Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝMP : નરેન્દ્ર સિંહ તોમરે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત વખતે વિરોધનો સામનો કરવો પડ્યો, જાણો તેનુ કારણ

MP : નરેન્દ્ર સિંહ તોમરે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત વખતે વિરોધનો સામનો કરવો પડ્યો, જાણો તેનુ કારણ

Share Now

કેન્દ્રીય કૃષિ મંત્રી (Agriculture Minister) નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) ગઇકાલે શનિવારે મધ્યપ્રદેશમાં પૂર પ્રભાવિત શેઓપુરમાં હતા. તે સમયે મંત્રીને અહીંના સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા તે દરમિયાન તેના કાફલાને ઘેરી લીધો હતો. આ શહેર ઉત્તર મધ્ય પ્રદેશના મુરૈના લોકસભા મતવિસ્તારનો ભાગ છે, જ્યાંથી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) સાંસદ છે. અહીં અઠવાડીયાની શરૂઆતમાં ભારે વરસાદ (Heavy Rain) થયો હતો.

 

કૃષિ મંત્રી પૂર પીડિતોને મળ્યા

નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) જ્યારે શહેરના કરાટીયા બજારમાં પૂર પીડિતોને મળવા ગયા, ત્યારે લોકોએ કહ્યું કે તે ખૂબ મોડા આવ્યા છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, તે પોતાની કારમાંથી નીચે ઉતરી અને રડતી મહિલાઓ સહિત અન્ય લોકોને સાંત્વના આપી હતી.

ભારે વિરોધનો સામનો કરવો પડ્યો

ખાનગી મીડિયાના એક અહેવાલ મુજબ, નાખુશ ગ્રામજનોએ માત્ર તેમની કારનો જ ઘેરાવ કર્યો એટલું જ નહીં પણ તેની સામે સૂઈ ગયા હતા. સુરક્ષા કર્મચારીઓએ લોકોને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા અને તે સમયે જ કૃષિ મંત્રી (Agriculture Minister) નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કારમાંથી ઉતરીને લોકોની સમસ્યાઓ સાંભળવી પડી હતી.

સ્થાનિકોએ કૃષિ મંત્રીને ફરિયાદ કરી

લોકોએ કૃષિ મંત્રી (Agriculture Minister) નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)ને ફરિયાદ કરી હતી કે તેને સમયસર પૂર વિશે ચેતવણી આપવામાં આવી ન હતી અને જે જિલ્લા વહીવટીતંત્રની નિષ્ફળતા હતી. લોકોએ કહ્યું કે પૂરને પગલે વીજળી કાપવામાં આવી અને સંચારની સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ તેમને આ અંગે કોઈ પૂર્વ માહિતી પણ આપવામાં આવી ન હતી. શ્યોપુરના પોલીસ અધિક્ષક સંપત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે લોકોએ મંત્રીને ફરિયાદ કરી હતી કે તેમને મોડી રાહત આપવામાં આવી છે, પરંતુ કૃષિ મંત્રી (Agriculture Minister) ના કાફલામાં કોઈ પણ વાહનને નુકસાન થયું નથી.

મંત્રીએ કહ્યું…

આ સમગ્ર ઘટના બાદ કૃષિ મંત્રી (Agriculture Minister) નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, સ્થાનિક વહીવટીતંત્ર બેદરકાર રહ્યું છે. તેમણે કહ્યું કે ડેમ તૂટવાની અફવાએ પણ મોટી સમસ્યા ઉભી કરી છે. તેમણે વચન આપ્યું કે જિલ્લાને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે.

એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યુ કે ગ્વાલિયર અને ચંબલ વિસ્તાર પૂરના કારણે પ્રભાવિત થયા છે. લોકો અને અધિકારીઓ પાસેથી પરિસ્થિતિથી વાકેફ થયો છું. અમે પાણી અને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. હું લોકોને કહેવા માગુ છુ કે કેન્દ્ર અને રાજ્યની સરકાર, ભાજપ તેની સાથે છે.  

આ વિરોધ પ્રદર્શન બાદ શ્યોપુર જિલ્લા અધિકારી અને એસપીની બદલી કરી નાખવામાં આવી છે. જણાવી દઇએ કે મધ્ય પ્રદેશ (Madhya pradesh)માં ભારે વરસાદ (Heavy Rain)ના પગલે આવેલા પૂર (Flood)થી રાજ્યને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે. સૂબેમાં પૂર (Flood) અને તે સાથે જોડાયેલા કેટલાક અકસ્માતો (Accident)માં 24 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1250 ગામ પ્રભાવિત થયા છે. ભારે વરસાદ (Heavy rain)ના પગલે ગ્વાલિયર, શિવપુરી, ગુના, શ્યોપુર, દતિયા, અશોકનગર, ભિંડ અને મુરૈનામાં ભારે માત્રામાં નુકસાન થયુ છે.

8 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ

પૂર (Flood)માં ફસાયેલા લોકોને બચાવવામાં એનડીઆરએફ (NDRF), એસડીઆરએફ (SDRF), વાયુસેના અને સેના (Army) લાગી છે. અત્યાર સુધીમાં આ તમામ બચાવ દળ દ્વારા 8 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. સૂબેમાં પૂરના ખતરાને જોતા 20 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. હાલમાં મુરૈના, શિવપુરી, ભિંડ, શ્યોપુર અને અશોકનગરમાં લોકોને બચાવવા માટે આર્મીનું એક ગૃપ કામ કરી રહ્યુ છે. જ્યારે એનડીઆરએફ (NDRF)ના 8 યુનિટ પણ તૈનાત છે. તદઉપરાંત 3 હેલીકોપ્ટર, એસડીઆરએફ (SDRF)ની 29 ટીમ પણ ખડેપગે તૈનાત છે.

20 હજારથી વધુ મકાન તુટી ગયા

મધ્ય પ્રદેશ (Madhya pradesh)માં ભારે વરસાદ (Heavy Rain)ના પગલે પૂરએ પોતનું રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. એમપી (MP)માં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ મકાન તુટી ગયા છે. તદઉપરાંત નદીમાં ભારે માત્રમાં પાણીના વહેણના પગલે 6 પુલ તુટીને પાણીમાં વહી ગયા છે. જણાવી દઇએ કે મધ્ય પ્રદેશ (Madhya pradesh)ના ગ્વાલિયરમાં ભારે વરસાદ (Heavy Rain)અને ડેમમાંથી છોડવામાં  આવેલા પાણીના પગલે હાલત કાબુ બહાર થઇ ગઇ છે. રાહત બચાવ માટે સેના અને વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. વાયુસેનાના હેલીકોપ્ટર દ્વારા લોકોને બચાવવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે વરસાદ (Heavy Rain)ના પગલે રેસ્ક્યુ કરવામાં પણ સેના અને વાયુસેનાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ગામની સ્થિત અત્યંત ખરાબ છે. ગામમાં પાણીના ભારે વહેણના પગલે રેસ્ક્યુ ટીમ પણ પહોંચી શકતી નથી. લોકો પહાડ, મંદિર, ખુલ્લા મેદાન અને ટ્રેક્ટરની ટ્રોલીમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. 

આ પણ વાંચો : મધ્ય પ્રદેશમાં ભારે વરસાદે 20 થી વધુ લોકોના જીવ લીધા 

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment