Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝનવજોત સિંહ સિદ્ધૂએ પ્રદેશ અધ્યક્ષ પદથી આપ્યુ રાજીનામુ, પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ

નવજોત સિંહ સિદ્ધૂએ પ્રદેશ અધ્યક્ષ પદથી આપ્યુ રાજીનામુ, પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ

Navjot Singh Sidhu
Share Now

પંજાબ કોંગ્રેસ એકવાર ફરી ચર્ચામાં આવી છે. નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Siidhu)એ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપીને સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે. આજે મંગળવારે નવજોત સિંહ સિદ્ધૂએ કોંગ્રેસ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામુ મોકલી દીધુ છે.

નવજોત સિંહ સિદ્ધૂ(Navjot Singh Siidhu)એ સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમાધાનથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન નહીં કરી શકુ. આથી હું પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી રાજીનામુ આપુ છું.

કેબિનેટ વિસ્તારણથી નારાજ હતા Navjot Singh Sidhu

નવજોત સિંહ સિદ્ધૂ(Navjot Singh Siidhu)નું રાજીનામુ એટલે પણ આશ્ચર્યચકિત છે, કેમ કે કોંગ્રેસ હાઈકમાન્ડે જ તેમને પ્રદેશ અધ્યક્ષ તરીકે પસંદ કર્યાં હતા. તેમની સાથે વિવાદના લીધે કેપ્ટન અમરિંદર સિંહને પણ પોતાનું પદ છોડવુ પડ્યુ હતુ.

ઉલ્લેખનિય છે કે, કેપ્ટન અમરિંદર સિંહના પદ છોડ્યા બાદ જ કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હાલ જે રીતે પંજાબમાં કેબિનેટ વિસ્તાર થયુ છે, તેનાથી નવજોત સિંહ સિદ્ધુ ખુશ નથી.

નોંધનીય છે કે, ચરણજીત સિંહ ચન્નીના મુખ્યમંત્રી બન્યા બાદ જે પ્રકારની તસવીરો આવી હતી, તેના પર પણ ઘણો વિવાદ થયો હતો. જ્યાં નવજોત સિંહ સિદ્ધૂ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો હાથ પકડીને ઊભા હતા, તેના પર કોંગ્રેસમાં ઘણા સવાલો ઊભા થયા હતા. પંજાબમાં નવા મુખ્યમંત્રી બન્યા બાદ જે રીતે કેબિનેટ તૈયાર થઈ, તેમાં નવજોત સિંહ સિદ્ધૂનું વર્ચસ્વ ઓછુ થઈ ગયુ હતુ. અહીં કેન્દ્રિય હાઈકમાન્ડે તમામ રીતે પોતાની રણનીતિ પર કામ કર્યું, સૂત્રો અનુસાર, નવજોત સિંહ સિદ્ધૂ તે બાબતથી નારાજ હતા.

આ પણ વાંચોઃ- મોહન ભાગવત બે દિવસ સુરતના પ્રવાસે, પ્રવચન પર રહેશે તમામની નજર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment