Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeભક્તિNavratri Muhurat: આ વર્ષે નવરાત્રિમાં નવ દિવસ નહીં પણ આઠ જ દિવસ ગરબા રમી શકાશે

Navratri Muhurat: આ વર્ષે નવરાત્રિમાં નવ દિવસ નહીં પણ આઠ જ દિવસ ગરબા રમી શકાશે

Navratri Muhurat
Share Now

આદ્યશકિતની આરાધના, પૂજા-મહાઆરતીને લઈને મંદિરોમાં અત્‍યારથી શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે નવરાત્રિ (Navratri Muhurat)માં એક દિવસ ઓછી નવરાત્રિ માણવા મળશે. 7 ઓકટોબરે ચોથના ક્ષયને લીધે એક દિવસ ઓછો મળશે. 13 મી ઓક્ટોબરે ભવ્ય આઠમની ઉજવણી કરવામાં આવશે.

આદ્યશકિતની આરાધના પર્વ એવા નવરાત્રિ સંદર્ભે રાજ્‍ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરવાની સાથે જ ખેલૈયા, શેરી-સોસાયટી ગરબા આયોજકોમાં સળવળાટ જોવા મળ્‍યો છે. છેલ્લા બે મહિનાથી દોઢિયા દાંડિયારાસની તૈયારી કરી રહેલા ખેલૈયાઓ કોમર્શિયલ આયોજનોને મંજૂરી ન મળતા નિરાશ થયા છે.

અન્ય વાત કરીએ તો ઈનામો સાથે શેરી અને સોસાયટી ગરબાની રોનક જળવાઈ રહેશે. એવામાં ખેલૈયાઓ માટે કોરોના ગાઈડલાઈન સાથે જ બીજા એક નિરાશાજનક સમાચાર છે કે આ વર્ષે ૮ દિવસની જ નવરાત્રી રહેશે. તિથિના સંયોગ વચ્‍ચે આ વર્ષે ચોથનો ક્ષય હોય નવરાત્રિ (Navratri Muhurat)માં એક દિવસ ઓછો છે.

Navratri Muhurat – મંદિરમાં નવરાત્રીની તૈયારીઓ

આદ્યશકિત આરાધના, પૂજા, આરતીને લઈને આદ્યશકિતના મંદિરોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન આગામી 7 ઓકટોબરથી 14 ઓકટોબર સુધી નવરાત્રિ પર્વની ઉજવણી માટે મંદિરોમાં પણ ધાર્મિક આયોજનોની ભરમાર જોવા મળશે. 

જેમાં આ વર્ષે ચોથના ક્ષય સાથે જ ત્રીજ અને ચોથ એક જ દિવસે 9 ઓકટોબર શનિવારે આવે છે. ગુરૂવારે 9 ઓકટોબરના રોજ આસો સુદ સાથે જ શારદીય નવરાત્રિની શરૂઆત થશે. ઘટસ્‍થાપન, દીપસ્‍થાપન, કળશ સ્‍થાપના મહૂર્ત માટે સૂર્યોદય પ્રમાણે શુભ ચોઘડિયુ સવારે 6:31 થી 8 વાગ્‍યાનું રહેશે.

Navratri Muhurat- નવરાત્રિના ચોઘડિયાં

ગુરૂવારે ચલ ચોઘડિયુ સવારે 10:57 થી 12:26 સુધીનું, લાભ ચોઘડિયું 12:26 થી 1:55 સુધીનું અમૃત ચોઘડિયુ બપોરે 1:55 થી 3:24 વાગ્‍યા સુધીનું છે. જ્‍યારે 13 ઓકટોબરના રોજ બુધવારે આસો સુદ આઠમની સાથે જ ઉપવાસ તેમજ હવનાષ્‍ટમી, હવન પુજા કરી શકાશે. આસો માસના આરંભ સાથે જ પ્રથમ નવ દિવસની નવરાત્રી પર્વ હોય છે.

પરંતુ આ વર્ષે ચોથનો ક્ષય છે. શનિવારે 9 ઓકટોબરે સવારે 7:48 વાગ્‍યા સુધી જ ત્રીજ છે. અને પછી ચોથ બેસી જાય છે. એટલે વિનાયક ચોઠ શનિવારે જ કરવાની રહેશે. 12 ઓકટોબરના રોજ મંગળવારે આખો દિવસ સાતમ છે અને તે રાત્રિએ 9:49 વાગ્‍યે પુરી થવાની સાથે જ આઠમ શરૂ થાય છે. બુધવારે 13 ઓકટોબર રાત્રિએ 8:08 વાગ્‍યા સુધી આઠમ સાથે મહાષ્‍ટમી, હવનાષ્‍ટમીની ઉજવણી થઇ શકશે.

આ પણ વાંચોઃ- Harsiddhi Mata Mandir માં માતાજીની ઉપાસના કરતા હતા શ્રી કૃષ્ણ

ચિત્રા નક્ષત્રમાં નવરાત્રિનો પ્રારંભ, 15 ઓક્ટોબર દશેરા 

 7 ઓકટોબર ચિત્રા નક્ષત્ર, વૈઘૃતિ યોગ, બાલવ કરણ અને ચંદ્રની કન્‍યા રાશિમાં નવરાત્રી પર્વની શરૂઆત થશે. ગુરૂવારે ચિત્રા નક્ષત્ર રાત્રીએ 9:13 વાગ્‍યા સુધી છે. વૈઘૃતિ યોગ રાતના 1:40 વાગ્‍યા સુધી છે. આઠ દિવસ બાદ 15 ઓકટોબરે મહાનવમીએ નવરાત્રિની સમાપ્‍તિ થશે.

15 ઓકટોબરે આસો સુદ દશમના દિવસે વિજયાદશમી પર્વ ઉજવણી કરવામાં આવશે. દશેરા પર્વની ઉજવણી શ્રાવણ નક્ષત્ર, શુલ યોગ, વણિજકરણમાં કરવામાં આવશે. તે દરમિયાન અષા, શષા વાહનની પૂજા કરવામાં આવશે. તે માટે વિજય મહૂર્ત બપોરે 2:30 થી 3:17 વાગ્‍યા સુધીનું રહેશે. ત્‍યારબાદ 20 ઓકટોબરે શરદપૂર્ણિમા, વ્રત પૂનમની ઉજવણી થશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment