Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝMystery of Aliens: એલિયન્સ સાથે સીધો સંપર્ક સાધવા નાસાનો નવો નુસ્ખો

Mystery of Aliens: એલિયન્સ સાથે સીધો સંપર્ક સાધવા નાસાનો નવો નુસ્ખો

nasa-space-life
Share Now

NASA ટીમ સાથે મળીને ઘણા મિશન લોન્ચ કરે છે અને હંમેશા અવકાશ સંબંધિત રહસ્યો શોધવામાં વ્યસ્ત હોય છે. તાજેતરમાં, નાસા વિશ્વ સાથે સંબંધિત રહસ્ય શોધવા માટે ઉત્સુક છે. રહસ્ય એ છે કે નાસા એલિયન્સનો સંપર્ક કરવા માટે આતુર છે. સમાચાર મુજબ, અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ વિજ્ઞાન સાથે પૂજારઓની મદદ લેવાનું નક્કી કર્યું છે, તેથી નાસા હવે એલિયન્સ સાથે વાતચીત કરવા માટે પૂજારીઓની ભરતી કરશે.

નાસા એલિયન્સનો સંપર્ક કરવા આતુર છે

નાસા એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે પૃથ્વી પર અલગ-અલગ ધર્મના લોકો રહે છે, દરેકની વિચારધારા અલગ છે. લોકો એલિયન્સ વિશે શું વિચારે છે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે. નાસાની ટીમનું માનવું છે કે 24 ધર્મશાસ્ત્રીઓની ટીમને સામેલ કરવી જોઈએ. વૈજ્ઞાનિકોની સાથે પૂજારીઓની વિચારધારાને પણ મહત્વ આપવામાં આવશે. કોલિન્સ ની વ્યાખ્યાઅનુસાર, ધર્મશાસ્ત્રીઓ તે છે જેઓ ભગવાન, ધાર્મિક માન્યતાઓ અને ધર્મનો અભ્યાસ કરે છે. પ્રખ્યાત બ્રિટિશ પાદરી ડૉ. એન્ડ્ર્યુ ડેવિસન પણ  પૂજારીઓની ટીમનો ભાગ હશે.

Mystery-of-Aliens

આ પણ વાંચો:ઝીરો શેડો ડે પર બની આ ખગોળીય ઘટના

સવાલ એ થાય છે કે બ્રહ્માંડમાં સેંકડો અબજ આકાશગંગાઓ છે, આકાશગંગામાં અસંખ્ય તારાઓ છે, એવી ઘણી બધી બાબતો છે જેના પર અભ્યાસ બાકી છે અને શોધ ચાલી રહી છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ યુરોપિયન સ્પેસ એજન્સી રોઝીલેન્ડ ફ્રેન્કલિન રોવર આવતા વર્ષથી મંગળની સપાટી પર ડ્રિલિંગ શરૂ કરશે અને અવશેષોની શોધ શરૂ કરવામાં આવશે, જે ઘણા રહસ્યો ખોલશે. (mission to search aliens) આ રીતે નાસા એલિયન્સને શોધવા અને તેમની સાથે વાત કરવા આતુર છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment