Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeએન્ટરટેઈન્મેન્ટNCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ

NCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ

NCB
Share Now

બોલિવૂડની દુનિયામાં ફરી એકવાર ખળબળાટ મચી ગયો છે. બોલિવૂડના બાદશાહ તરીકે જાણીતા શાહરુખ ખાનના દીકરા આર્યનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર રેવ પાર્ટી કરતા પકડ્યો છે. સૂત્રો અનુસાર, આર્યન ડ્રગ્સ લેતો હતો તેવી જાણકારી મળી હતી. આ ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટી પર NCBના અધિકારી સમીર વાનખેડેએ દરોડા પાડ્યા હતા.

કોણ છે NCB અધિકારી સમીર વાનખેડે ?

ઉલ્લેખનિય છે કે, NCB ના સમીર વાનખેડે એજ અધિકારી છે જેમણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાની ઘટના બાબતે અભિનેત્રી રિયા ચક્રવર્તીની વિરુદ્ધ ડ્રગ્સ ષડયંત્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS) અધિકારી સમીર વાનખેડેનું એક ખાસ બોલિવૂડ કનેક્શન પણ છે.

NCB

IMAGE CREDIT: GOOGLE

સમીર વાનખેડે એ મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા છે. ક્રાંતિ રેડકરે વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘ગંગાજલ’માં અભિનેતા અજય દેવગણની સાથે કામ કર્યુ હતુ. સમીર વાનખેડે 2008ની બેચના આઈઆરએસ(IRS) અધિકારી છે જેમણે માર્ચ 2017માં ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા હતા.

આટલા પદ પર પોતાની ફરજ બજાવી ચૂક્યા છે NCBના અધિકારી સમીર વાનખેડે

NCB અધિકારી સમીર વાનખેડેની પ્રથમ પોસ્ટિંગ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ઓફિસર તરીકે શરૂ થઈ હતી. 2008થી વર્ષ 2020 સુધી એર ઈન્ટલિજેન્લ યૂનિટ (AIU)ના ડેપ્યુટી કમિશનર, નેશનલ ઈન્વિસ્ટિગેટિવ એજન્સી હેઠળ એસપી, ડાયરેક્ટોરેડ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ(DRI)ના સંયુક્ત અને NCBના ઝોનલ અધિકારી પદ પર પણ રહી ચૂક્યાં છે. છેલ્લા બે વર્ષમાં  સમીર વાનખેડેએ તેમની ટીમની સાથે મળીને એક ચકાસણીમાં 17000 કરોડ રુપિયાના ડ્રગ્સ જપ્ત કર્યાં છે.

નિષ્ઠાપૂર્વક બજાવી છે પોતાની ફરજ, સેલિબ્રિટિઝ સાથે પણ રહ્યાં કડક

નોંધનિય છે કે, કસ્ટમ ડિપાર્ટમેન્ટ (Border Tax Department)માં સેવા આપી રહેલા સમીર વાનખેડે ક્યારેય પણ જાણીતી હસ્તિઓને ક્લીયરન્સ આપતા નથી. જ્યાં સુધી સેલેબ્સે વિદેશી ચલણમાં ખરીદેલી વસ્તુઓનો ખુલાસો ન કરે તથા તે વસ્તુઓ પર ટેક્સ ના ભરે ત્યાં સુધી વાનખેડે તેમને રાહત આપતા નહોતા. એટલુ જ નહીં, પણ તેમણે ટેક્સ ના ભરનારા બે હજારથી પણ વધારે સેલિબ્રિટીઝના વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા.

2013માં વાનખેડે એ ગાયક કલાકાર મીકા સિંહને મુંબઈ એરપોર્ટ પરથી વિદેશી ચલણ સાથે પકડ્યો હતો. તે ઉપરાંત અનુરાગ કશ્યપ, વિવેક ઓબેરોય અને રામગોપાલ વર્મા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સની માલિકીની સંપત્તિઓ પર પણ દરોડા કર્યા હતા.

2011માં સોનાની ક્રિકેટ વિશ્વ કપ ટ્રોફીને પણ કસ્ટમ ડ્યૂટી આપ્યા બાદ જ મુંબઈ એરપોર્ટ પરથી જવા દેવામાં આવી હતી. સમીર વાનખેડે તેમની સર્વિસ બાબતે હંમેશા સક્રિય રહે છે અને કોઈને પણ ચકાસણી કર્યા વગર કોઈને જવાની પરવાનગી આપતા નથી.

આ પણ વાંચોઃ- શાહરુખ ખાનના પુત્ર આર્યનની કસ્ટડી આજે પૂરી, વકીલ જામીન અરજી દાખલ કરશે

આર્યન ખાનની ધરપકડ બાબતે વાત કરતા NCB ના અધિકારી સમીર વાનખેડે

ઉલ્લેખનિય છે કે, એનસીબી(NCB)એ આ ઘટનામાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. મુંબઈ એનસીબી ચીફ સમીર વાનખેડેએ રવિવારે જણાવ્યું છે કે, હાલ આ ઘટનાની ચકાસણી થઈ રહી છે અને હજુ ઊંડાણપૂર્વક ચકાસણી કરવાની બાકી છે.

એક ઈન્ટરવ્યૂમાં (NCB) સમીર વાનખેડે જણાવે છે કે, આ રેવ પાર્ટી પર દરોડા પાડીને આર્યન ખાનની ધરપકડ કરી છે. તેના વિશેની ચકાસણી હજુ ચાલુ છે. હાલ આખી ઘટના ગૂંચવાયેલી છે. હજુ ઘણા પાસાઓ શોધવાના બાકી છે. ચકાસણી પર કામ ચાલી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ દરોડામાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને ક્રૂઝ પર ડ્રગ્સ કંઝમ્પશન માટે અને સપ્લાય  કરતા પકડવામાં આવ્યા હતા. ઘરપકડ કરવામાં આવેલા આઠ લોકોમાંથી ત્રણ આરોપીઓને કોર્ટમાં હાજર કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના પાંચ લોકોને કાલે હાજર કરવામાં આવશે.

વધુમાં સમીર વાનખેડે જણાવે છે કે, હાલ એનસીબીની કાર્યવાહી ચાલુ છે. ઘણી જગ્યાઓ પર ચકાસણી ચાલુ છે. એજન્સી ડ્રગ્સ પેડલરને પકડી રહી છે. અમારુ ઓપરેશન હજુ ચાલુ જ છે. ઉલ્લેખનિય છે કે, શનિવારે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર એનસીબીના અધિકારીઓએ દરોડા કર્યા હતા. એજન્સીને ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીની જાણકારી મળી ગઈ હતી, ત્યારબાદ તેઓ વેશપલટો કરીને ત્યાં પહોંચ્યા હતા.

એનસીબીના દરોડામાં ઘણા લોકોને પકડવામાં આવ્યા હતા. તેમાં સૌથી મોટુ નામ શાહરુખ ખાનના દીકરાનું હતુ. આર્યનને એનસીબીની ઓફિસે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને અન્ય બે વ્યક્તિની સાથે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં એજન્સીને એક દિવસની કસ્ટડી મળી ગઈ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment