નવી દિલ્હી : કેન્દ્ર સરકારના એક આદેશ અનુસાર ગુરુવારે નેચરલ ગેસના ભાવમાં ૬૨ ટકાનો વધારો(Natural Gas Price Hike) થયો છે. કુદરતી ગેસ, જેનો ઉપયોગ ખાતર બનાવવા, વીજળી પેદા કરવા અને ઓટોમોબાઇલ (Automobile) માટે CNGમાં ફેરવવા માટે કરવામાં આવે છે. ૧ ઓક્ટોબરથી શરૂ થનાર છ મહિનાના ગાળામાં હવે કિંમત ૨.૯૦ અમેરિકી ડોલર પ્રતિ મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટ થશે. નવી કિંમતમાં એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૧ની કિંમત ૧.૭૦ ડોલર /એમએમ બીટીયુથી ૬૨ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જે વર્ષ ૨૦૧૪ બાદથી સૌથી ઓછી હતી.
Natural Gas Price Hike
નિવેદન અનુસાર ઉંડા દરિયા જેવા ભારે ક્ષેત્રમાંથી પેદા થનાર ગેસનો ભાવ ૬.૧૩ ડોલર પ્રતિ એમએમ બીટીયુ હશે. જે છેલ્લા છ મહિનાના ગાળામાં ૩.6૨ ડોલર પ્રતિ એમએમ બીટીયુ હતી. કિંમત ગ્રોસ હીટ વેલ્યુ (Gross Hit Value)ના આધાર પર અમલી બનશે.
આ પણ વાંચો : 68 વર્ષે મહારાજાની ઘરવાપસી : ટાટા સન્સ બનશે એર ઈન્ડિયાના નવા પાઈલોટ
ભાવ વૃદ્ધિની અસર
આ વધારો(Natural Gas Price Hike) બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય કિંમતમાં મજબૂતીને કારણે બન્યું છે. લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNGની હાજર અથવા વર્તમાન કિંમતમાં તેજીને નથી દર્શાવતી. કુદરતી ગેસ (Natural Gas)ની કિંમત ક્રૂડ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લીમીટેડ Crude And Natural Gas Corporation Limited) અને ઓઈલ ઇન્ડિયા લિમિટેડ (Oil India Limited) જેવા રાજ્ય દ્વારા સંચાલિત પ્રોડ્યુસર્સની કમાણી પર અસર કરશે. આ એ વધુ કિંમત છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) અને તેના સહયોગી BP plc KG-D6 જેવા ઉંડા સમુદ્ર બ્લોક (Deep Sea Block)થી પેદા થનાર ગેસ માટે હકદાર છે.
વિજળી પેદા કરવાના ખર્ચમાં વધારો
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેસના ભાવમાં વધારો દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં CNG અને પાઈપ મારફતે આપવામાં આવતા રાંધણ ગેસના ભાવમાં ૧૦ થી ૧૧ ટકાનો વધારો કરશે. જેનાથી વીજળી પેદા કરવાના ખર્ચમાં પણ વધારો થશે પરંતુ ગ્રાહકોને કોઈ પરેશાની થશે નહિ કારણ કે ગેસથી બનનાર વીજળીનો હિસ્સો ઘણો ઓછો છે.
ખાતર ઉત્પાદનનો ખર્ચ વધશે
આ જ પ્રમાણે ખાતર ઉત્પાદનનો ખર્ચ પણ વધી જશે પરંતુ જે રીતે સરકાર પાકના પોષક તત્વની સબસિડી (Subsidy) આપે છે તેથી ભાવમાં વધારો હાલ સંભવ લાગતો નથી. ચાલુ વર્ષના એપ્રિલમાં ગત ફેરફારમાં ONGCને ચૂકવવાના થતા દરને યુડી ૧.૭૯ પર યથવાત રાખવામાં આવ્યા હતા. જયારે DPC ગેસની કિંમત ૪.૦૬ ડોલર પ્રતિ mmBtu થી ઘટીને ૩.૬૨ ડોલર કરી દેવાઈ હતી.
આ પણ વાંચો : आज पहली तारीख है : જાણી લો આજથી ક્યાં નિયમો બદલાયા? તમારા પર શું અસર થશે?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4