Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝવડનગરનો નરેન્દ્ર દિલ્હીનો વડાપ્રધાન : જુઓ પીએમ મોદીની સફર

વડનગરનો નરેન્દ્ર દિલ્હીનો વડાપ્રધાન : જુઓ પીએમ મોદીની સફર

PM MODI
Share Now

આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદી… આ એક એવું નામ છે. જે આજે દેશ અને દુનિયામાં સૌ કોઈ માટે જાણીતું બની ગયું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અને ત્યારપછી પ્રધાનમંત્રી તરીકેની કામગીરીએ તેમને દેશના લોકોની વચ્ચે ખાસ સ્થાન અપાવ્યું છે. 17 સપ્ટેમ્બર 1950માં વડનગરમાં તેમનો જન્મ થયો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. શરૂઆતના કાર્યકાળમાં પોસ્ટર બોય તરીકે કામ કરનાર નરેન્દ્ર મોદી સત્તાના શિખર પર આસીન છે. પીએમ મોદીનું ભાષણ હોય કે કામ કરવાની શૈલી. પોતાની કૂટનીતિથી દેશમાં વિરોધી પક્ષોની તો વૈશ્વિક મંચ પર દુશ્મનોની બોલતી બંધ કરી દીધી છે. આઝાદ ભારતને પહેલા એવા પ્રધાનમંત્રી મળ્યા જે માત્ર બોલતા જ નથી પરંતુ કામ પણ કરે છે. જેનો પરચો આખી દુનિયાને મળી ચૂક્યો છે.

વડનગરમાં થયો જન્મ

PM MODI LIFE JOURNEY નરેન્દ્રમોદીનો જન્મનું વર્ષ હતું 1950. સપ્ટેમ્બર મહિનાની 17 તારીખ. નરેન્દ્ર મોદી પાંચ ભાઈ-બહેનમાં ત્રીજા નંબર પર હતા. તેમના પિતા વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચવાનું કામ કરતા હતા. ત્યારે નરેન્દ્ર પણ પોતાના પિતાના કામમાં મદદ કરતા હતા. નરેન્દ્ર સ્કૂલનો અભ્યાસ કરીને સ્ટેશન પર ચા વેચવાનું કામ કરતા હતા.

8 વર્ષની ઉંમરે આરએસએસમાં જોડાયા

8 વર્ષની ઉંમરમાં નરેન્દ્ર RSS સાથે જોડાઈ ગયા હતા. ત્યારબાદ સ્નાતક થયા પછી તેમણે પોતાનું ઘર છોડી દીધું હતું. જેના પછી 2 વર્ષ સુધી આખા ભારતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન અનેક ધાર્મિક કેન્દ્રોની પણ મુલાકાત લીધી. 1970માં તે ગુજરાત આવ્યા અને RSSમાં કાયમી કાર્યકર્તા બની ગયા. 1985થી તે ભાજપમાં જોડાયા અને 2001 સુધીમાં પાર્ટીના અનેક પદો પર રહ્યા. જ્યાંથી તે ધીમે-ધીમે ભાજપમાં સેક્રેટરીના પદ પર પહોંચ્યા હતા.

2001મા સંભાળી ગુજરાતની કમાન

PM MODI ગુજરાતમાં ભૂકંપ પછી તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની તબિયત લથડી હતી. સાથે જ ખરાબ સાર્વજનિક છબીના કારણે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી ધારાસભ્ય પણ નહતા અને તેમને ગુજરાતની કમાન સોંપવામાં આવી હતી.

રાજકોટથી લડ્યા પ્રથમ ચૂંટણી

જોકે નરેન્દ્ર મોદીની આ સફર એટલી સરળ ન હતી. 2001માં તેઓ રાજકોટ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસના અશ્વિન મહેતાને 14 હજાર 728 મતથી હાર આપી હતી. જોકે 27 ફેબ્રુઆરી 2002માં ગુજરાતમાં હિંસા ફાટી નીકળી. જેના માટે તેમની સરકારની જવાબદાર ગણવામાં આવી અને તત્કાલીન સીએમ મોદીની ટીકા પણ થઈ. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરેલી SITને કાર્યવાહી માટે કોઈ પૂરાવા મળ્યા નહીં. 2013મા એસઆઈટી કોર્ટે ગુજરાત તોફાનોમાં તેમની ભૂમિકા હોવાની વાત નકારી હતી.

ગુજરાતમાં શરૂ કરી અનેકવિધ યોજનાઓ

પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી હતી. પંચામૃત યોજના, સુજલામ સુફલામ યોજના, કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃ વંદના, બેટી બચાઓ, બેટી પઢાઓ, જ્યોતિગ્રામ યોજના, કર્મયોગી અભિયાન, કન્યા કલાવાણી યોજના, બાલભોગ યોજનાઓ શરૂ કરવાનો શ્રેય તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને જાય છે.

આ પણ જુઓ : ભુપેન્દ્ર સરકારનું મંત્રીમંડળ

ભાજપને લોકસભામાં અપાવી ઐતિહાસિક જીત

PM OF INIDA ગોવામાં ભાજપની કાર્યસમિતિ દ્વારા તેમને 2014 લોકસભા ચૂંટણીની કમાન સોંપવામાં આવી. અને તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જે સંકલ્પ નરેન્દ્ર મોદીએ લીધો હતો તેને સાકાર પણ કરી બતાવ્યો. 2014ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 282 બેઠકો જીતીને અભૂતપૂર્વ સફળતા મેળવી. એક સાંસદ તરીકે વારાણસી અને વડોદરા બંને જગ્યાએથી ભવ્ય વિજય મેળવ્યો હતો.

બન્યા ભારતના પ્રધાનમંત્રી

ઔપચારિક રીતે પહેલીવાર પીએમ મોદીએ સરકારની કમાન સંભાળી હતી. તેમણે એકલાહાથે ભાજપને કેન્દ્રમાં સફળતા અપાવી. નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ ભાજપે કોંગ્રેસના સૂંપડા સાફ કર્યાં અને કેન્દ્રમાં સરકાર બનાવી. મોદી પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા પણ બન્યા અને સૌથી મોટો કેમ્પેનર પણ. 2014ની ચૂંટણીમાં અબ કી બાર મોદી સરકારે ધૂમ મચાવી… અને નરેન્દ્ર મોદી નામ ગુજરાતથી નીકળીને આખા ભારતમાં ગૂંજતું થઈ ગયું હતું.

પહેલાં કાર્યકાળમાં લીધા મહત્વપૂર્ણ નિર્ણયો

પહેલાં કાર્યકાળમાં મોદીએ એવા મહત્વના નિર્ણયો લીધા હતા. જેના કારણે તેમની છાપ કડક પ્રધાનમંત્રી તરીકેની ઉભરી. પહેલા કાર્યકાળમાં સર્જિકલ સ્ટ્રાઈક, નોટબંધી, સ્વચ્છ ભારત અભિયાન, જન ધન યોજના, જીએસટી, રેલવેનું વિલીનીકરણ, ફ્રી એલપીજી કનેક્શન, બુલેટ ટ્રેન, મેક ઈન ઈન્ડિયા, અને ડિજિટલ ઈન્ડિયા જેવી મહત્વના નિર્ણયો લીધા હતા.

સ્વયંસેવકથી PM સુધી

PMO 2014 ની લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નામે લડવામાં આવી હતી. ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો અને પ્રથમ વખત સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવી. 2019 ની લોકસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીએ આ પરાક્રમનું પુનરાવર્તન કર્યું અને સતત બીજી વખત વડાપ્રધાન બન્યા. સંઘના સ્વયંસેવકથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીની યાત્રા મુખ્યમંત્રી પદથી વડાપ્રધાન પદ સુધી પહોંચી અને આજે તેઓ દેશના સર્વોચ્ચ નેતા છે.

દરેક સંકટમાં પણ લીધા મજબૂત નિર્ણયો

2020ની શરૂઆતથી જ દેશ પર કોરોનાનું સંકટ સામે આવ્યું હતું. કોરોના કાળમાં પીએમ મોદીએ દેશભરમાં લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી હતી. કોરોના કાળમાં દેશ સામે અનેક સમસ્યા હતી પરંતુ પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આ મુશ્કેલીમાંથી પણ બહાર આવ્યો હતો. દેશમાં જ પીએમ મોદીએ વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આજે દેશમાં 76 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment