Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝNational Eye Donation વીક નિમિતે જાણો નેત્ર દાનનું મહત્વ શું છે…

National Eye Donation વીક નિમિતે જાણો નેત્ર દાનનું મહત્વ શું છે…

National Eye Donation
Share Now

નેત્રદાનને મહાદાન ગણવામાં આવે છે કારણ કે, નેત્રદાનથી તમે અંધકારમાં રહેલા વ્યક્તિના જીવનમાં પ્રકાશ લાવી શકો છો. નેત્ર દાનના (National Eye Donation) મહત્વ વિશે જન જાગૃતિ કેળવવી જોઈએ. મૃત્યુ બાદ આંખોનું દાન કરવા માટે લોકોને શપથ લેવા પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે 25 ઓગસ્ટથી 08 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય નેત્ર દાન વીક મનાવવામાં આવે છે. આ તમામ વચ્ચે નોંધપાત્ર બાબત એ છે કે ભારતમાં, લગભગ 70 લાખ લોકો ઓછામાં ઓછી એક આંખમાં કોર્નિયલ અંધત્વથી પીડાય છે. તેમાંથી 10 લાખ લોકો બંને આંખે અંધ છે.

National Eye Donation વીકની 36મી વર્ષગાંઠ

રાષ્ટ્રીય નેત્ર દાન પખવાડિયા (National Eye Donation) તરીકે આ મહત્વનું અભિયાન ભારત સરકારના શરૂઆત વર્ષ 1985 માં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વાર કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે અંધત્વએ વિકાસશીલ દેશોમાં જાહેર આરોગ્યની મુખ્ય સમસ્યાઓમાંની એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, મોતિયા અને ગ્લૂકોમા બાદ, કોર્નિયલ રોગો દ્રષ્ટિ ગુમાવવા અને અંધત્વના મુખ્ય કારણોમાં સામેલ છે. વિશ્વની લગભગ પાંચ ટકા વસ્તી કોર્નિયલ રોગોને કારણે આજે અંધ છે. 2021 માં, આંખની ઇજાને કારણે એક વર્ષમાં અંધત્વના આશરે 20,000 નવા કેસ સામે આવ્યા છે.

National Blindness and Visual Impairment Survey

નેશનલ બ્લાઇન્ડનેસ એન્ડ દ્વશ્ય હાનિ સર્વે 2019 ના ડેટા અનુસાર, ભારતમાં લગભગ 70 લાખ લોકો વિવિધ કારણે આંશિક અને સંપૂર્ણ અંધત્વથી પીડિત છે. તેમાંથી 2 મિલિયનથી વધુ વ્યક્તિઓને તેમની સામાન્ય, સ્વસ્થ દ્રષ્ટિ પુન:સ્થાપિત કરવા માટે દર વર્ષે એક અથવા બંને આંખોમાં કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની જરૂર પડે છે. જો કે, તબીબી નિષ્ણાતોએ હકીકત પર દુ:ખ વ્યક્ત કરે છે કે નેત્રદાનના અભાવને પગલે વાર્ષિક માત્ર 55,000 કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ માટે ઉપલબ્ધ થાય છે. પરિણામે, 1.5 લાખથી વધુ લોકો, જેઓ સર્જીકલ પ્રક્રિયાઓ દ્વારા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે, આજીવન અંધત્વનો શિકાર બની રહે છે.

ડોકટરોના મત મુજબ, 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કોર્નિયલથી જોડાયેલસ દોષ, અંધત્વનું મુખ્ય કારણ છે અને અન્ય કારણો જેમ કે વિટામિન એ ની ઉણપ, સંક્રમણ, કુપોષણ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં અન્ય ઘણી સમસ્યાઓ છે, જે અંધત્વનું કારણ બની શકે છે.

National Eye Donation

IMAGE CREDIT: GOOGLE

આંખના દાનની પ્રક્રિયા

હજુ પણ લોકોમાં નેત્રદાન વિશે વધારે જાગૃતિ નથી. લોકો વિચારે છે કે આ પ્રક્રિયામાં આખી આંખનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, જ્યારે એવું નથી. દાન કરેલી આંખોમાંથી માત્ર કોર્નિયા અંધ લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. કોર્નિયલ અંધત્વ આંખના સામેના ભાગને આવરી લેતા પેશીઓ એટલે કે કોર્નિયામાં નુકસાનને કારણે થાય છે.

આંખનું પ્રત્યારોપણ સામાન્ય રીતે વ્યક્તિના મૃત્યુ બાદ થાય છે, પરંતુ કોઈપણ વ્યક્તિ તેની ઉંમર, લિંગ અને રક્ત સમૂહને ધ્યાનમાં લીધા વગર જીવન જીવતા આંખના દાનની તમારી નોંધણી કરાવી શકો છો. આંખનું દાન કરવા માટે તમે નેત્ર બેંકનો સંપર્ક કરી શકો છો. આ પ્રક્રિયામાં મૃત્યુના એક કલાકની અંદર કોર્નિયાને કાઢી લેવી જોઇએ. તેને દૂર કરવા માટે માત્ર 10-15 મિનિટ જેટલો સમય લાગે છે. દાન કરેલી વ્યક્તિની આંખો બે કોર્નિયલ અંધ લોકોની દૃષ્ટિ બચાવી શકે છે.

આ પણ વાંચોઃ- Thoracic Outlet Syndrome એટલું શું??? શું તેના લક્ષણો વિશે જાણો છો???

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment