતી. ગાયના આંચળમાંથી દૂધ નીકળીને જમીનમાં સમાઈ જતું. આ પ્રક્રિયા પછી ગાય પણ જાણે કશું જ ના બન્યું હોય એમ ધણમાં પાછી સામેલ થઈ જતી હતી.
Nagnath Mahadev
આ પણ વાંચો: ડુંગરની હરોળ અને ગીચ જંગલમાં બિરાજ્યા કેદારેશ્વર મહાદેવ!
કાઠિયાવાડના દિવાન વિઠલરાવને ઘટનાની જાણ કરી..
શીતળા માતાનું મંદિર
આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડેલા માલધારી કાઠિયાવાડના દિવાન વિઠલરાવને ઘટનાની જાણ કરી, માલધારીની વાત સાંભળીને દીવાનજીને નવાઈ લાગી. તે જ રાત્રે દીવાનજીને સ્વપ્ન આવ્યું કે તે જગ્યા પર ખોદાણ કરાવો. બીજા દિવસે દીવાનજીએ ખોદાણ કરાવ્યુ તો તે જગ્યા પર શિવલિંગ પ્રગટ થઈ. શિવલિંગની બાજુમાં જ નાગ દેવતા હતા. આ દ્રશ્ય જોઈને દીવાનજીએ તાત્કાલિક મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું. મંદિરની ચારે બાજુ સાપનું નિવાસ સ્થાન હોવાને કારણે મંદિરનું નામ નાગનાથ મહાદેવ રાખવામાં આવ્યું. દીવાનજીના અથાગ પ્રયત્નોથી મંદિરનું બાંધકામ 1873માં પુર્ણ થયું. આટલા વર્ષો પહેલા મંદિરનું નિર્માણ કરવામાં લગભગ 60,000 જેટલો ખર્ચ થયો હતો.
સિદ્ધિ વિનાયક મંદિર
એવી માન્યતા છે કે ભક્તોની દરેક મનોકામના અહીં પૂર્ણ થાય છે,
અમરેલી શહેરનું નાગનાથ મંદિર ગુજરાતના શ્રધ્ધાળુઓમાં લોકપ્રિય છે. આ પ્રાચિન મંદિરમાં આવનારા દરેક શ્રદ્ધાળુઓ માને છે કે મંદિરમાં રહેલા શિવલિંગના દર્શન માત્રથી ભક્તોની મનોકામના પુર્ણ થાય છે. પૌરાણિક નાગનાથ મંદિરમાં પ્રતિ વર્ષ મહાશિવરાત્રિ, વૈકુંઠ ચૌદસ જેવા તહેવારો પર ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ પ્રાચીન મંદિરની ગણના આજે ગુજરાતના મોટા તીર્થસ્થળોમાં થાય છે. 1914-1915માં આરસના નવા મંદિરનો જીર્ણોદ્વાર અમરેલીના વહીવટદાર વિશ્વાસ રાવ બાજીરાવ ધાગડેના અથાગ પ્રયત્નોથી થયો હતો. જીર્ણોદ્ધાર પછી મંદિરના પરિસરનો નજારો નયનરમ્ય લાગે છે. નાગનાથ મહાદેવ મંદિર આજે પુરા ભારતમાં એક પ્રસિદ્ધ શિવમંદિર તરીકે પ્રખ્યાત છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4