Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝનારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે કેવી રીતે બન્યા એકબીજાના દુશમન?

નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે કેવી રીતે બન્યા એકબીજાના દુશમન?

udhav thakrey,narayan rane, politics,maharashtra politics
Share Now

કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ(Narayan Rane) ઉદ્ધવ ઠાકરેને ‘થપ્પડ’ મારવાની વાત કરી હતી ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મહારાષ્ટ્રમાં 4 સ્થળોએ તેમની વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. તેમજ શિવ સેનાના કાર્યકરોએ તેમના ઘરની બહાર હુમલો પણ કર્યો હતો. રાણે હાલ જામીન પર બહાર આવ્યા છે અને તેમના પુત્ર નિતેશે બૉલીવુડ ફિલ્મ રાજનીતીના એક સંવાદને ટ્વિટ કર્યું છે. હકીકતમાં, ભલે આ લડાઈ મહારાષ્ટ્રમાં મિત્રથી દુશ્મન બનેલી શિવસેના અને ભાજપ વચ્ચે હોય તેવું લાગે છે, પરંતુ લડાઈ નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની પણ છે.

ચેમ્બુર વિસ્તારથી રાજકીય સફર શરૂ કરી હતી

નારાયણ રાણે(Narayan Rane) જેમણે 70 ના દાયકામાં શિવસેનાનો(Shiv sena) ઝંડો પકડીને મુંબઈના(Mumbai) ચેમ્બુર વિસ્તારથી રાજકીય સફર શરૂ કરી હતી. 1995 સુધી પાર્ટીમાં તેઓ ખૂબ જ શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તે વર્ષે રચાયેલી મનોહર જોશી સરકારમાં રાણેને મહેસૂલ મંત્રી બનાવવામાં આવ્યા હતા. રાણે માત્ર ખૂબ જ આક્રમક છબી અને વફાદાર નેતા ન હતા પરંતુ તેમની પાસે પાર્ટીની તિજોરી ભરવાની આવડત પણ હતી. રાણે મરાઠા હોવાથી શિવસેના તેમના માટે ફાયદાકારક હતી. તેઓ કોંકણ પ્રદેશમાંથી આવે છે જેને શિવસેનાનો ગઢ માનવામાં આવે છે.

udhav thakrey,narayan rane, politics,maharashtra politics

આ પણ વાંચો:પેગાસસ જાસૂસી પર સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે આપી શકે છે તપાસના આદેશ

બાલ ઠાકરેએ નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવ્યા હતા 

1999 માં જ્યારે બાલ ઠાકરેએ(Bal Thakrey) મનોહર જોશીને મુખ્યમંત્રી પદેથી હટાવી દીધા ત્યારે તેમણે આ ખુરશી નારાયણ રાણેને આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાણે લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહી શક્યા નહતા. એ જ વર્ષમાં થોડા મહિનાઓ પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પછી, પરસ્પર વિવાદના કારણે શિવસેના-ભાજપ ગઠબંધન સમયસર સરકાર રચવાનો દાવો કરી શક્યા નહીં અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકાર સત્તા પર આવી હતી.

ઉદ્ધવ ઠાકરેથી થયા હતા નારાજ 

આ દરમિયાન શિવસેનામાં પણ પરિવર્તન આવી રહ્યું હતું. બાળ ઠાકરેના સૌથી નાના પુત્ર ઉદ્ધવ ઠાકરે(Udhav Thakrey) રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા અને તેમને શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અને રાણે જેવા પક્ષના વડીલોએ પોતે સાઇડલાઇન થતાં હોય તેમ અનુભવ્યું. 2004 ની વિધાનસભાની ટિકિટ વહેંચણીમાં રાણેને બદલે ઉદ્ધવ ઠાકરેનું વધારે ચાલ્યું હતું. ત્યારે નારાજ રાણેએ ઉદ્ધવ ઠાકરે જ નહીં પરંતુ તેમના સચિવ મિલિંદ નાર્વેકર, પક્ષના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈ અને બાલ ઠાકરે સામે પણ જાહેરમાં નિવેદનબાજી શરૂ કરી હતી. જુલાઈ 2005 માં, તેમણે જાહેરાત કરી કે તેઓ શિવસેના નેતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. આ જાહેરાત સમયે રાણેએ કહ્યું કે ઉદ્ધવના નેતૃત્વમાં શિવસેનાએ પોતાની ચમક ગુમાવી દીધી છે. બાળ ઠાકરે વિશે તેમણે કહ્યું કે તેમના પુત્રમોહને કારણે તેમની નજરમાં બીજુ કોઈનું મહત્વ નથી. મિલિંદ નાર્વેકર અને સુભાષ દેસાઈ પર રાણેએ આરોપ લગાવ્યો હતો કે, આ બંનેએ તેમની વિરુદ્ધ છેલ્લા ચારથી પાંચ વર્ષથી ષડયંત્ર રચી રહ્યા હતા. રાણેના ભાષણથી નારાજ થઈને બાળ ઠાકરેએ તેમને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા.

શિવસેનમાંથી કાઢી મૂકતાં કોંગ્રેસમાં જોડાયા 

શિવસેનામાંથી કાઢી મૂકાયા બાદ રાણે કોંગ્રેસમાં(Congress) જોડાયા હતા. શિવસેના પ્રત્યેની તેમની નફરત જોઈને કોંગ્રેસે તેમને 2015 ની વિધાનસભા પેટાચૂંટણીમાં બાંદ્રા પૂર્વ બેઠક પરથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમાં તેઓ ખરાબ રીતે હારી ગયા હતા. રાણેના મતે કોંગ્રેસે તેમને મુખ્યમંત્રી બનાવવાની લાલચ આપી હતી. પરંતુ જ્યારે પણ કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી બનાવવાની તક આવે ત્યારે ક્યારેક અશોક ચવ્હાણને મુખ્યમંત્રી બનાવવામાં આવતા અને ક્યારેક પૃથ્વીરાજ ચવ્હાણને. માટે થઈને તેમણે તે પક્ષ પણ છોડી દીધો હતો. 

2017 માં પોતાનો પક્ષ રચ્યો 

વર્ષ 2017 માં તેમણે મહારાષ્ટ્ર(Maharashtra) સ્વાભિમાન પક્ષ નામની પોતાની પાર્ટી બનાવી હતી. તે દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન વળી સરકાર હતી. પરંતુ રાજકીય વર્તુળોમાં તેમની વચ્ચેની કડવાશ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ભાજપ એ કોંકણમાં પોતાનો પ્રભાવ વધારવા માટે થઈને નારાયણ રાણેને પોતાની પાર્ટીમાં લેવા માંગતી હતી જ્યાં વર્ષોથી શિવસેનાનું વર્ચસ્વ રહેલું હતું.

ભાજપે નારાયણ રાણેને રાજ્યસભામાં મોકલ્યા હતા 

પરંતુ ભાજપ(BJP) શિવસેનાને  સીધી રીતે નારાજ કરવા માંગતુ નહતું. તેથી ભાજપે રાણેને પાર્ટીમાં સામેલ કર્યા વગર તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. જ્યારે શિવસેના સાથે ભાજપનો ટકરાવ વધ્યો ત્યારે રાણે અને તેમના પુત્ર નિતેશ ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. પોતાના નિવેદનો દ્વારા, પિતા અને પુત્રએ શિવસેનાને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. રાણેના મોટા દીકરાએ એક નિવેદન આપીને સનસનાટી મચાવી દીધી કે તેઓ જાણે છે કે ઠાકરેના બંગલા માતોશ્રીના દરેક ફ્લોર પર શું થાય છે અને જો તેમણે સાચું કહ્યું તો ઠાકરે મો પણ છુપાવી શકશે નહીં. તેમણે આરોપ લગાવ્યો હતો કે થાણેના શિવસેનાના નેતા આનંદ દિઘેના મૃત્યુ પાછળ બાલ ઠાકરેનો હાથ હતો અને ઠાકરેએ બોલીવુડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હતું. જૂન 2020 માં અભિનેતા સુશાંત સિંહના મૃત્યુ પછી, નારાયણ રાણેએ આરોપ લગાવ્યો હતો કે તેમની હત્યા કરવામાં આવી હતી અને તેમાં મહારાષ્ટ્ર સરકારનો એક મંત્રી સામેલ હતો.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment