ફિલ્મોની દુનિયા કઇક અલગ જ હોય છે, પણ બોલિવુડ અને સાઉથ ફિલ્મોનો ટેસ્ટ અલગ હોય છે. સાઉથ ફિલ્મો મોટા ભાગે એક્શન અને થ્રિલર ફિલ્મો રજુ થતી હોય છે, જેની સ્ટોરી ખુબ જ રસપ્રદ રીતે રજુ કરવામાં આવતી હોય છે. સાઉથની ફિલ્મો દર્શકોને પકડી રાખતી હોય છે, ત્યારે સાઉથની સ્ટાર નયનતારા એક થ્રિલર ફિલ્મ નેત્રિકન(Netrikann) માં જોવા મળવાની છે.
આ ફિલ્મને મિલિંદ રાવ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. થ્રિલર ફિલ્મ નેત્રિકન (Netrikann) માં સાઉથની લેડી સ્ટાર નયનતારાનું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે, જેમાં નયનતારાને દર્શાવાઇ છે, પણ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટરમાં દર્શાવાઇ નથી. ત્યારે સાઉથની આ ફિલ્મને લઇને દર્શકોમાં ઘણો ક્રેઝ હતો, ફિલ્મને લઇને નયનતારાના ફેન્સ તેના ફિલ્મની રિલીઝની રાહ જોતા હતા, ત્યારે આજે ફિલ્મ નેત્રહિનનું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે.
ફિલ્મ ને શું છે નેત્રિકન અભિનેત્રીની ભુમિકા?
😇😇😇 happy & proud be associated !!! Release date very very soon 😇😇😇😇 https://t.co/o7H4bKn6gu
— Vignesh Shivan (@VigneshShivN) July 21, 2021
- ફિલ્મ નેત્રિકન ડાયરેક્ટર મિલિંદ રાવ
- ફિલ્મ નેત્રિકનમાં સાઉથની લેડી સ્ટાર નયનતારાનું પોસ્ટર રિલીઝ
- ફિલ્મમાં નયનતારાનો કિરદાર પણ એક નેત્રહીન મહિલાનો
- ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર થશે રિલીઝ
કોરોનાના કારણે ઘણી ફિલ્મો રિલીઝ થતા થતા અટકી પડી હતી, અને ઘણી સ્ક્રિન પર આવીને પણ પછડાઇ ગઇ હતી, ત્યારે સાઉથની અભિનેત્રીની આ ફિલ્મ પણ કોરોના કાળમાં જ રિલીઝ થવાની હતી, પણ કોરોનાના કારણે આ ફિલ્મ દર્શકો સમક્ષ સ્ક્રિન પર રજુ થઇ શકી નહી, આજે ફિલ્મ નેત્રિકન પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે.
વાત કરીએ સાઉથ ફિલ્મ નેત્રિકનની સ્ટોરીની તો આ ફિલ્મ એક સીરીયલ કિલરની છે, જેમાં આખી ફિલ્મ એક સીરીયલ કિલરની આસપાસ ફરી રહી છે. ફિલ્મના નામ પરથી કેરેક્ટરનો પણ અંદાજ આવી જશે. નેત્રકિનની જેમ ફિલ્મમાં હિરોઇન નયનતારાનો કિરદાર પણ એક નેત્રહીન મહિલાનો છે, જેને દેખાતુ નથી.
ફિલ્મની સ્ટોરી શું છે?
આ ફિલ્મની સ્ટોરી એક થ્રિલર બેઝ છે, જે એક કોરિયાઇ થ્રિલર બ્લાઇંડ પર આધારિત છે. એક વિજ્યુઅલી ચેલેન્જીંગ મહિલાની આ સ્ટોરીની રિલીઝ ડેટ હજી સુધી જણાવવામાં નથી આવી ત્યારે આ કિરદારમાં નયનતારાનું રોડ એક્સિડન્ટમાં નિધન થયા બાદ તેની આંખોની રોશની જતી રહે છે. જે બાદ તેનું સ્ટ્રગલ કઇ રીતે કરે છે. તે દર્શાવાયુ છે.
આ ફિલ્મને મેકર્સે OTT પ્લેટફોર્મ પર રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે, કોરોનાના કારણે બોલિવુડ અને સાઉથ ઇન્ડર્સ્ટીને પણ નુકશાન થઇ રહ્યુ છે, અને થિયેટર પણ બંધ છે જેથી હવે ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાનો એક દૌર ચાલી રહ્યો છે, દર્શકો માટે આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર પણ રિલીઝ થશે.
આ પણ વાંચો: ભાઇજાને આપી ઇદી, “ટાઇગર વાપસ આ રહા હૈ ”