મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક NCB મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર અવારનવાર હુમલાઓ કરી રહ્યા છે. હવે તેમણે સમીર વાનખેડે પર આર્યનનું ખંડણી માટે અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે, તમને જણાવી દઈએ કે શુક્રવારે જ આર્યન ખાન કેસ સહિત 6 કેસની તપાસ સમીર વાનખેડેની જગ્યાએ NCB દિલ્હી ઝોનને સોંપવામાં આવી છે.
અપહરણ અને ખંડણીનો આરોપ
નવાબ મલિકે ટ્વીટ કરીને લખ્યું કે સમીર દાઉદ વાનખેડેએ આર્યન ખાનનું અપહરણ કર્યું હતું અને ખંડણી માંગી હતી. આ મામલાની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય દ્વારા અલગ-અલગ SITની રચના કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ કાળા કામની વાસ્તવિકતા કોણ બહાર લાવે છે.
I had demanded an S.I.T probe to investigate Sameer Dawood Wankhede for kidnapping of & ransom demand from Aryan Khan.
Now 2 S.I.Ts are constituted (state & centre), let us see who brings out the skeletons from the closet of Wankhede and exposes him and his nefarious private army— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 6, 2021
આ પણ વાંચો:ગોંડલ કોંગ્રેસ શહેર પ્રમુખ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આર્યન ખાન કેસમાંથી વાનખેડેની છુટ્ટી
શુક્રવારે સમાચાર સામે આવ્યા હતા કે NCBએ સમીર વાનખેડેને આર્યન ખાન કેસની તપાસમાંથી હટાવી દીધા છે. હવે આ મામલાની તપાસ ઓડિશા કેડરના IPS અધિકારી સંજય સિંહના નેતૃત્વમાં NCBની કેન્દ્રીય ટીમ કરશે. આ માહિતી સામે આવ્યા બાદ નવાબ મલિકે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. મલિકે વધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં માત્ર 5 કેસ તપાસમાંથી હટાવવામાં આવ્યા છે, પરંતુ કુલ 26 કેસોની તપાસ કરવાની જરૂર છે.
મને તપાસમાંથી બરતરફ નથી કરાયો: સમિર વાનખેડે
તપાસમાંથી બરતરફ કરવામાં આવતા સમીર વાનખેડેએ કહ્યું કે મને આ કેસની તપાસમાંથી બરતરફ કરવામાં આવ્યો નથી, પરંતુ મારી અરજી કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં મેં માંગ કરી હતી કે આ મામલાની તપાસ કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવે. તેથી હવે તેની તપાસ દિલ્હી NCBની SIT કરશે, તે મુંબઈ અને દિલ્હીની SIT ટીમ વચ્ચે સંકલનનો મામલો છે.
Mumbai | Total 6 cases of our zone will now be investigated by Delhi teams (of NCB), including Aryan Khan's case and 5 other cases. It was an administrative decision: Mutha Ashok Jain, Deputy DG, South-Western Region, NCB
(File photo) pic.twitter.com/vmjP65YOOv
— ANI (@ANI) November 5, 2021
NCB દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ
આ આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો વચ્ચે, મહત્વની બાબત એ છે કે સમીર વાનખેડે અથવા કોઈ અધિકારીને તપાસમાંથી દૂર કરવામાં આવ્યા નથી. NCB દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે NCB હેડક્વાર્ટરના અધિકારીઓની એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે, જે NCB મુંબઈ ઝોનલ યુનિટમાંથી કુલ 6 કેસ લેશે અને તેની તપાસ કરશે. કોઈપણ અધિકારીને તેમની વર્તમાન ભૂમિકામાંથી દૂર કરવામાં આવ્યા નથી, તેઓ જરૂરિયાત મુજબ તપાસમાં તેમની ભૂમિકા ભજવશે. મતલબ કે, NCBએ તેના આદેશમાં તપાસમાંથી હટાવવા અંગે સ્પષ્ટતા કરી છે, પરંતુ તે વાત સાચી છે કે, સમીર વાનખેડે પાસેથી કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4