વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ચાર દિવસની મુલાકાતથી સ્વદેશ પરત ફર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પોર્ટ પર ઉતર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ખુદ એરપોર્ટ પહોંચ્યા હતા. આ સાથે, તમામ ભાજપના કાર્યકરો એરપોર્ટની બહાર વડાપ્રધાનના સ્વાગત માટે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો વડાપ્રધાનના સ્વાગત માટે પરંપરાગત વસ્ત્રો સાથે એરપોર્ટ પર પહોંચ્યા હતા.
અમેરિકામાં અનેક દેશના નેતાઓ સાથે કરી મુલાકાત
કોરોના સમયગાળા દરમિયાન પીએમ મોદીની એશિયા બહાર આ પ્રથમ મુલાકાત હતી. અમેરિકા પ્રવાસમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળ્યા હતા. સાથે જ જાપાન અને ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે મુલાકાત કરી હતી. ચાર દેશોના જૂથે ક્વાડની બેઠકમાં ભાગ લીધો હતો. આ સિવાય તેઓ અમેરિકાના ટોચના સીઈઓને પણ મળ્યા હતા.
આ પણ વાંચો:UNGA માં પીએમ મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન
વિશ્વના મંચ પર ભારતનો ડંકો માટે મોદીજીને અભિનંદન: જેપી નડ્ડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચેલા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદીએ વૈશ્વિક નેતા તરીકે કરેલા કાર્ય માટે સમગ્ર વિશ્વમાં તેમના ચાહકો વતી હું તેમને અભિનંદન આપું છું.” દિલ્હીના લોકો સવારથી જ તેમના નેતાના સ્વાગત માટે આવ્યા છે. પ્રધાનમંત્રી દેશની જનતાની સેવામાં રાત -દિવસ લાગેલા હોય છે. તેઓ ભારતના વિચારોને વિશ્વના મંચ પર સંપૂર્ણ તાકાત સાથે મૂકી રહ્યા છે.
સમગ્ર દેશ વતી પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો
જેપી નડ્ડાએ કહ્યું, “કોરોના સંક્રમણના બે વર્ષ પછી, તેમને અમેરિકા જવાની તક મળી છે. તેમનીઆ મુલાકાત ખૂબ જ ટૂંકી હતી, પરંતુ સંપૂર્ણ વ્યસ્તતા સાથે, તેમણે તે લોકો સાથે વાતચીત કરી જેઓ દેશ અને વિશ્વના રાજકારણમાં મહત્વ ધરાવે છે. તમારા બધા વતી, હું તેમને અભિનંદન આપું છું અને સ્વાગત કરું છું. જેપી નડ્ડાએ કહ્યું કે, સમગ્ર વિશ્વની નજરમાં મોદીજીના નેતૃત્વમાં ભારત બદલાઈ ગયું છે અને ભારતને બદલાયેલી નજરે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની મિત્રતા ખૂબ જૂની છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ પોતાના નિવેદનમાં આ વાત કહી છે.
પીએમ મોદી પોતાની સાથે 157 પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ લાવ્યા
વડાપ્રધાન મોદી તેમની અમેરિકાથી 157 પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ સાથે લાવ્યા છે. અમેરિકાએ પ્રધાનમંત્રી સમક્ષ આ કલાકૃતિઓ અને વસ્તુઓ ભેટ કરી છે. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને વસ્તુઓ 11 મીથી 14 મી સદીની છે. પીએમઓએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ આ કલાકૃતિઓને ભેટ કરવા બદલ અમેરિકાનો આભાર માન્યો હતો. તેમના મતે, વડા પ્રધાન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ચોરી, ગેરકાયદેસર રીતે ચાલતા વેપાર અને સાંસ્કૃતિક ચીજોની દાણચોરીને રોકવાના પ્રયાસોને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.
समस्त भारतीयों को गौरवान्वित करने वाली अमेरिका की सफल यात्रा से वापसी पर प्रधानमंत्री श्री @narendramodi जी का करोड़ों देशवासियों की ओर से स्वागत किया। प्रधानमंत्री जी द्वारा वैश्विक मंच पर भारत का पक्ष मजबूती से रखने तथा विश्व में भारत का मान बढ़ाने के लिए उनका हृदय से धन्यवाद। pic.twitter.com/Qm0PiItjRa
— Jagat Prakash Nadda (@JPNadda) September 26, 2021
PM મોદીએ નામ લીધા વગર UNGA માં પાકિસ્તાન અને ચીન પર પ્રહાર કર્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. આ ભાષણમાં પીએમએ વિશ્વ મંચ પરથી ચીન અને પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. આતંકવાદ પર પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. તેમજ તેમણે વિશ્વને ચીનની વિસ્તરણવાદી નીતિઓ વિશે ચેતવણી પણ આપી હતી. વડાપ્રધાન મોદીના સંબોધનમાં અફઘાનિસ્તાનનો મુદ્દો પણ હતો. આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં જ કેટલા સુધારાની જરૂર છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4