Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝT20 World Cup: બોલિંગ જોઇને ICC એ પણ કહી દીધુ…, ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળતી મેચ

T20 World Cup: બોલિંગ જોઇને ICC એ પણ કહી દીધુ…, ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળતી મેચ

wickets
Share Now

સ્કોટલેન્ડ અને નામીબિયાની વચ્ચેની આ મેચ ફેન્સને હંમેશા યાદ રહેશે. બંને ટીમ વચ્ચેની મેચમાં નામીબિયાના બોલરે ઈનિંગ્સની પ્રથમ જ ઓવરમાં 3 વિકેટ (wickets)ઝડપીને તમામને ચોંકાવી દીધા છે. તેનુ કારણ એક માત્ર એ છે કે, ક્રિકેટના ઇતિહાસમાં આવુ પહેલા ક્યારેય નહીં થયુ હોય.

મેચમાં wickets ની…

ગઇકાલે બુધવારે નામીબિયા અને સ્કોટલેન્ડ (Scotland)વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં નામીબિયાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી સ્કોટલેન્ડની પહેલી ઓવરના પહેલા જ બોલ પર વિકેટ પડી હતી. ક્રિકેટ (Cricket)ના ઇતિહાસમાં મેચની પ્રથમ ઓવરના પ્રથમ જ બોલ પર વિકેટ પડી હોય તેવુ આપણે પહેલા પણ જોયું છે, પરંતુ આ મેચમાં કંઈક ખાસ થયું જેને ICCએ પણ શેર કર્યું છે. તો આવો જાણીએ આઇસીસીએ શેર કરેલી સમગ્ર ઘટના વિશે…

આ પણ વાંચો: આગામી વર્ષે IPL માં 10 ટીમ રમશે, જુઓ લિસ્ટ

આઇસીસી (ICC)એ શેર કરેલી આ ઘટનામાં નામીબિયાના બોલરે ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં જ એક કે બે નહીં પરંતુ ત્રણ વિકેટ લીધી હતી. મેચની પ્રથમ ઓવરમાં જ ત્રણ વિકેટ પડતા ક્રિકેટ રસીકો તમામ ચોંકી ઉઠયા છે. પહેલા ટ્રમ્પેલમેને મુનેસને પહેલા બોલ પર આઉટ કર્યો, બાદમાં ઓવરના ત્રીજા બોલ પર તેણે કેલમ મેકલોડને આઉટ કરીને ઓવરમાં બીજી સફળતા મેળવી હતી. અહીં સુધી તો પણ કોઈ નવાઈ નહોતી, પરંતુ ચોથા બોલ પર જે બન્યું તેને ક્રિકેટ (Cricket)જગત હંમેશ માટે જરૂરથી યાદ રાખશે.

ટ્રમ્પેલમેને ઓવરના ચોથા બોલ પર સ્કોટલેન્ડના કેપ્ટન રિચી બેરિંગટનને આઉટ કરીને ઓવરમાં પોતાની ત્રીજી વિકેટ ઝડપી હતી. પ્રથમ ઓવરમાં ટ્રમ્પેલમેને 2 રન આપ્યા હતા અને 3 વિકેટ ઝડપી હતી. જે 2 રન મળ્યા હતા તે પણ બેટ્સમેને (Batsmen)દોડીને નહીં, પરંતુ એકસ્ટ્રા વાઈડના સ્વરૂપે મળ્યા હતા. એટલે કે ટ્રમ્પેલમેને પ્રથમ ઓવરમાં 2 રન આપીને 3 વિકેટ ઝડપી લેતા કમાલ કર્યો હતો. હાલમાં તો આ મેચને લઇને નામીબિયાના બોલર (Bowler)ટ્રમ્પેલમેનની તમામ તરફ ચર્ચા થઈ રહી છે.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment