Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeકહાનીનેશનલ પ્રેસ ડે: શું વર્તમાનમાં પણ પત્રકારત્વ બરકરાર છે?

નેશનલ પ્રેસ ડે: શું વર્તમાનમાં પણ પત્રકારત્વ બરકરાર છે?

press
Share Now

પ્રેસ (press)કાઉન્સિલે 1966 માં 16 નવેમ્બરથી સત્તાવાર કાર્ય કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાના હેતુથી આ દિવસ ઉજવામાં આવે છે.પત્રકારત્વએ આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય છે.

પત્રકારત્વને (press) લોકશાહીનો ચોથા આધારસ્તંભ

આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો જોવા મળે છે. જેમાં વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શનનો સમાવેશ થાય છે તેને મુદ્રણ તથા દ્રશ્ય – શ્રાવ્ય એમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજીત કરવામાં આવે છે. પત્રકારત્વને (press) લોકશાહીના ચોથા આધારસ્તંભ (ચોથી જાગીર) તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પત્રકારત્વએ આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય ગણવામાં આવે છે. 

Press

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

રાષ્ટ્રીય પ્રેસ દિવસ(press)

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે. 16 નવેમ્બર, 1966થી ભારતીય પ્રેસ(press) પરિષદે પોતાનું સત્તાવાર કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈ દર વર્ષે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સામાન્ય લોકોને પ્રેસ અંગે જાણકારી આપવાનો છે. પત્રકારત્વનું ક્ષેત્ર આજે વ્યાપક થયું છે. પત્રકારત્વ જનજન સુધી માહિતી પહોંચાડવાનું સાધન બની ચૂક્યું છે.તો આજના  દિવસના 16 નવેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. વર્ષ 1956 માં પ્રથમ પ્રેસ(press) કમિશને દેશમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારત્વમાં ઉચ્ચ ધોરણ સ્થાપવાની ભલામણ કરી હતી. તો સાથે જ બધા પત્રકાર સંધ દ્વારા અનેક જગ્યાઓ દ્રારા ઉજવણી કરવામાં આવી રહી છે.પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (પી.સી.આઈ.)ની સ્થાપના જુલાઈ, 1966 ના રોજ પ્રથમ વખત સ્વાયત્ત રીતે થઈ હતી.

16 નવેમ્બર, 1966 ના રોજ, પી.સી.આઈ.એ કાર્ય કરવાનું શરૂ કર્યું. તેથી, આ દિવસ દર વર્ષે 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 1997માં પ્રેસ ડેની ઉજવણીમાં ફેરફાર કરી કોઈપણ એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી તે દિશામાં પત્રકારોએ લોક જાગૃતિ માટે કાર્ય કરવાનું પ્રેસ અકાદમીએ ભલામણ કરેલ હોય છે.કુદરતી આફત કે માનવ સર્જીત વિષય ઉપર જ્યારે પ્રેસ પ્રસિદ્ધિ કરતા હોય ત્યારે લોકોમાં ખોટી અફવા ન ફેલાય તે માટેની ચોક્કસાઈ રાખવી જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment