અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા બાદ ઈન્ડિયન મુસ્લિમોના કેટલાક સ્ટેટમેન્ટ સામે આવ્યા છે. જેના આધારે બોલિવૂડ એક્ટર નાસીરુદ્દીન શાહે (Naseeruddin Shah) તાજેતરમાં ટિપ્પણી કરી હતી. જે ઘણી વાઈરલ થઈ હતી. તાજેતરમાં તેમણે જણાવ્યું છે કે, કેવી રીતે બોલિવૂડના કેટલાક ફિલ્મમેકર્સ અને એક્ટર્સને પ્રો-એસ્ટેબ્લિશમેન્ટ્સ ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. એક્ટરે કહ્યું છે કે, તેમની પાસે આ બાબતની સાબિતી નથી કે, પ્રોપેગેન્ડા ફિલ્મ બનાવવા માટે ફિલ્મમેકર્સ કે એક્ટર્સને ક્લિન ચીટ આપવાનો વાયદો કરવામાં આવે છે કે નહીં.
Naseeruddin Shah એ જણાવી વાત
વધુમાં તેમણે જણાવ્યું, ‘તેમને સરકાર દ્વારા, સરકાર સમર્થક અને પ્રિય નેતાઓના પ્રયત્નોના વખાણ કરતા ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમને આર્થિક રીતે પણ મદદ કરવામાં આવે છે. તે સાથે જ જો તેઓ પ્રોપેગેન્ડા ફિલ્મો બનાવે છે તો ક્લિન ચીટ આપવાનો વાયદો કરવામાં આવે છે.’
નાસીરુદ્દીન શાહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, જે રીતે મોટા બજેટની ફિલ્મો આવી રહી છે. મોટા લોકો કટ્ટરવાદના એજન્ડાને છુપાડી નથી શકતા.
ઈન્ડસ્ટ્રીએ ક્યારેય મુસ્લિમો સાથે ભેદભાવ કર્યો નથી
ત્રણવાર નેશનલ એવોર્ડ વિનર શાહે એ પણ સ્પષ્ટતા કરી છે કે, તેમણે ક્યારેય મુસ્લિમ હોવાથી ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ ભેદભાવનો અનુભવ કર્યો નથી. જોકે, તેમણે વધુમાં જણાવ્યું છે કે, ઈન્ડસ્ટ્રીમાં એક્ટર્સને તેના મનની વાત કહેવા માટે પણ હેરાન કરવામાં આવે છે.
આ વિશે વાત કરતા પ્રખ્યાત ‘ત્રણેય ખાને’ ચૂપ રહેવાનો નિર્ણય કેમ લીધો છે? નાસીરુદ્દીન કહે છે કે, તેમનો પક્ષ લઈને બોલી નથી શકતા પણ તેમને ખબર હોય છે કે તેમનું શોષણ થઈ શકે છે. તેમણે કહ્યું, ‘તેઓ (ખાન) એ વાતથી પરેશાન છે કે, તેમની સાથે કેવો અત્યાચાર થશે. તેમની પાસે ગુમાવવા માટે ઘણુ બધુ છે.
આ પણ વાંચોઃ- ‘THALAIVI’ વાસ્તવિક વ્યક્તિની ખૂબ જ નજીક આવે તેવી ફિલ્મ. જોવાનું ચૂકશો નહીં.
ઈન્ડિયન મુસ્લિમ એક્ટર્સની સમસ્યાઓ
વેટરન એક્ટરે વધુમાં જણાવ્યું છે કે, આ ફક્ત આર્થિક રીતે પહોંચાડવામાં આવેલી તકલીફ નહીં હોય. એન્ડોર્સમેન્ટને ગુમાવવાનું દુઃખ પણ નહીં હોય, પણ આ તેમના આખા એસ્ટેબ્લિશમેન્ટ્સને ક્ષતી પહોંચી શકે છે. જે પણ બોલવાની હિમ્મત કરે છે તેમનો બહિષ્કાર કરવામાં આવે છે. ‘આ ફક્ત મારા કે જાવેદ સાહેબની વાત નથી. એ કોઈ પણ છે જે આ રાઈટ વિંગ માનસિકતાના વિરુદ્ઘ બોલે છે. જે બંને તરફ વેગ લઈ રહ્યું છે.’
ઉલ્લેખનિય છે કે, નાસીરુદ્દીન શાહે લગભગ પાંચ દાયકાથી ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. તેમણે ‘નિશાંત’, ‘આક્રોશ’, ‘મિર્ચ મસાલા’, ‘અલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હે’, ‘જુનૂન’, ‘મંડી’, ‘અર્ધ સત્ય’, ‘જાને ભી દો’ જેવી કેટલીક સુપરહિટ ફિલ્મો પણ છે. તેમને તેમની ફિલ્મો માટે સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt