Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeન્યૂઝPakistan: મહિલાઓના જાહેરમાં કપડાં ઉતારી માર માર્યો, વીડિયો થયો વાયરલ

Pakistan: મહિલાઓના જાહેરમાં કપડાં ઉતારી માર માર્યો, વીડિયો થયો વાયરલ

Naked Parade Pakistan
Share Now

પાકિસ્તાનના રસ્તાઓ પર અશ્લીલ પરેડનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વીડિયો એટલો દર્દનાક છે કે કજોઈનું પણ હ્રદય દ્રવી ઉઠી શકે છે. પરંતુ તાલિબાનના માર્ગ પર આગળ વધી રહેલા આ પાકિસ્તાનીઓને થોડી પણ દયા ન આવી. એક કિશોરી સહિત મહિલાઓને તેમના કપડા ઉતારવાની ફરજ પાડવામાં આવી અને નગ્ન અવસ્થામાં મહિલાઓ ત્યાંથી જવા માટે વિનંતી કરતી રહી અને ભીડ તેમના પર લાકડીઓનો વરસાદ વરસાવતી રહી.

એક કિશોરી સહિત ચાર મહિલાઓના કપડા ઉતરાવ્યા

જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે પાકિસ્તાની શાસકો ચિંતામાં પડી ગયા કે આ શું થઈ ગયું. પોતાની બર્બરતા માટે જાણીતા પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. ધરપકડનો કાયદો ભલે ગમે તે હોય, પરંતુ આ રીતે રસ્તાની વચ્ચે કોઈ મહિલાની ઈજ્જત સાથે રમત કરવી અને તેને બદનામ કરવી એ નાપાક પાકિસ્તાનની ઘૃણાસ્પદ હરકતોનો પર્દાફાશ કરે છે. આયશા સિદ્દીકીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વાત શેર કરી છે.

Naked Parade Pakistan

Image Courtesy: Google.com

આ પણ વાંચો:રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ના બને તે માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

આ ઘટના પાછળનું કારણ સાંભળીને તમે ચોંકી જશો

આ ઘટના પાછળનું કારણ સાંભળીને તમે ચોંકી જશો. સમગ્ર મામલો પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો છે, પંજાબ પ્રાંતના ફૈસલાબાદમાં એક કિશોર સહિત ચાર મહિલાઓ પાણી પીવા માટે એક દુકાનમાં ઘુસી હતી. પરંતુ તે મહિલાને ચોર કહીને દુકાનદારે ટોળું ભેગું કર્યું હતું. ટોળાએ તે મહિલાઓના કપડાં ઉતારી દીધા અને લાકડીઓ વડે માર માર્યો અને પછી નગ્ન પરેડ કરવી. ફૈસલાબાદની સડકો પર આ અશ્લીલ પરેડ જોઈને ત્યાંના લોકો પણ ચોંકી ગયા હતા.

મહિલાઓ જીવન અને ઇજ્જત બચાવવા ભીખ માંગતી રહી

વિડિયોમાં દેખાય છે તેમ કોઈ કશું બોલવા તૈયાર દેખાયું નહીં. આલમ એ હતો કે આ મહિલાઓ પોતાનો જીવ અને ઈજ્જત બચાવવા ભીખ માંગતી રહી હતી. જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, લોકો ઈમરાન ખાનના નવા પાકિસ્તાનની સિસ્ટમ પર સવાલ ઉઠાવીને પાકિસ્તાનની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ કરી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment