Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝલખીમપુર જઇ રહેલા નવજોત સિંહ સિદ્ધૂને સહારનપુરમાં અટકાવાયા, પોલીસે મંજૂરી ન આપી

લખીમપુર જઇ રહેલા નવજોત સિંહ સિદ્ધૂને સહારનપુરમાં અટકાવાયા, પોલીસે મંજૂરી ન આપી

Navjot Singh Sidhu
Share Now

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)ને લખીમપુર જતા મંગળવારે સહારનપુર ખાતે રોકી અને અટકાયત કરવામાં આવી હતી. સિદ્ધુ લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને મળવા જઈ રહ્યા હતા. જ્યાં ઉત્તરપ્રદેશ પોલીસે તેને લખીમપુર જવાની મંજૂરી આપી નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઉત્તરપ્રદેશ વહીવટીતંત્રએ માત્ર 5 નેતાઓને યુપીમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. પરંતુ નવજોત સિંહ સિદ્ધુ કાફલા સાથે આગળ વધવાની માગ પર અડગ છે. તેમની માગ છે કે કાં તો તેમના આખા કાફલાને લખીમપુર (Lakhimpur)જવા દેવામાં આવે અથવા તેમની ધરપકડ કરવામાં આવે.

Navjot Singh Sidhu એ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

લખીમપુર હિંસાને લઈને નવજોત સિંહ સિદ્ધુ સતત ભાજપ સરકાર (BJP Government)ને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા બુધવારે તેમણે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ને કસ્ટડી (Custody)માં લેવા માટે ભાજપ પર નિશાન સાધ્યું હતું. સિદ્ધુએ ટ્વિટ કર્યું હતું કે, 54 કલાક પસાર થઇ ગયા છે, પ્રિયંકા ગાંધીને કોઈ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી. 24 કલાકથી વધુ સમય સુધી ગેરકાયદેસર રીતે કોઈની અટકાયત કરવી એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. ભાજપ અને ઉત્તર પ્રદેશ પોલીસ (Uttar Pradesh Police)તમે ભારતના બંધારણની ભાવનાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. તમે મૂળભૂત માનવ અધિકારોને ઠેસ પહોંચાડી રહ્યા છો.

આ પણ વાંચો: લખીમપુર હિંસા: પ્રિયંકા ગાંધીએ UP માં યોગી સરકાર સાથે SP-BSPનું વધાર્યું ટેન્શન

અગાઉ સિદ્ધુએ ભાજપ (BJP)સરકારને ખુલ્લો પડકાર આપ્યો હતો. તેમણે લખ્યું હતુ કે, જો ખેડૂતોની બર્બર હત્યામાં સંડોવાયેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્રની બુધવાર સુધી ધરપકડ કરવામાં નહીં આવે અને તેમના નેતા પ્રિયંકા ગાંધીને છોડવામાં નહીં આવે તો પંજાબ કોંગ્રેસ લખીમપુર ખેરી માટે કૂચ કરશે.

કોગ્રેસની જન આક્રોશ યાત્રા જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment