નવ દુર્ગા નાં નવ સ્વરૂપો ની આરાધના એટલે નવરાત્રિ. નવરાત્રી (Navratri)માં નવદુર્ગા જગદમ્બા આદ્યશક્તિ ની ઉપાસના નું પર્વ આરાધના નું પર્વ છે નવરાત્રી ના નવ દિવસ માં માતાજી ના વિવિધ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું વિધાન શાસ્ત્રોમાં સુંદર રીતે આપેલ છે. સાધક પોતાના ઘરમાં ઘટસ્થાપન કરે છે અને નવ દિવસ સાધક આદ્યશક્તિની આરાધના સાધના પુર્ણ શ્રધ્ધા થી કરે છે.આ આદ્યશક્તિ નવદુર્ગા ના પૂજનથી સંસાર ના સમસ્ત, દુ:ખો, કષ્ટો, રોગ, શોક, નિર્ધનતા વગેરે દૂર થાય છે.
Navratri ઘટસ્થાપના મહૂર્ત
આસો સુદ એકમ એટલે નવરાત્રિ (Navratri) પ્રારંભ 7-10-2021 ગુરુવાર,
ગરબો લાવવા માટે નું મુહૂર્ત તથા ઘટ સ્થાપના નું મુહૂર્ત
સવારે 06:34 થી 08.02 ,
બપોરે 12.25 થી 01.52
સાંજે 04.48 થી 07.48.
આ પણ વાંચોઃ- બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે નવલા નોરતાની શરૂઆત-આવો જાણીએ પવિત્ર યાત્રાધામ અંબાજીનો અનેરો મહાત્મય
આસો સુદ અષ્ટમી દુર્ગાષ્ટમી
- 13-10-2021 બુધવાર સવારે 06.36 વાગ્યે શરૂ થ ને આખો દિવસ રહેશે.
- માટે આઠમ ના નૈવેદ્ય તથા હવન બુધવાર ના રોજ જ કરવા.
- આસો સુદ નવમી તિથી. ગુરૂવાર
- તારીખ 14-10-2021 ને ગુરૂવારના સવારે 06.37 વાગ્યે શરૂ થઈ આખો દિવસ રહેશે.
- માટે નવમી ના નૈવેદ્ય તથા હવન ગુરૂવાર ના દિવસે જ કરવા.
આસો સુદ દશમી વિજયાદશમી
તારીખ 15/10/2021 ને શુક્રવારે
સવારે 06:37 થી 11:00
બપોરે 12:30 થી 02:00
સાંજે 04:42 થી 06:08
દશમી નાં હવન તથા નૈવેદ્ય તે જ દિવસે કરવા
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4