વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)આગામી અઠવાડીયામાં એક મોટી યોજનાની શરૂઆત કરશે. જેમાં દરેક ભારતીયને યૂનિક હેલ્થ (Health)આઇડી કાર્ડ (ID Card)મળશે. પીએમ મોદી 27 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનને લોન્ચ કરશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આ જાહેરાત કરી છે.
જણાવી દઇએ કે યૂનીક હેલ્થ આઇડીમાં વ્યક્તિનું પૂરુ હેલ્થ કાર્ડ હશે. મળતી માહિતી મુજબ, જે યૂનિક આઇડી કાર્ડ મળશે તે લોકોના આધાર કાર્ડ અને મોબાઇલ નંબરની મદદથી બનશે. PH-DHM નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની સ્વાસ્થ્ય પ્રણાલીને સુધારવાનો છે. તેને હેલ્થકેરની જરૂરત માટે વન-સ્ટોપ સોલ્યુશન બનાવવાની તૈયારીમાં છે. જેનાથી હેલ્થકેર સર્વિસ આપનારી સંસ્થા સુધી પહોંચવા સહેલાઇ રહેશે અને તેની જવાબદારી પણ વધશે.
આ પણ વાંચો: જાણો QUAD શું છે, તેમાં કેટલા દેશ સામેલ છે
શું છે યૂનિક હેલ્થ (Health)આઇડી?
યુનિક હેલ્થ આઈડી (Unique Health ID)14 અંકનો રેન્ડમલી જનરેટેડ નંબર હશે. તેની મદદથી વ્યક્તિનું આરોગ્ય રેકોર્ડ રાખી શકાય છે. તે જરૂરી નથી કે તે આધાર કાર્ડમાંથી બને, માત્ર ફોન નંબરની મદદથી જ યુનિક આઈડી (Unique ID)પણ બનાવી શકાય.
આધારને યુનિક હેલ્થ આઈડી તરીકે કેમ વાપરી શકાતુ નથી? તેનો જવાબ આપતા મંત્રાલય પહેલાથી જ જણાવી ચૂક્યું છે કે માત્ર તે જ સ્થળોએ આધાર લિંક (Aadhar Link)કરવું જરૂરી છે જ્યાં સીધો લાભ ટ્રાન્સફર કરવાની વાત હોય. તેનો બીજે ક્યાંય ઉપયોગ કરી શકાતો નથી.
પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનને પહેલા આ યોજના નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) તરીકે ઓળખાતી હતી.
પાયલટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રીનું ડિજિટલ હેલ્થ મિશન
વડાપ્રધાનનું ડિજિટલ હેલ્થ મિશન (Digital Health Mission)હાલમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લદ્દાખ, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.
જો હાલમાં તમે NDHM ની સાઇટની મુલાકાત લેશો તો ત્યાં તમને હેલ્થ આઈડી બનાવવાનો વિકલ્પ દેખાશે. પરંતુ હવે તે સુવિધા માત્ર ઉપર જણાવેલ રાજ્યો માટે જ ઉપલબ્ધ છે.
બ્રેઇન સ્ટ્રોક પાછળનું શું છે કારણ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4