Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝસિદ્ધુ બનશે પ્રદેશ અઘ્યક્ષ, કપ્તાન પદે અમરિન્દર યથાવત

સિદ્ધુ બનશે પ્રદેશ અઘ્યક્ષ, કપ્તાન પદે અમરિન્દર યથાવત

PUNJAB CONGRESS CONFLICT
Share Now

પંજાબ કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી કેપ્ટ્ન અને સિદ્ધુ વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે ..એક બાજુ સીધું દિલ્હી મળવા આવ્યા સોનિયા ગાંધીને અને બીજી તરફ કેપ્ટ્ન અમરિન્દર લંચ પાર્ટી કરી …શિકાયતો થઇ, વિવાદો થયા, મતભેદો થયા સતાને લઇ ….ત્યાં સુધી કે સિંધુ આમ આદમી પાર્ટીમાં જોડાવાની પણ ચર્ચાઓ થઇ.. પરંતુ હવે પંજાબ કોંગ્રેસમાં હવે વિવાદ શાંત પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સંકેત આપ્યો કે નવજોત સિંહ સિદ્ધૂ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ હોઈ શકે છે. રાવતે જણાવ્યું કે પંજાબ કોંગ્રેસને લઈને ફોર્મૂલા નક્કી કરી લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ મળીને પાર્ટી માટે કામ કરશે. જાણવા મળી રહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધૂ અધ્યક્ષ તથા કેપ્ટન અમરિંદર સિંહ કેમ્પેન કમિટીના ચેરમેન હશે, જ્યારે વિજય ઇંદર સિંગલા તથા સંતોખ ચૌધરી કાર્યકારી અધ્યક્ષ હશે. પ્રતાપ સિંહ બાજવા મેનિફેસ્ટો કમિટીના ચેરમેન હશે. આ નામોની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.

કોંગ્રેસ હાઇકમાને નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરી લીધો

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસ હાઇકમાને નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરી લીધો છે. ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે. પંજાબમાં ૨ અધ્યક્ષ હશે એમાંથી એક બ્રાહ્મણ સમુદાય માંથી હશે. પંજાબની કપ્તાન અમરિંદરના હાથ માં તો અઘ્યક્ષની જગ્યા નવજોત સિંહ સિધુએ બનાય.

આ પણ વાંચો : યોગ અને નેચરોપેથીના સ્નાતકો કરી શકશે લોકોની સારવાર : ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

SIDHU AND CAPTAIN CONFLICT RESOULTION

INDIAN WIRE

પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ મળીને કામ કરશે?

હરીશ રાવતે કહ્યુ કે, પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ મળીને કામ કરશે. કોંગ્રેસ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022) મુખ્યમંત્રી અમરિંદર સિંહના નેતૃત્વમાં લડશે. કેપ્ટન પંજાબમાં ચાડા ચાર વર્ષથી અમારા મુખ્યમંત્રી છે અને અમે ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં ઉતરીશું.

હરીશ રાવતે કહ્યુ કે, પંજાબ કોંગ્રેસને લઈને ફોર્મૂલા નક્કી કરી લેવામાં આવ્યો છે. જો નવજોત સિંહ સિદ્ધૂ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનશે તો અમે બે કાર્યકારી અધ્યક્ષોની રણનીતિ તૈયાર કરી છે. પંજાબ પાર્ટીમાં બધો વિવાદ સમાપ્ત થઈ જશે અને બધા મળીને 2022ની ચૂંટણી લડશે.

આપના વખાણ કરતી ટ્વિટ કરી ચૂક્યા છે સિદ્ધુ

અહીં ઉલ્લેખનીય છે કે હજુ એક બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના વખાણ કરતી ટ્વીટ્સ કરી નવજોત સિંહ સિદ્ધુ ચર્ચામાં રહ્યા હતા. જેને પગલે એવી પણ અટકળો શરૂ થઈ ગઈ હતી કે સિદ્ધુ કોંગ્રેસ છોડી શકે છે. પણ રાવતની આ ટિપ્પણી બાદ આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાનું લાગે છે.

મહત્વનું છે કે પંજાબ કોંગ્રેસમાં વિવાદ બાદ હાઇકમાન્ડે પાર્ટીમાં વિવાદ સમાપ્ત કરવા માટે ફોર્મૂલા તૈયાર કરી છે. તેને લઈને કેપ્ટન અમરિંદર સિંહ, નવજોત સિંહ સિદ્ધૂ, પ્રતાપ સિંહ બાજવા સહિત રાજ્યના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ સાથે કોંગ્રેસની ત્રણ સભ્યોની સમિતિએ ચર્ચા કરી હતી. ત્યારબાદ સિદ્ધૂ રાહુલ અને પ્રિયંકા ગાંધીને પણ મળ્યા હતા. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સોનિયા ગાંધી સાથે બેઠક કરી હતી.ત્યારે જોવું એ રહ્યું કે પંજાબમાં આ આંતરિક વિખવાદનો અંત આવશે ખરો ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment