Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeભક્તિનરહડ: એ દરગાહ જ્યાં જન્માષ્ટમી પર મુસ્લિમ કરે છે ભગવાન શ્રી ક્રિષ્નાની પુજા

નરહડ: એ દરગાહ જ્યાં જન્માષ્ટમી પર મુસ્લિમ કરે છે ભગવાન શ્રી ક્રિષ્નાની પુજા

Narhad dargah
Share Now

આજે શ્રાવણનો સોમવાર અને ભગવાન શીવનો દિવસ તેમજ સાથે સાથે શામ, દામ, દંડ, ભેદ અપનાવીને કર્મનો માર્ગ બતાવનારા શ્રી ક્રિષ્નાનો જન્મ દિવસ છે. દેશ ભરમાં જ્યારે જન્માષ્ટમીની ધુમ મચી રહી છે, ત્યારે જન્માષ્ટમીના દિવસે ભગવાન ક્રિષ્નાનો જન્મ થયો એ આપણે સૌ જાણીએ જ છીએ, તેમની લીલાઓ પણ એટલી છે કે ગણાય કે વર્ણવી ના શકાય, ત્યારે આજે OTT India પર અમે તમને એક એવી દર્ગાહ (Narhad dargah) વિશે જણાવીશુ જ્યાં મુસ્લિમ (Muslims) લોકો નઠખટ નંદલાલાની પુજા કરે છે.

(Rajasthan)રાજસ્થાનમાં આવેલી છે, નરહડ દરગાહ

narhad

Image Courtsey: Wikipedia

રાજસ્થાનના જયપુરથી લગભગ 200 કિમી દુર આવેલી છે આ દરગાહ,ઝુઝુંનું નામના જીલ્લામાં સ્થિત નરહડ દરગાહમાં જન્માષ્ટમીના મેળાનું પણ આયોજન કરવામા આવે છે. કાનુડાના જન્મદિવસ નિમિત્તે અહીં લોકો દરગાહ પર પહોંચીને કાનુડાના જન્મની ખુશીઓ મનાવે છે.

આ સાથે જ ગીત અને પ્રેમમાં સુફી ગીત ગાવામાં આવે છે, એટલે કે, શ્રી ક્રિષ્ના ના જન્મદિવસ પર મુસ્લિમ સમુદાયના લોકોમાં પણ જન્માષ્ટમી પર્વ મનાવવામાં આવે છે.

  • રાજસ્થાનના જયપુરથી લગભગ 200 કિમી દુર આવેલી છે આ દરગાહ
  • આ દરગાહની માટીને શરીર પર લગાવવાથી અનેક રોગોથી છુટકારો મળે છે.
  • નરહડ દરગાહમાં જન્માષ્ટમીના મેળાનું પણ આયોજન
  • નરહડ દરગાહમાં ભરનારા મેળામાં હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાખો જાયરીન આવે છે.
  • શક્કરબાર સાહેબની દરગાહમાં એક જાળ નો એક વિશાળકાય વૃક્ષ છે, જેમાં લોકો પોતાની મન્નતના ધાગા બાંધે છે.

શ્રી ક્રિષ્ના જન્માષ્ટમી પર નરહડ દરગાહમાં ભરનારા મેળામાં હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાખો જાયરીન આવે છે. પણ કોરોના મહામારીના કારણે લોકોની ભીડ ઓછી જોવા મળે કે તેની અસર ઉત્સવોમાં પડી શકે છે. રાજસ્થાનમાં આવેલું ઝુંઝુનું જિલ્લામાં સ્થિત આ દરગાહ બાબા હાજીબ શકરબાર શાહની દરગાહના નામથી પ્રખ્યાત છે.

આ દર્ગાહનું નામ શકરબાર કેમનું પડ્યુ?

રાજસ્થાનમાં આવેલું ઝુંઝુનું જીલ્લામાં સ્થિત આ દરગાહનું નામ શકરબાર પડવા પાછળ પણ એક કહાની છે, કારણ કે પહેલાં અહીં દરગાહની ગુમ્બદથી શક્કરનો વરસાદ થતો હતો, આ સ્થાન પ્રતિ લોકોની ઘણી માન્યતા છે, શક્કરબારશાહ અજમેરની સુફી સંત ખ્વાજા મોઇનુદીન ચિસ્તી ના સમકાલિન હતી, તેમજ તેમની જ જેમ એક સિદ્વ પુરુષ હતા, શક્કબાર શાહ અજમેર ની સુફી સંત ખ્વાજા મોઇનુદ્રીન ચિસ્તી ના સમકાલિન હતા, તથા તેમની જ જેમ એક સિદ્વપુરુષ પણ હતા, શક્કરબાર સાહેબની દરગાહમાં એક જાળ નો એક વિશાળકાય વૃક્ષ છે, જેમાં લોકો પોતાની મન્નતના ધાગા બાંધે છે.

 Dargah

PICS : Patrika News

આ દરગાહ અનેકતામાં એકતા ની મિશાલ કહી શકાય, અહીં હજારોની સંખ્યામાં અકીદતમંદ પહોંચે છે, પણ જન્માષ્ટમી પર અહીં 3 દિવસનો મેળો ભરાય છે, જેમાં બધા જ ધર્મના લોકો એક સાથે સામેલ થાય છે, રાજસ્થાનમાં આવેલી આ દરગાહ ની માટી પ્રત્યેની પણ લોકોની ઘણી માન્યતા છે, અકીદતમંદ શ્રદ્વા થી પોતાના સાથે અહીં એક માટી પણ લઇ જાય છે. આ માટીને લઇને લોકોના માન્યતા છે કે, જો આ દરગાહની માટીને શરીર પર લગાવવાથી અનેક રોગોથી છુટકારો મળે છે.

 

આ પણ વાંચો: જન્માષ્ટમી: દ્વારિકાથી ડાકોર આવ્યા રણછોડજી, શું છે એ કહાની?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment