Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝપીએમ મોદી પહેલા એવા વડાપ્રધાન કે જે કરશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા બેઠકની અધ્યક્ષતા

પીએમ મોદી પહેલા એવા વડાપ્રધાન કે જે કરશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા બેઠકની અધ્યક્ષતા

pm to chari unsc meet
Share Now

વડાપ્રધાન મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષા મામલે યોજાનારી ઓપન ડિબેટની અધ્યક્ષતા કરશે. આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષા મુદ્દે યોજાનાર ઓપન ડિબેટમાં ભારત વતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિબેટની અધ્યક્ષતા સંભાળશે. આ ડિબેટ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાશે. આ ડિબેટ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.

PM મોદી પહેલા આવા વડાપ્રધાન

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઓપન ડિબેટની અધ્યક્ષતા કરનાર પહેલા વડાપ્રધાન બનશે પ્રધાનમંત્રી મોદી. આ રીતે ભારત માટે આ મોટો દિવસ છે. જણાવી દઈએ કે ભારત આ વર્ષે ઓગસ્ટ મહિના માટે UNSC ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારતે પણ 1 ઓગસ્ટથી આ જવાબદારી સંભાળી છે. યુએનએસસીમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ માત્ર પાંચ કાયમી સભ્યો છે. અત્યારે ભારત સુરક્ષા પરિષદમાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય છે.આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભાગ લેશે.

આ દેશોના નેતાઓના હાજરી આપવાની અપેક્ષા

નાઇજરના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ, વિયેતનામના વડાપ્રધાન, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોઇન બ્લિન્કેન, કોંગોના રાષ્ટ્રપતિ પણ આ ચર્ચામાં ભાગ લઇ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ ચર્ચાનો ભાગ બનશે.

આ પણ વાંચો : મિસ્ટર મોદી, અમને સાંભળો, સંસદ મોન્સૂન સત્ર

1 ઓગસ્ટથી આવતા એક મહિના સુધી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવવાની છે. ભારત પોતાની અધ્યક્ષતા હેઠળ સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપના અને આતંકવાદ પર આકરો પ્રહાર કરવા માટે તૈયાર રહેશે. મહાસભા અધ્યક્ષના કાર્યાલયથી મળેલી જાણકારી અનુસાર, ભારતનાં રાજદૂત ટીએસ તીરુમૂર્તિએ યુએન મહાસભા પ્રમુખને ભારતની અધ્યક્ષતા દરમિયાન થનાર ગતિવિધિથી વાકેફ કરાવ્યા હતા.

આ મુખ્ય મુદ્દાઓ રહેશે

જે વિષય પર ચર્ચા થવાની છે એ વિષય છે- સમુદ્ર સુરક્ષા વધારવી-આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી. . આ મુદ્દા પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની અધ્યક્ષતા પણ કરશે અને કઠોર રણનીતિ બનાવવા પર ધ્યાન આપશે. તિરુમૂર્તિએ કહ્યું હતું કે ભારત પરિષદની અંદર અને બહાર આતંકવાદ સામે લડવા પર ભાર આપતું આવ્યું છે. અમે આતંકવાદ સામે લડવાના પ્રયાસો મજબૂત કર્યા છે અને આતંકવાદને પોષણ આપનાર ધન અને તમામ પાસાઓ પર ધ્યાન આપ્યું છે. તો આ બાબતે ઘટતી જાગરૂકતા પર પ્રકાશ પાડવા માટે પ્રયત્નો કર્યા છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ચર્ચામાં યુએનએસના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને ત્યાંની સરકારના મુખ્ય લોકો સામેલ થઈ શકે છે. પીએમઓએ કહ્યું- “કોઈ પણ દેશ દરિયાઈ સુરક્ષાના વિવિધ પાસાઓ વિશે ચિંતા કરી શકતો નથી, તેથી યુએનએસસીમાં વ્યાપક વિષય તરીકે તેને આગળ વધારરો મહત્વપૂર્ણ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment