Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeભક્તિનાગનાથ મહાદેવ: મહાદેવના ગળામાં બિરાજમાન નાગ દેવતાનું પૌરાણિક મંદિર

નાગનાથ મહાદેવ: મહાદેવના ગળામાં બિરાજમાન નાગ દેવતાનું પૌરાણિક મંદિર

Share Now

દેવાધિદેવ મહાદેવને લોકો અનેક નામથી ઓળખે છે. જ્યારે પણ આપણે ભગવાન શિવનું ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણી આંખની સામે એક પરમ વૈરાગ્ય સ્વરૂપ શિવની મુર્તિ દ્રશ્યમાન થાય છે. તેમના એક હાથમાં ત્રિશુળ, બીજા હાથમાં ડમરૂ અને ગળામાં સર્પોની માળા પહેરેલી હોય છે. જ્યારે મસ્તક પર અર્ધ ચંદ્ર વિરાજમાન છે.

આપણે શિવનું ધ્યાન ધરીએ, ત્યારે સૌપ્રથમ તેમના ગળામાં નાગના દર્શન થાય છે. જેના કારણે તેમને નાગનાથ મહાદેવ પણ કહેવામાં આવે છે. ત્યારે રાજકોટમાં એક 30 વર્ષ કરતા પણ વધુ પુરાણું નાગનાથ મહાદેવનું મંદિર (Nagnath Mahadev temple) આવેલું છે.

Nagnath Mahadev temple in Rajkot which is more than 30 years old

આ મંદિરની એક ખાસ વાત એ છે કે, અહીં જોડીયા હનુમાનના પણ દર્શન થાય છે. આ મંદિરમાં જોડીયા હનુમાન પાસે જ બિરાજમાન છે નાગનાથ મહાદેવ. હનુમાનજી ભગવાન શંકરના અવતાર હતા. આ નાગનાથ નામ એ દેવાધીદેવના અનેક નામમાંથી એક નામ છે. જેનું પણ ખાસ મહત્વ રહેલું છે. 

વર્ષો જૂના આ મંદિરમાં બિરાજમાન મહાદેવ પર લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. વાર – તહેવાર પર દર્શનાર્થીઓની અહી ભીડ જામે છે. વિવિધ પ્રકારના શણગાર કરી દાદાને રીઝવવાના દર્શનાર્થીઓ આવે છે.

શિવના ગળા પર જે નાગ હોય છે તે નાગનું નામ છે વાસુકી. આ સર્પ વિશે પુરાણોમાં માહિતી આપવમાં આવી છે. તે નાગોનો રાજા છે. અને નાગલોકમાં તેમનું શાસન છે. જ્યારે સમુદ્ર મંથન થયુ ત્યારે આ સર્પએ દોરીનું કામ કર્યુ હતુ. અને જેનાથી સાગરનું મંથન થયુ હતુ. કહેવામાં આવે છે કે વાસુકી નાગ પરમ શિવ ભક્ત હતો.

તેની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમણે નાગલોકનો રાજા બનાવ્યો હતો અને પોતાના ગળામાં આભૂષણના રૂપમાં ગ્રહણ કર્યો હતો. પ્રભુના આ ધામમાં લોકો આવી પ્રભુને રીજવવા માટે દરરોજ સવારે પુજા કરવા માટે આવતા હોય છે. ત્યારે આપ પણ જરૂરથી દર્શન કરજો રાજકોટમાં આવેલા નાગનાથ મહાદેવના (Nagnath Mahadev).

જુઓ આ વિડીયો: જમણી સૂંઢ વાળા દુંદાળા

આ પણ વાંચો: રાજકોટનું ૧૩૦ વર્ષ જુનું હનુમાન દાદાનું મંદિર ‘હનુમાન મઢી’

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment