Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટઅરમાન કોહલીની NCBએ કરી ધરપકડ, દરોડામાં મળી ઉચ્ચ ગુણવત્તાની આંતરરાષ્ટ્રીય કોકેન

અરમાન કોહલીની NCBએ કરી ધરપકડ, દરોડામાં મળી ઉચ્ચ ગુણવત્તાની આંતરરાષ્ટ્રીય કોકેન

arman kohli,bollywood news,drug case,ncb
Share Now

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના(Sushant Singh Rajput)   મૃત્યુ પછી, ડ્રગ્સ(Drugs) એંગલથી તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ફિલ્મ ઉદ્યોગમાં ચાલતા ડ્રગ બિઝનેસ પર કડકાઇથી કાર્યવાહી કરી રહીછે. શનિવારે રાત્રે એનસીબીએ(NCB) ફિલ્મ અભિનેતા અરમાન કોહલીના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ એનસીબીના અધિકારીઓએ અરમાન કોહલીને(Arman Kohli) કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. અરમાન કોહલીની રવિવારે 29 ઓગસ્ટના રોજ NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

NCBની ટીમે પાડયા હતા દરોડા 

શનિવારે 28 ઓગસ્ટની સવારે એનસીબીએ હાજી અલી પાસે દરોડા પાડયા હતા. અને મોટા ડ્રગ ડીલર અજય રાજુ સિંહની ધરપકડ કરી હતી. અજય પાસેથી 25 ગ્રામ એમડી પણ મળી આવ્યું હતું. અજય રાજુ સિંહની પૂછપરછ બાદ એનસીબીએ બપોરે આગળની કામગીરી શરૂ કરી હતી. અજયે પૂછપરછ દરમિયાન અરમાન કોહલીનું(Arman Kohli) નામ આપ્યું હતું. ત્યારબાદ NCB ની ટીમે અંધેરી વિસ્તારમાં અરમાનના ઘરે દરોડા પાડ્યા.

arman kohli,bollywood news,drug case,ncb

આ પણ વાંચો:પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના રોમાંસને જોઈને શરમાઈ પરિણીતી

અરમાન કોહલીના ઘરેથી કોકેન મળી આવ્યું 

એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે દરોડામાં અરમાન કોહલી પાસેથી થોડી માત્રામાં કોકેન મળી આવ્યું હતું. પૂછપરછ બાદ અરમાન કોહલીને NDPS ની કલમ 21 (a), 27 (a), 28, 29, 30 અને 35 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અરમાનની સાથે ડ્રગ ડીલર અજયની પણ ધરપકડ કરવામાં આવી છે. બંનેને રવિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. હાલમાં, આ મામલાની તપાસ ચાલી રહી છે અને NCB એ જણાવ્યું છે કે અરમાન કોહલી પાસેથી મળી આવેલી કોકેન ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની અને દક્ષિણ અમેરિકાની છે. આ કારણે NCB ને શંકા છે કે અરમાન અને અજયના આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર સાથે પણ કોન્ટેક્ટ હોય શકે છે. 

અગાઉ પણ આવ્યા હતા શંકાના દાયરામાં 

અરમાન કોહલી(Arman Kohli) શંકાના દાયરામાં આવ્યા હોય તેવું પ્રથમ વખત નથી. વર્ષ 2018 માં આબકારી વિભાગે અરમાન કોહલીને વધુ દારૂની બોટલો ઘરમાં રાખવા બદલ ધરપકડ કરી હતી. અરમાન કોહલીએ ‘જાની દુશ્મન’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અરમાન કોહલી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ની સિઝન 7 માં જોવા મળ્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment