Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝજામીન પર છૂટ્યા બાદ નારાયણ રાણે એક્શનમાં, સિંધુદુર્ગથી ફરી શરૂ કરી જન આશીર્વાદ યાત્રા

જામીન પર છૂટ્યા બાદ નારાયણ રાણે એક્શનમાં, સિંધુદુર્ગથી ફરી શરૂ કરી જન આશીર્વાદ યાત્રા

narayan rane,maharashtra,news in gujarati,jan ashirvad yatra
Share Now

મહારાષ્ટ્રના(Maharashtra) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને(Udha Thakrey) ‘થપ્પડ’ મારવાનું નિવેદન આપતા ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ(Narayan Rane) જામીન પર છૂટ્યા બાદ જન આશિર્વાદ યાત્રા ફરી શરૂ કરી છે. મહારાષ્ટ્ર પોલીસે મંગળવારે જ તેમની ધરપકડ કરી હતી. તેમણે શુક્રવારે સિંધુદુર્ગથી પોતાની જન આશીર્વાદ યાત્રા ફરી શરૂ કરી છે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે 7 સપ્ટેમ્બર સુધી સિંધુદુર્ગમાં કલમ 144 લાગુ કરી દીધી છે. સવારે રત્નાગિરી પહોંચેલા રાણેએ મરાઠા રાજા છત્રપતિ શિવાજીની મૂર્તિને માળા પહેરાવીને પોતાના કાર્યક્રમની શરૂઆત કરી હતી.

રત્નાગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો 

રાજ્યમાં પરિસ્થિતિની ગંભીરતાને સમજીને રત્નાગિરીમાં ચુસ્ત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાણે લગભગ આઠ કલાક સુધી પોલીસ કસ્ટડીમાં હતા. બાદમાં તેમને મહાડ કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. MSME મંત્રી રાણે ભાજપ દ્વારા ચલાવવામાં આવી રહેલી જન આશિર્વાદ યાત્રાના ભાગરૂપે કોંકણ વિસ્તારમાં રહ્યા હતા. 

narayan rane,maharashtra,news in gujarati,jan ashirvad yatra

આ પણ વાંચો:છત્તીસગઢમાં બઘેલને સીએમ પદ પરથી હટાવવાથી કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલીઓ

નારાયણ રાણે લગાવશે પૂરી તાકાત 

હવે નારાયણ રાણે(Narayan Rane) એ પ્રવાસને પૂરેપૂરી તાકાત સાથે યાત્રા કાઢવા જઈ રહ્યા છે. ભાજપ ઉદ્ધવ સરકાર પર આ યાત્રામાં અવરોધો ઉભા કરવાનો આરોપ લગાવી રહ્યું છે, પરંતુ રાણે જનતાની વચ્ચે જવા માટે તૈયાર છે. આમ પણ તેઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેઓ એટલા ચર્ચામાં આવી ગયા છે કે દરેક લોકો તેમની ચર્ચા કરી રહ્યા છે. હવે ભાજપ યાત્રા દરમ્યાન મુદ્દાનો સારી રીતે લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરશે.

મુખ્યમંત્રીને થપ્પડ મારવાની કરી હતી વાત 

21 ઓગસ્ટથી યાત્રા શરૂ કરનાર રાણે મુંબઈ અને કોંકણ પ્રદેશને આવરી લેવાના હતા. રાયગઢના મહાડમાં ભાષણ દરમિયાન રાણેએ કહ્યું હતું કે,  શરમજનક બાબત છે કે મુખ્યમંત્રીને આઝાદીના વર્ષ વિષે ખબર નથી. આઝાદીના વર્ષોની ગણતરી પૂછવા માટે તેમણે તેમના ભાષણ દરમિયાન પાછળ ફર્યા હતા. જો હું ત્યાં હોત તો મેં તેમને થપ્પડ માર્યો હોત. ‘આ નિવેદન બાદ શિવસેનાના કાર્યકરો ગુસ્સે થયા હતા.

મહારાષ્ટ્રમાં થયા હતા દેખાવો 

રાણેના ઘર સિવાય રાજ્યના ઘણા ભાગોમાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતા. જોકે, રાણેએ કહ્યું કે તેણે કોઈ ગુનો કર્યો નથી. મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે 17 સપ્ટેમ્બર સુધી રાણે વિરુદ્ધ કોઈ જબરદસ્તીથી કાર્યવાહી કરવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રીએ બુધવારે સવારે FIR રદ કરવા માટે ઔપચારિક અરજી દાખલ કરી હતી.

ત્રણ દિવસ કરવાના હતા પ્રવાસ 

તમને જણાવી દઈએ કે નારાયણ રાણે(Narayan Rane) ત્રણ દિવસ કોંકણમાં પ્રવાસ કરવાના હતા. પરંતુ યાત્રા દરમ્યાન તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે થયેલ હોબાળાને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી,. અને યાત્રા સ્થગિત કરવી પડી હતી. એ વાત અલગ છે કે ધરપકડના આઠ બાદ જ તેમને ખરાબ સ્વાસ્થ્યના આધારે જામીન આપવામાં આવ્યા હતા. જામીન મળ્યા બાદ ગુરુવારે નારાયણ રાણેની તબિયત સારી ન હતી અને તેમને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના હોસ્પિટલમાં જવાથી કાર્યકરો ચિંતિત થયા હતા, પરંતુ પાછળથી જાણવા મળ્યું કે કેન્દ્રીય મંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તે જન આશીર્વાદ યાત્રા કાઢવા માટે પણ તૈયાર છે.

આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પવારે નાસિક, ધુલે, નંદુરબાર અને પાલઘરમાં આદિવાસી વિસ્તારોનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. પંચાયત રાજ્ય મંત્રી કપિલ પાટીલ થાણે અને રાયગઢ જિલ્લામાં પહોંચ્યા હતા. જ્યારે નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડે મરાઠવાડા ક્ષેત્રની મુલાકાત લીધી હતી. આ તમામ મંત્રીઓએ 16 થી 21 ઓગસ્ટની વચ્ચે પોતાની યાત્રા પૂરી કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment