Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 17.
Homeન્યૂઝજામનગરની જેલમાં ગરબાની રમઝટ, કેદીઓ દરરોજ બે કલાક રમે છે ગરબા

જામનગરની જેલમાં ગરબાની રમઝટ, કેદીઓ દરરોજ બે કલાક રમે છે ગરબા

Share Now

હાલ માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી ચાલી રહ્યું છે, ત્યારે લોકો હોંશભેર ગરબાના આયોજનોમા જોડાઈ અને માતાજીના ગરબે ઘૂમે છે, ત્યારે કેદીઓ પર સુધરે તેનામા પણ જેલમાંથી મુક્ત થયા બાદ સમાજ સાથેના સબંધો કેળવાઈ રહે તે માટે જામનગર જીલ્લા જેલમાં પણ નવરાત્રી ગરબાનું (Navratri garba) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ સાંજે બે કલાક ગરબાની રમઝટ બોલે છે, કેવો છે જામનગર જીલ્લા જેલનો નવરાત્રીનો માહોલ જોઈએ આ અહેવાલમા..

Navratri garba has been organized in Jamnagar Jail

 જામનગરની જેલમાં યોજાયા ગરબા

મોજથી ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી રહેલા આ કોઈ સામાન્ય ગરબીના દ્રશ્યો નથી. આ દ્રશ્યો છે જામનગર જીલ્લા જેલના..હાલ માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રી ચાલી રહ્યા છે. જેમાં જેલમાં બંધ કેદીઓ અને જેલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા માતાજીની આરતી કરી ગરબે ઘુમ્યાં હતા. ત્યારે જાણે અજાણ્યે જેવોથી ગુન્હા થઇ ચુક્યા છે અને હાલ જેલમાં સજા કાપી રહ્યા છે, હાલ તો બેરેક બંધી થાય તે પહેલા સાંજે 4 થી 6 વાગ્યા સુધી કેદીઓ ગરબા રમી રહ્યા છે.

જુઓ આ વિડીયો: મશાલ રાસ આકર્ષણ કેન્દ્વ બન્યું

ગયા વર્ષે કોરોનાને ધ્યાનમાં લઈને નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું ન હતું ત્યારે કેદીઓમાં થોડી હતાશા અને નિરાશા જોવા મળી હતી. જોકે, આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારની કોરોના ગાઈડલાઈનના પાલન કરવાની શરતે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કેદીઓને પણ મનોરંજન મળે અને વધારામાં માતાજીના ગરબા રમવા મળે, ઉપરાંત જયારે જેલની બહાર નીકળે ત્યારે સામાન્ય પ્રવાહમાં ભળીને નવેસરથી જિંદગી શરૂ કરે તેવી ભાવના સાથે જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જીલ્લા જેલના કેદીઓ માટે બહારના આયોજન જેવી જ ગરબીની વ્યવસ્થા અંદર પણ કરવામાં આવી છે.

Navratri garba has been organized in Jamnagar Jail

કેદીઓ માતાજીની આરાધના કરવા સાથે ગરબે ઘૂમે છે, અને જેલ પરિસરને શણગારવામાં આવ્યું છે. વધુમાં જે કેદીઓ ઉપવાસ કરે છે તેના માટે અલગ વ્યવસ્થા પર જેલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. માતાજીના વિવિધ ગરબાઓ પર આ ખેલેયાઓ ખુબ મોજથી ગરબે રમે છે, અને નાતી જાતિ ધર્મના ભેદભાવ ભૂલીને મા ની આરાધના કરે છે. અને કેદીઓ પણ ખુશી વ્યક્ત કરે છે.

આ પણ વાંચો: અસુરોનો સંહાર કરતી આદ્ય શક્તિ અને આજ આદ્ય શક્તિનું રુપ જોવા મળ્યુ ધ્રાંગ્રધ્રામાં…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment