Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝસતત વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 17 સે.મી.નો થયો વધારો

સતત વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 17 સે.મી.નો થયો વધારો

Narmada Dam
Share Now

ભારે વરસાદને કારણે નર્મદા ડેમ(Narmada Dam)ની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 17 સેમીનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી વધીને 126.09 મીટરે પહોંચી ગઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલ સતત વરસાદી વાતાવરણના લીધે 63.70% ડેમ છલકાઈ ગયો છે. સતત વરસાદને કારણે ડેમનું પાણી ડેમના દરવાજા કરતા 4.17 મીટર ઉપર વહી રહ્યું છે. હવે નર્મદા ડેમ 12.59 મીટર જ ભરાવવાનો બાકી રહે છે.

Narmada Dam ની સપાટી

હાલ આજે સવારના 10 વાગ્યાનું ડેમનું લેવલ 126.09 મીટરે પહોચ્યું છે. છેલ્લા એક કલાકમાં પાણીની આવક 23 હજાર ક્યુસેક એટલે કે 6.53 લાખલિટર પ્રતિ સેકંડે થઈ રહી છે. નર્મદા ડેમનું ફૂલ ડેમ લેવલ 138.68 મીટર (455 ફૂટ) છે જયારે કોંક્રિટ સુધી ટોટલ લેવલ 121.92 મીટર (400 ફૂટ)છે જે ડેમ આ સપાટી વટાવી ચુક્યું છે.

(Narmada Dam)

આ પણ વાંચોઃ-  નાંદોદ તાલુકાના કુમસગામના વિદ્યાર્થીઓનું રસ્તા રોકો આંદોલન, માંગણી નહીં સંતોષાય તો…

ડેમના 30 દરવાજા બનાવવામાં આવેલા છે. જે દરવાજા ની ઊંચાઈ અને 16.76 મીટર(55 ફૂટ) દરવાજાની પહોળાઈ :- 18.30 મીટર(60 ફૂટ) છે.  હાલ કેનાલમાં 50 મેગાવોટનું એક ટર્બાઇન ચાલુ છે. જયારે રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટના એક પણ ટર્બાઇન ચાલુ નથી. હાલ તેને બંધ રાખવામાં આવ્યો છે. નર્મદા ડેમ(Narmada Dam)માં સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. 24કલાકમાં 27સેમીનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 22978 ક્યુસેક છે જયારે 4932 ક્યુસેક જાવક થઈ રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment