Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝનર્મદા ડેમ પર મોટું જળ સંકટ, ડેમમાં આ વર્ષે 50%થી પણ ઓછું પાણી!

નર્મદા ડેમ પર મોટું જળ સંકટ, ડેમમાં આ વર્ષે 50%થી પણ ઓછું પાણી!

Share Now

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની (Narmada Dam) સ્થિતિ ચાલુ વર્ષે ચિંતાજનક છે. નર્મદા જિલ્લામા ઓગસ્ટમાં ખાસ વરસાદ પડયો નથી. જેના કારણે નર્મદા ડેમમાં આ વર્ષે 50%થી પણ ઓછું પાણી છે. જે ચિંતાનો એક મોટો વિષય બન્યો છે.

નર્મદા ડેમમાં આ વર્ષે 50%થી પણ ઓછું પાણી

  • 6સપ્ટેમ્બરે નર્મદા ડેમની સપાટી હજુ 117.54 મીટર પર જ પહોંચી
  • ગતવર્ષ કરતા આ વર્ષે ડેમની જળ સપાટી 18.21 મીટર ઓછી 
  • નર્મદા ડેમના કેચમેન્ટમાં વરસાદ જોઈએ તેટલો પડતો નથી.
  • મધ્ય પ્રદેશના ઉપરવાસમા પણ પૂરતો વરસાદ ન હોવાથી, નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી
  • નર્મદા ડેમના ટીપે ટીપા પાણીનો કર કસર પૂર્વક ઉપયોગ કરવો એજ એક માત્ર ઉપાય

આ વર્ષે નર્મદા ડેમમાંથી (Narmada Dam) સિંચાઈ માટે પાણી નહીં મળે

સપ્ટેમ્બર માસની શરૂઆત થઈ ગઈ છે. તેમ છતાં નર્મદા ડેમ હજુ સંતોષકારક ભરાયો નથી. ગત વર્ષે સપ્ટેમ્બરમા જળ સપાટી ૧૩૫.૬૮ મીટર હતી. જ્યારે આ વર્ષે માંડ હજુ117.54 મીટર પર જ પહોંચી છે. હજી પણ નર્મદા ડેમના કેચમેન્ટમાં વરસાદ જોઈએ તેટલો પડ્યો નથી. ત્યારે ગતવર્ષ કરતા આ વર્ષે ડેમની જળ સપાટી18.21 મીટર ઓછી છે. ત્યારે ડેમ સંપૂર્ણપણે ૧૩૮.૬૮ મીટર સુધીઆ વર્ષે ભરાશે કે કેમ ? તે એક પ્રશ્નાર્થ છે. કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે સારો વરસાદ હતો. પરંતુ ત્યારબાદ નર્મદા ડેમના ઉપરવાસમાં ચોમાસુ લંબાઈ ગયું છે. જેના કારણે પાણીની આવક જોઈએ તેવી નથી.

સરકારે નર્મદા ડેમમાથી (Narmada Dam) સિંચાઈ માટે ખેતી માટે પાણી નહીં મળે તેવી જાહેરાત કરી છે. પાણીનો જે બચેલો જથ્થો છે તે પીવાના પાણી માટે સ્ટોરેજ કરવા પર સરકાર ભાર મૂકી રહી છે. ત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નર્મદા ડેમ જયારે છલોછલો ભરાતો હતો. ત્યારે આજે ડેમો ખાલીખમ ભાસે છે.

Narmada Dam has less than fifty percentage water

ગુજરાત સરકાર સ્ટેચ્યુ પર પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસીઓ ક્રુઝ બોટની મઝા માણી શકે, તે માટે હજારો ક્યુસેક પાણી નર્મદામાં છોડીને વિયર ડેમ ભરવામાં આવ્યો છે એ કેટલુ યોગ્ય છે?

બીજી તરફ ખેદની અને આશ્ચર્યની વાત એ છે કે હાલ ગુજરાતની જનતાને અને ખેડૂતોને પીવાના અને સિંચાઈના પાણી માટે ફાંફા છે. ત્યારે ગુજરાત સરકાર સ્ટેચ્યુ પર પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસીઓ ક્રુઝ બોટની મઝા માણી શકે તે માટે હજારો ક્યુસેક પાણી નર્મદામાં છોડીને વિયર ડેમ ભરવામાં આવી રહ્યો છે એ કેટલુ યોગ્ય છે? પ્રવાસીઓ કૃઝ બોટની તો મઝા માણી રહ્યા છે પણ  ખેડૂતોને આપવામાં આવતું સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે પ્રવાસીઓ ખુશ કરવાની ઉતાવળમાં ખેડૂતોની આંખમાં આંસુ આવે તેવી નોબત આવી છે. રાજ્યમાં ખેડૂતો માટે જળ સંકટ ઉભું ના થાય તે જોવાની જવાબદારી પણ રાજ્ય સરકારની બને છે.

બે વર્ષથી ડેમ છલોછલ ભરીને નર્મદાના નિરના વધામણાં કરાતા હતા. હવે 17મીએ નર્મદા ઘાટ પર વડા પ્રધાન મહા આરતી કરશે તે માટે નર્મદા ડેમથી વિયરડેમ સુધીનું 12 કિમિનું સરોવર ભરવામાં આવી રહ્યું છે. હવે 11દિવસમાં આ સરોવર છલોછલ ભરાવું પણ મુશ્કેલ છે.

ગત વર્ષે પાણીની આવક એક લાખ કયુસેક

આજે  સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 117.54 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૬૮ મીટરે હતી અને પાણીની આવક એક લાખ કયુસેક હતી. લાઈવ સ્ટોરેજ પણ ૪૭૨૩ મિલિયન કયુબીક મીટર હતું.

ત્યારે આજે નર્મદા ડેમની સપાટી માંડ મીટરે 117.54 પહોંચી છે. પાણીની  આવક નામ માત્ર કહી શકાય તેટલી 4601 ક્યુસેક છે. પાણીનું લાઈવ સ્ટોરેજ ૮૬૩.૭૦ મિલિયન ક્યુબીક મીટર છે. મુખ્ય કેનાલમાં પણ હવે પીવાનું પાણી આપવા જરૂરિયાત મુજબ 4393 ક્યુસેક પાણી છોડવામાંઆવી રહ્યું છે.

જો મુશળધાર વરસાદ પડે તો ડેમ ભરાઈ!

સપ્ટેમ્બર મહિનામાં નર્મદાડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશમાં ભરપુર વરસાદ પડ્યો હોય તેવું ભૂતકાળમાં બન્યું છે. તો આવખતે એક આશા છે કે સપ્ટેમ્બરમહિનો હજુ વીત્યાને 6 જ દિવસથયા છે. ત્યારે હજી પણ મુશળધાર વરસાદ પડે તો ડેમ આ વખતે પણ ભરાઈ શકે. જોકે હાલની ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના જળસંગ્રહની સ્થિતિ ચિંતાજનક જરૂર કહી શકાય.

Narmada Dam has less than fifty percentage water

નર્મદા બંધ (Narmada Dam) ઉપર મોટુ જળ સંકટ

આગામી દિવસોમાં નર્મદા બંધ ઉપર મોટુ જળ સંકટ ઉભું થાય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. ચોમાસાની સીઝનને માંડ એક મહિનો બાકી છે. ત્યારે સારો વરસાદ નહીં પડે અને ડેમોમાં પાણીની આવક નહીં થાય તો ખેડૂતોમાટે ખેતીનું આ વર્ષ ચિંતાનું કારણ બની શકે છે. આ વર્ષે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે કે કેમ એ એક મોટો પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. ગત વર્ષે ઓગસ્ટના અંતમાં ડેમની સપાટી 138.68મીટરને પાર કરતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા હતા. ત્યારે વીજ ઉત્પાદન કરતા રિવર બેડ પાવર હાઉસ પણ ધમધમતા હતા આજે 2021માં પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે.

આ પણ વાંચો: જો નર્મદામાં જાવ, તો અહિયાં જવાનું ચુકતા નહિ…

આ વર્ષે નર્મદા જિલ્લામાં અત્યાર સુધીનો સીઝનનો કુલ વરસાદ પણ માત્ર 599 મિમિ નોંધાયો છે. જયારે ગત વર્ષે સપ્ટેમ્બર માં સીઝનનો કુલ વરસાદ 1074 મિમિ હતો. જે ગત વર્ષ કરતા 475 મિમિ ઓછો વરસાદ છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment