Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeલાઇફ સ્ટાઇલNational Nutrition Week: તંદુરસ્ત શરીર માટે જરૂરી પોષકતત્વો લેવા ખૂબ જરૂરી…

National Nutrition Week: તંદુરસ્ત શરીર માટે જરૂરી પોષકતત્વો લેવા ખૂબ જરૂરી…

National Nutrition Week
Share Now

દર વર્ષે 1થી 7 સપ્ટેમ્બરે ‘નેશનલ ન્યૂટ્રિશિયન વીક’ (National Nutrition Week) તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી પાછળ લોકોને  પોષક તત્વો વિશે સાચી માહિતી આપવી. તથા શરીરમાં કયા પોષક તત્વો જરૂરી છે અને તે શેમાંથી મળશે તેની માહિતી આપીને લોકોને જાગૃત કરવામાં આવે છે. પોષક તત્વોના ફાયદાઓ વિશે જાગૃત કરવાનું છે. તંદુરસ્ત શરીર માટે બધા જરૂરી પોષક તત્વો ગ્રહણ કરવા ખૂબ જરૂરી છે. આજે તમને જણાવીશુ કે, કઈ કઈ વસ્તુને ડેલી ડાયટમાં લેવાથી તમને યોગ્ય પોષણ મળશે…

National Nutrition Week 2021 લોકોને પોષણ પ્રત્યે જાગૃતિનો સંકલ્પ..

માંસાહારી તથા શાકાહારી બંને લોકો માટે ઘણા બઘા જરૂરી એવા પોષકતત્વો અને પોષણયુક્ત ખોરાક મળી રહે છે. ઈંડા, ચિકન, ચણા, લસણ, ડ્રાયફ્રૂટ્સ, ફિશ વગેરે જેવા ખોરાકમાં ભરપૂર પ્રમાણમાં પોષણ રહેલું છે. આજે તમને અમુક વસ્તુઓ વિશે જણાવિશુ….

સાલ્મન ફિશ

બધી જ ફિશ એકજ પ્રકારનું પોષણ આપતી નથી. સાલ્મન અને અન્ય ફિશમાં વધારે પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. શરીરને વધારે સારી રીતે ચલાવવા માટે ઓમેગા-3 ફેટી એસિડ ઘણુ જરૂરી હોય છે. જે ઘણા પ્રકારની ગંભીર બીમારીઓનું જોખમ ઓછુ કરે છે. ફેટી એસિડ ઉપરાંત પણ તેમાં અન્ય જરૂરી પોષક તત્વો હોય છે. 100 ગ્રામ સાલમનમાં 2.8 ગ્રામ, ઓમેગા-3, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન B હોય છે. અઠવાડિયામાં બે વાર ફેટી ફિશ અવશ્ય ખાઓ.

લસણ

વાનગીના સ્વાદને બેગણો વધારે સારો કરી દે છે લસણ. જેમાં બધા જ પોષણ હોય છે. તેમાં વિટામિન C, B1 અને B6, કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેંગનઝ અને સેલેનિયમનું પ્રમાણ વધારે હોય છે. લસણમાં એલિસિન અને લાભદાયક સલ્ફર યોગિક પણ હોય છે. ઘણા રિસર્ચથી ખબર પડે છે કે એલિસિન હાઈ બ્લડ પ્રેશરની સાથે બેડ કોલેસ્ટ્રોલને પણ ઓછુ કરે છે. જે હાર્ટ અટેકના જોખમને ઓછુ કરે છે. લસણમાં ઘણા પ્રકારના કેન્સર સામે લડવા માટેના તત્વ પણ હોય છે. કાચા લસણમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ પણ હોય છે.

બટાકા

એક મોટા બટાકામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર અને મેંગનીઝ વધારે પ્રમાણમાં રહેલુ હોય છે. તેમાં વિટામિન C અને વિટામિન B પણ હોય છે. બટાકામાં એ તમામ જરૂરી પોષક તત્વો હોય છે જે તમારા શરીર માટે ઘણા જરૂરી હોય છે. અન્ય ફૂડ આઈટ્મ્સની તુલનામાં બાફેલા બટાકા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે.

બ્લૂબેરી

જ્યારે ફળોના પોષક તત્વોની વાત આવે છે તો સૌથી પહેલા બ્લૂબેરીનું નામ આવે છે. તેમાં કેલરી ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. આ વિટામિન, મિનરલ્સ અને એન્થોસાયનિન જેવા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે લોહિના પરિભ્રમણમાં થતી અડચણને દૂર કરે છે અને દરેક ગંભીર બીમારીઓથી બચાવે છે. રિસર્ચ અનુસાર, બ્લૂબેરી યાદશક્તિને વધારવાનુ કામ કરે છે. તેમાં કેન્સરથી લડવા માટેના ગુણ પણ સમાયેલા છે.

(National Nutrition Week)

IMAGE CREDIT: SHUTTERSTOCK

ઈંડાનો પીળો ભાગ

ઈંડાના પીળા ભાગમાં સૌથી વધારે પોષક તત્વો રહેલા હોય છે. એક આખુ ઈંડુ મલ્ટીવિટામિનથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન, મિનરલ્સ અને કોલીન સહિત અન્ય ઘણા ન્યૂટ્રિશિયન્સ હોય છે. તેમાં ઉચ્ચ પ્રમાણમાં લ્યૂટિન અને જેક્સેન્થિન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે આંખોની રક્ષા કરે છે. જે મોતિયા અને આંખો સાથે સંકળાયેલા તમામ જોખમને ઓછા કરે છે. ઈંડામાં સૌથી વધારે પ્રોટિન અને હેલ્ધી ફેટ રહેલા હોય છે.

ડાર્ક ચોકલેટ

હાી કોકોવાળા ડાર્ક ચોકલેટમાં સૌથી વધારે પૌષ્ટિક પદાર્થ રહેલા હોય છે. જે ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ, કોપર અને મેંગનીઝથી ભરપૂર હોય છે. તેના એન્ટિઓક્સિડન્ટ શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. રિસર્ચ અનુસાર, ડાર્ક ચોકલેટ લોહીના પરિભ્રમણમાં સુધારો કરે છે. બ્લડ પ્રેશરને ઓછુ કરે છે અને બ્રેન ફંક્શનને વધારે છે. જે હાર્ટ અટેકના જોખમને ઓછુ કરે છે. નિયમિત થોડી ડાર્ક ચોકલેટ જરૂરથી ખાઓ.

અનાજ

અનાજમાં ફેટ ઘણુ ઓછુ હોય છે પણ જે ફાઈબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ડાયટમાં ઓટ્સ, પાસ્તા, બ્રેડ, બ્રાઉન રાઈસ, જવ, કિનોઆ, મકાઈ અને ઘંઉની રોટલી…

બીન્સ

બીન્સમાં દ્રાવ્યમાં ફાઈબર્સ રહેલા હોય છે. જે હાર્ટ માટે ઘણા સારા હોય છે. જે શરીરથી વધારે કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. બીન્સમાં વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ય તત્વ પણ રહેલા હોય છે. તેમાં પ્રોટિનનું પ્રમાણ પણ બીજી શાકભાજીની તુલનામાં વધારે હોય છે. શાકાહારી લોકો માટે બીન્સથી વધારે સારો વિકલ્પ અન્ય કંઈ પણ હોઈ ના શકે. તે ઉપરાંત ડાયટમાં ગાજર, બ્રોકોલી અને લીલા શાકભાજીઓ જરૂરથી સામેલ કરો. પોષક તત્વોથી ભરપૂર આ વસ્તુઓ શરીર માટે ઘણી ફાયદાકારક હોય છે.

આ પણ વાંચો:- National Eye Donation વીક નિમિતે જાણો નેત્ર દાનનું મહત્વ શું છે…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment