Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeલાઇફ સ્ટાઇલNatural Body નિયમિત રનિંગ અને જોગિંગ કરવાથી જ બનશે

Natural Body નિયમિત રનિંગ અને જોગિંગ કરવાથી જ બનશે

Natural Body
Share Now

સારુ સ્વાસ્થય અને બોડી (Natural Body) બનાવવાની ઈચ્છા તો સૌ કોઈ ની હોય છે. ઘણા લોકો જલદીથી સારી ફિઝિક હાંસલ કરવા માટે એક્સરસાઈઝની સાથે સાથે સપ્લીમેન્ટ્સ અને દવાઓનો પણ ઉપયોગ કરે છે. જોકે, આ દવાઓથી બનેલા શરીર કરતા, કુદરતી રીતે સ્વાસ્થ્ય બનાવવું વઘારે સારુ રહે છે. કારણ કે, તેની આડ-અસરો થઈ શકે છે. ડેલી રૂટિનને સુવ્યવસ્થિત બનાવીને તમારા સ્વાસ્થ્યને સુધારો.. ફક્ત દવાઓ અને સારા સ્પલીમેન્ટ્સ પૂરતા નથી…

Natural Body મેળવવા GYMમાં કરો એક્સરસાઈઝ

સારી બોડી બનાવવા માટે દરરોજ જીમમાં ઓછામાં ઓછી 45 મિનીટ એક્સરસાઈઝ કરવી જરૂરી છે. જો તમે જીમમાં નથી જઈ શકતા, તો ઘરમાં જ યોગ, પુશ-અપ્સ કરીને સારી બોડી બનાવી શકો છો. જો તમારી પાસે સમયની ઉણપ રહેતી હોય તો દરરોજ ઓછામાં ઓછી 30 મિનીટ વર્કઆઉટ જરૂરથી કરો.

નેચરલ પ્રોટિનનું જ સેવન કરો

નેચરલ બોડી મેળવવા માટે હેલ્ધી ડાયટ લો. પ્રોટીનથી મસલ્સ ડેવલપ થાય છે અને બોડીને સારો શેપ મળે છે. નેચરલ પ્રોટીન માટે તમે પનીર, ચિકન, ડ્રાય-ફ્રૂટ્સ, દૂધ, ઈંડા, સોયાબીન, દાળ, ચણા, દહીં વગેરે ખાઈ શકો છો. માર્કેટમાં મળતા પ્રોટીન શેકથી આડ-અસર થઈ શકે છે. લીલા શાકભાજી પણ બોડીને ફિટ અને હેલ્ધી રાખે છે, જેમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ સમાયેલા હોય છે. તમે પાલક કે મેથીના શાક ખાઓ જે તમને દરેક બીમારીઓથી બચાવશે.

Natural Body

IMAGE CREDIT; THE NEWS MINIUTE

Natural Body બનાવવા માટે નશા મુક્ત રહો

મારુ ડાયટ પ્લાન ગમે તેટલુ સારુ કેમ ના હોય, તમે ગમે તેટલી એક્સરસાઈઝ કેમ ના કરી લો, પણ જો નશો કરશો તો ક્યારેય પણ કુદરતી રીતે બોડી નહીં બને. તમારે સિગારેટ, ગુટકા, દારુ, બિયર દરેક વસ્તુઓને છોડવી પડશે. આ બધી જ વસ્તુઓ તમને અંદરથી ખાલી કરી દે છે અને નબળા બનાવી દે છે. આથી આજથી જ નશા મુક્ત રહો.

રનિંગ અને જોગિંગ જરૂરી

નેચરલ બોડી બનાવવા માટે રનિંગ અને જોગિંગ ઘણું જરૂરી છે. જીમિંગથી બોડી શેપમાં આવે છે અને દોડવાથી સ્લિમ રહી શકાય છે. તેનો સૌથી મોટો ફાયદો એ જ છે. જો તમે ભારે શરીરવાળા છો અને વજન અત્યંત વધારે છે, અને ફાંદ આવી ગઈ છે, જો ચરબી પણ ઘણી વધી ગઈ છે. તો નિયમિત દોડવાથી તમે પાતળા થઈ શકો છો. અને વધારાની ચરબીને ઓગાળી શકો છો. સવારે રનિંગ કરવું ઘણુ જ ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ- National Eye Donation વીક નિમિતે જાણો નેત્ર દાનનું મહત્વ શું છે…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment