हीरा है सदा के लिए આ કહેવત આપણે ટેલિવિઝન એડમાં અનેક વાર જોઈ હશે પરંતુ, આજના આ જમાનામાં આ કહેવત બદલાઈ ગઈ હોય એમ લાગે છે. જે કંપનીએ हीरा है सदा के लिएનું સ્લોગન આપ્યું હતુ, તે જ કંપની માટે હવે લખાઈ રહ્યું છે- हीरा है बेचने के लिए. જી હાં, આ હકીકત છે. લોકોના મોઢે ચઢી ગયેલ આ કહેવત જે કંપનીએ આપી હતી, તે હવે ફડચામાં ગઈ છે. બે વર્ષ અગાઉ કંપનીએ બેંકો પાસેથી લીધેલ લોનની પરત ચૂકવણી ન થઈ શકતા અંતે બેંકોના સમૂહે કંપનીને કંપનીઓ માટેની નાદારી કોર્ટમાં ઢસેડી હતી.નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ, મુંબઈ બેચમાં જાન્યુઆરી, 2019માં નક્ષત્ર(Nakshatra) ડાયમંડ્સ લિમિટેડ સામે નાદારીનો કેસ નોંધાવ્યો હતો. 2016માં અમલી બનેલ ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ(IBC કાયદા) હેઠળ કંપનીને લઈ જવામાં આવી હતી અને બે વર્ષની લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અંતે કંપનીને અંતે ફડચામાં મોકલવામાં આવી છે.
ચોકસીના નેજા હેઠળની મુખ્ય કંપની ગીતાંજલી જેમ્સની સબસિડૅયરી નક્ષત્ર(Nakshatra) વર્લ્ડને ફડચામાં મોકલવામાં આવશે. બેંકોએ પૈસા પરત લેવવા માટે નાદારી કોર્ટમાં કંપની વિરૂદ્ધ કેસ કર્યો હતો. IBC પ્રકિયા અંતર્ગત નક્ષત્ર વર્લ્ડને કોઈ ખરીદાર ન મળતા અંતે તેના લિક્વિડેશનનો નિર્ણય એનસીએલટીએ કર્યો છે.બે વર્ષ અગાઉ પૈસાની રિકવરી કરવા માટે ICICI બેંકના નેજા હેઠળના લેણૅદારોના સમૂહે નક્ષત્ર(Nakshatra) વર્લ્ડ સામે નાદારી ખટલો ચલાવવા અરજી કરી હતી અને બે વર્ષની લાંબી નાદારી પ્રકિયા છતા કોઈ ખરીદાર ન મળતા અંતે મુંબઈ એનસીએલટી બેચે દિલ્હીના AAA રેટિંગ વાળા ઈન્સોલવન્સી પ્રોફેશનલ્સ LLPના પાર્ટનર શાંતનુ રે-ને લિક્વિડેટર નિયુકત કર્યા છે. જ્વેલરી ડિઝાઈન ડિસ્ટ્રીબ્યુશન કંપની નક્ષત્ર વર્લ્ડ જાન્યુઆરી, 2019થી નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.
PC- NAVBHARAT TIMES
કોની છે નક્ષત્ર ડાયમંડ્સ ?
તમને જાણીને નવાઈ થશે કે આ નક્ષત્ર(Nakshatra) ડાયમંડ જેવી મોટી બ્રાન્ડ સાથે ભારતના સૌથી મોટા બેંકિંગ સ્કેમનો સીધો સંબંધ છે. નક્ષત્ર ડાયમંડ્સ લિમિટેડ ગીતાંજલી જેમ્સની સબસિડયરી કંપની છે. ભારત દેશના ઈતિહાસના સૌથી મોટા બેંકિંગ સ્કેમ પીએનબી કાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસી સાથે ગીતાંજલી જેમ્સ સંકળાયેલ છે. પીએનબી સાથે 14,500 કરોડની લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થકી સૌથી મોટી બેંક ધાંધલી કરીને આ મામા-ભાણાં વિદેશમાં ભાગી છૂટ્યાં છે.
આ પણ વાંચો:‘આપ’ ના થયા પ્રવીણ ‘રામ’
મુંબઈમાં જન્મેલ મેહુલ ચોકસીની(Mehul Choksi) કંપનીનું વાર્ષિક ટર્નઓવર 13 હજાર કરોડ કરતા વધુ હતુ. અનેક દેશોમાં પથરાયેલ ગીતાંજલીનો કારોબાર ખરાબ નિયતને કારણે સમગ્ર કારોબાર પડી ભાંગ્યો અને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતુ. વર્ષ 2016-17ના વાર્ષિક અહેવાલમાં કંપનીએ જણાવ્યું હતુ કે વાર્ષિક 2.5 અબજ ડોલર કરતા વધુના ટર્નઓવર સાથે તેઓ વિશ્વના સૌથી મોટા બ્રાન્ડેડ જ્વેલરી મેન્યુફેકચર-રીટેલર છે. કંપની પાસે ગિલ્લી, નક્ષત્ર, અસ્મી, સંગીની, નિઝામ અને પરિણીતા જેવી વિશ્વવિખ્યાત બ્રાંડો પણ હતી પરંતુ, આજે કંપની અર્શથી ફર્શ પર આવી પડી છે અને નક્ષત્ર જેવી કંપનીને કોઈ ખરીદાર ન મળતા કંપનીની તમામ મિલકતો વેચીને લેણદારોને જેટલા પૈસા મળે તે ચૂકવવાનો આદેશ કોર્ટે કરવો પડ્યો છે.
PC- IANS
ચોકસી પાસે કેટલા પૈસા લેવાના છે ?
પૈસા હોવા છતા નાદારી નોંધાવના વ્યકતિને વિલફુલ ડિફોલ્ટર્સ કહેવામાં આવે છે. આ ડિફોલ્ટર્સની યાદીમાં ચોકસી ટોચના ક્રમાંકે છે.ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સે બેંકોએ પાસેથી 5071 કરોડ રૂપિયાની લોન લીધી હતી,જે એનપીએ બની છે. બેંકોએ પૈસાની રિકવરી ન થતા 622 કરોડ રૂપિયાની લોન માંડીવાળી હતી. ગીતાંજલીની સબડિયરી કંપની નક્ષત્ર ડાયમંડ્સ પાસે બેંકોએ 1109.16 કરોડ લેવાના છે. આ સિવાય અન્ય એક સબસિડૅયરી ગિલ્લી ઈન્ડિયા પાસેથી 1446 કરોડ લેવાના બાકી નીકળે છે.
ક્યાં છે ચોકસી ?
પરંપરાગત કારોબાર ચલાવતા ઉદ્યોગપતિએ પૈસાના પાવર થકી નવેમ્બર 2017માં રોકાણની શરતે એન્ટીગુઆમાં નાગરિકત્વ ખરીદી અને જાન્યુઆરી, 2018માં પીએનબી કૌભાંડ બહાર આવે તે પૂર્વે જ દેશ છોડીને એન્ટીગુઆ નાસી છુટ્યો. કેરેબિયન દેશમાંથી તેને પરત લાવવા માટે ભારત સરકાર અનેક પ્રકારની લડત લડી રહી છે. તાજેતરમાં જ એન્ટીગુઆથી પણ ચોકસીના ભાગી છુટવાના અહેવાલ બહાર આવ્યા હતા. 23 મેના રોજ તે એન્ટિગુઆથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયાના અહેવાલ બાદ સમાચાર આવ્યા કે ગેરકાયદેસર રીતે પાડોશી દેશ ડોમિનિકામાં પ્રવેશતા સુરક્ષા દળોએ તેની ધરપકડ કરી હતી. હવે ભારત મેહુલ ચોક્સીને ડોમિનિકાથી ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ કાયદાકીય લડતો અને નાગરિત્વ અંગેના અનેક પડકારો ભારતે ઝીલવા પડી રહ્યાં છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4