મહારાષ્ટ્ર(Maharashra) સરકારના મંત્રી અને એનસીપીના(NCP) પ્રવક્તા નવાબ મલિકે(Nawab Malik) એનસીબીના(NCB) દરોડાને સંપૂર્ણપણે નકલી ગણાવ્યા છે. તેમણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સામે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે, તેમણે કહ્યું કે, આ કેસમાં 8 નહીં પરંતુ 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ 3 લોકોને NCB કચેરીમાં લાવવામાં આવ્યા બાદ છોડવામાં આવ્યા હતા.
નવાબ મલિકે ત્રણ લોકોના આપ્યા નામ
નવાબ મલિકે છૂટા કરાયેલા ત્રણ લોકોના નામ આપ્યા છે. નવાબ મલિકના(Nawab Malik) જણાવ્યા અનુસાર, રિષભ સચદેવા, પ્રતીક ગાબા અને આમિર ફર્નિચર વાલા આ ત્રણ લોકોને છોડી દેવામાં આવ્યા છે. નવાબ મલિકે તેને લગતા કેટલાક વીડિયો પણ બતાવ્યા હતા. તેમનું કહેવું છે કે સમગ્ર દરોડો નકલી હતો, NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની કોલ ડિટેલ્સની તપાસ થવી જોઈએ. નવાબ મલિકે ત્રણેય લોકોની મુક્તિ પર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:નવી પેઢીને પ્રભાવિત કરી રહ્યું છે ડ્રગ્સ, દેશના ભવિષ્ય માટે બની શકે છે ખતરો: રાજનાથ સિંહ
NCB એ ત્રણ લોકોને કેમ છોડ્યા?
NCB ને મારો સીધો સવાલ એ છે કે તમે 1300 લોકોના જહાજ પર દરોડો પાડ્યો હતો. તમારો દરોડો 12 કલાક સુધી ચાલ્યો હતો, જેમાં તમે 11 લોકોની અટકાયત કરી હતી. ત્યારે આ ત્રણેયને મુક્ત કરવાનો આદેશ તમને કોણે આપ્યો? નવાબ મલિકે આ અંગે ભાજપ પર પણ નિશાન સાધ્યું છે. સમગ્ર તપાસ વોટ્સએપ ચેટ દ્વારા આગળ વધી રહી છે, શું NCB એ આ ત્રણ લોકોના ફોનની તપાસ કરી હતી?
ક્રુઝ પર કરેલ રેડ બનાવટી
તેમણે કહ્યું કે, ક્રુઝ પર દરોડા સંપૂર્ણપણે નકલી છે. કેટલીક હસ્તીઓને અગાઉથી બોલાવવામાં આવી હતી. કેટલાક લોકોને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા હતા. તે નિર્દોષ છે કે દોષિત છે તે કોર્ટમાં સાબિત થશે. અમે મુંબઈ પોલીસ પાસેથી માંગ કરીએ છીએ કે આ તમામ કોલ ડિટેલ્સની તપાસ થવી જોઈએ. તેમજ સમીર વાનખેડેની કોલ ડિટેઈલ પણ તપાસ થવી જોઈએ. જેથી બધું સાફ થઈ શકે.
राष्ट्रवादी काँग्रेसचे राष्ट्रीय प्रवक्ते ना. नवाब मलिक यांच्या पत्रकार परिषदेचे थेट प्रक्षेपण. https://t.co/xNb8dP5cPz
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 9, 2021
આર્યનની જામીન અરજી ફગાવી દીધી
તેમણે એમ પણ કહ્યું કે નવાબ મલિકના જમાઈ પકડાઈ ગયા છે. તેથી તેઓ ખુલાસો કરી રહ્યા છે એવું નથી. તમને જણાવી દઈએ કે NCB દ્વારા આર્યન ખાન સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારે શાહરૂખ ખાનના પુત્ર આર્યનને હવે થોડા સમય માટે જેલમાં રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે(Nawab Malik) એનસીબીના દરોડાને સંપૂર્ણપણે નકલી ગણાવ્યા છે. તેમણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સામે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે, તેમણે કહ્યું કે, આ કેસમાં 8 નહીં પરંતુ 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ 3 લોકોને NCB કચેરીમાં લાવવામાં આવ્યા બાદ છોડવામાં આવ્યા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4