શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન બાદ નવાબ મલિકે કહ્યું કે પીકચર અભિ બાકી હે મેરે દોસ્ત. શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નવાબ મલિકે છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં દાઢી વાળા વ્યક્તિનું સસ્પેન્સ પણ ખતમ કરી દીધું હતું. પ્રેસ કોન્ફરન્સમાં નવાબ મલિકે દાઢીવાળા વ્યક્તિનું નામ આપી દીધું હતું.
દાઢીવાળા માણસનું નામ કર્યું જાહેર
નવાબ મલિકના જણાવ્યા અનુસાર દાઢીવાળાનું નામ કાશિફ ખાન છે, જે ફેશન ટીવી ઈન્ડિયાના વડા છે. નવાબ મલિકે કાશિફ ખાન પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મને માહિતી મળી છે કે NCBના ઘણા અધિકારીઓએ કાશિફ ખાન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સમીર વાનખેડેએ તમામ અધિકારીઓને રોક્યા, કારણ કે કાશિફના સમીર વાનખેડે સાથે સારા સંબંધો છે.
નવાબ મલિકે કર્યો હતો દાવો
જણાવી દઈએ કે આ પહેલા નવાબ મલિકે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો હતો કે જે ક્રૂઝ પર NCBએ જે દરોડો પાડ્યો હતો તે ક્રૂઝમાં એક હજારથી વધુ લોકો હાજર હતા, પરંતુ આ દરોડામાં તે જ લોકોને પકડવામાં આવ્યા જે લોકો સમીર વાનખેડેના નિશાના પર હતા. આમાં એક દાઢીવાળો વ્યક્તિ પણ હાજર હતો, જેની ગર્લફ્રેન્ડ બંદૂક લઈને ડાન્સ કરી રહી હતી. તેમની ધરપકડ કરાઇ નહતી. તેમને કહ્યું હતું કે લાગે છે કે દાઢીવાળો માણસ વાનખેડેનો મિત્ર છે.
આ પણ વાંચો:મહિલાઓ માટે નેશનલ ડિફેન્સ એકેડેમીના દ્વાર ખુલ્યા, આર્મી ચીફે કરી દીધી મોટી વાત
‘ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા હૈ દાઢીવાલા’
નવાબ મલિકે એમ પણ કહ્યું હતું કે દાઢીવાલા એક આંતરરાષ્ટ્રીય માફિયા છે, જેણે દિલ્હી અને રાજસ્થાનની જેલમાં સજા કાપી છે. તે સમયે નવાબ મલિકે તે દાઢીવાળા વ્યક્તિનું નામ નહોતું જણાવ્યું પરંતુ હવે તેમણે નામની સાથે દાઢીવાળા વ્યક્તિની તસવીર પણ શેર કરી છે. આ સિવાય સમીર વાનખેડેના તે પત્રનો ઉલ્લેખ કરતા મલિકે કહ્યું કે નવાબ મલિકનો પરિવાર અહીં 70 વર્ષથી છે, નવાબ મલિક પણ આ રાજ્યના નાગરિક છે, શું નવાબ મલિક મહારાષ્ટ્રના નથી, મરાઠી નથી.
Addressing the press conference.https://t.co/IDU9bvNjAH
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 29, 2021
‘બોલિવૂડને બદનામ કરવાનું ષડયંત્ર’
મલિકે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. રિયા ચક્રવર્તીથી વાનખેડેએ કેસ દાખલ કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ કેસમાં ગેરરીતિ થાય તો ધરપકડ થવી જોઈએ. મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્રની જનતા, મુંબઈ અને બોલિવૂડને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. યોગી મહારાજ બોલિવૂડને બદનામ કરવાનો પ્રયાસ કરીને એમ વિચારી રહ્યા છે કે આ બહાર નીકળી જશે, પરંતુ તેઓ નથી જાણતા કે બોલિવૂડને બદનામ કરીને તેઓ યુપીવૂડ બનાવી શકશે નહીં, મુંબઈ મિની ઈન્ડિયા છે.
આર્યનને ગુરુવારે સાંજે જામીન મળી ગયા
તમને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા હતા. જામીન બાદ તેમના તરફથી હાજર રહેલા એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે તે શુક્રવાર અથવા શનિવારે જેલમાંથી બહાર આવી શકે છે, આર્યન ખાનની સાથે મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને પણ મુંબઈ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4