Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeકહાનીદુનિયાની સૌથી ટેલેન્ટેડ સ્ટુડન્ટ, ભારતીય મુળની 11 વર્ષની નતાશા પેરી

દુનિયાની સૌથી ટેલેન્ટેડ સ્ટુડન્ટ, ભારતીય મુળની 11 વર્ષની નતાશા પેરી

world's brightest students
Share Now

દુનિયામાં દરેક માતા- પિતાનું સપનું હોય છે, કે તેમના બાળકો ભણવામાં હોંશિયાર બને, બહાર નામ કમાવે તેમજ માતા પિતા અને દેશનું નામ રોશન કરે, ભારતના બાળકો કે યુવાનો વિદેશમાં ભારતનું નામ રોશન કરી રહ્યાં હોય તેવા ઘણા કિસ્સાઓ આપણે જોયા છે, પણ આજે આપણે વાચ કરિશું અમેરિકામાં ભારતનું નામ રોશન કરનારી માત્ર 11 વર્ષની નતાશા પેરીની…

મુળ ભારતીય નતાશા પેરી ( Natasha Peri ) માત્ર 11 વર્ષની ( 11-year old) છે, જેણે આટલી નાની ઉંમરમાં જ પોતાના પરિવાર અને દેશને ગૌરવ અપાવ્યુ છે, એકબાજુ જ્યાં ટોક્યોમાં ઓલમ્પિકમ ચાલી રહી છે, ત્યાં મીરા ચાનુ, લવલીના અને ભારતીય મહિલા હોકી ટીમ હોય કે પછી પીવી સિન્ધુ મેડલ લઇને ઇતિહાસ રચી રહ્યાં છે. ત્યારે આ 11 વર્ષની બાળકી પણ પ્રશંસાને પાત્ર કહી શકાય.

ભારતીય મુળની છાત્ર નતાશા પેરી

book

Image Credit: Google Image

ભારતીય મુળની છાત્ર નતાશા પેરી  (Natasha Peri ) અમેરિકામાં ગિફ્ટેડ એડ્યુકેશન પ્રોગામમાં આ બાળકીને સૌથી ટેલેન્ટેડ બાળકી તરીકે ઘોષિત કરવામાં આવી છે. દુનિયાભરમાં હોશિયાર ટેલેન્ટેડ છાત્રો માટે તેમની વાસ્તવિક શૈક્ષણિક લાયકાત દર્શાવવા એક સીટીવાય દ્વારા પરિક્ષણ કરવામાં આવે છે.

  • મુળ ભારતીય નતાશા પેરી માત્ર 11 વર્ષની
  • ન્યુજર્સી સ્થિત થેલ્મા એલ સેન્ડમાઈર એલિમેન્ટ્રી સ્કૂલમાં SAT, ACT અને અન્ય પરીક્ષાઓમાં સારા પ્રદર્શન માટે સન્માનિત
  • નતાશા પેરીએ વર્ષ 2021 માં  જોન્સ હોપકિન્સ ટેલેન્ટ સર્ચ ટેસ્ટ આપ્યો
  • તાશાની હાઈ ઓનર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી 
  • 84 દેશોના લગભગ 19 હજાર વિધાર્થીઓમાથી સિલેક્શન મેળવ્યુ
  •  ડુડલ બનાવવા તેમજ જે આર ટોલકિનના ઉપન્યાસને વાંચવાથી પરિક્ષા પાસ કરવા માટેની  પ્રેરણા મળી

ન્યુજર્સી સ્થિત થેલ્મા એલ સેન્ડમાઈર એલિમેન્ટ્રી સ્કૂલમાં SAT, ACT અને અન્ય પરીક્ષાઓમાં સારા પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. જે ગૌરવની વાત છે. જોન હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ (CTY) તરફથી આ પરીક્ષાઓનું આયોજન ટેલેન્ટ સર્ચ કરાવવાના અભિયાન તરીકે કરવામાં આવ્યું હતુ.

ભારતીય મુળની નતાશા પેરીએ વર્ષ 2021 માં  જોન્સ હોપકિન્સ ટેલેન્ટ સર્ચ ટેસ્ટ આપ્યો હતો. આ ટેસ્ટમાં તેણે ગ્રેડ 5 માં હતી. મૌખિક વર્ગોમાં નતાશા પેરીનું પરિણામ 90% અંકો સાથે ટોપ લેવલના ગ્રેડ 8 રહ્યા હતા. ત્યારબાદ નતાશાની હાઈ ઓનર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

84 દેશોના છાત્રોમાંથી નતાશાનું થયુ સિલેક્શન

2020-21 પ્રતિભા ટેલેન્ટ સર્ચ ટેસ્ટમાં સામેલ થનારી નતાશા પેરી 84 દેશોના લગભગ 19 હજાર વિધાર્થીઓમાથી સિલેક્શન મેળવ્યુ છે. નતાશા પેરીએ 2021 માં આ પરિક્ષા ધોરણ-5 માં આપી હતી, પેરીએ આ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, આ સમ્માનને મને વધુ સારુ કરવા માટેની પ્રેરણા આપી છે, આ સિવાય તેણે ડુડલ બનાવવા તેમજ જે આર ટોલકિનના ઉપન્યાસને વાંચવાથી આ પરિક્ષા પાસ કરવાની માટેની પ્રેરણા મળી હતી.

 

આ પણ વાંચો: ઓલમ્પિકમાં ભારતીય મહિલા બોક્સર લવલીના ઇતિહાસ રચતા રચતા ચુક્યાં

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment