ગજરાતમાં(Gujarat) ડ્રગસના કારોબારનું પ્રમાણ વધી રહ્યું છે. ડ્રગ્સના કારણથી ગુજરાતના યુવાધનને નુકશાન પહોંચી રહ્યું છે. અને આ નુકશાન બીજું કોઈ નહિ પરંતુ દેશના જ કેલક લાલચુ લોકો પહોંચાડી રહ્યા છે. ત્યારે ગજરાતમાં ડ્રગ્સના(Drugs) વધતાં કારોબારને રોકવા માટે ગુજરાત પોલીસને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમદાવાદમાંપોલીસ કમિશનર અને NCBની ટીમી તમામ પીઆઇને ડ્રગ્સના કારોબારને અટકાવવા માટે ખાસ ટ્રેનિંગ આપી છે.
શહેરને ડ્રગ્સ મુક્ત કરવાનો પ્રયાસ
ગુજરાતમાં ડ્રગ્સનો(Drugs) કારોબાર વધી રહ્યો છે. અમદાવાદના(Ahmedabad) તમામ પીઆઈને આ કારોબારને અટકાવવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ(Ahmedabad Police Commisnor Sanjay Shrivastav) અને NCBના(Narcotics Control Bureau) અધિકારી તેમજ કેટલાક નિષ્ણાતોની હાજરીમાં અમદાવાદના તમામ પીઆઇ સાથે એક ખાસ સેમનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શહેરના તમામ પોલીસસ્ટેશન પીઆઇ તેમજ મહત્વની એજન્સી હાજર રહી હતી. આ સેમિનારમાં શહેરે ડ્રગ્સ મુક્ત કજાઈ રીતે કરી શકે તે અંગે ખાસ ટ્રેનગ આપવામાં આવી હતી. જેમાં ડ્રગ્સને લગતા કેસમાં પોલીસ કી બાબતોનું ધ્યાન રાખવું, તેવા કેસમાં કી રીતે કાર્યવાહી કરવી અને આરોપી ગુનામાંથી કોઈ છટકે નહિ તે માટે શું કરવું તેવી તમામ બાબતોની ટ્રેનિંગ અપવકમાં આવી હતી.
આ પણ વાંચો:આતંકવાદી બન્યા બેખૌફ, આતંકવાદી સંગઠન ULFએ બિહારી મજૂરોને આપી ધમકી
સીઆઇડી ક્રાઇમ વિભાગે હેલ્પલાઈન શરૂ કરી
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ખૂબ જ ગતિથી વધી રહ્યો છે. ગુજરાતમાં આગામી સમયમાં ઘણા તહેવારો પણ આવન છે. ત્યારે તહેવારોમાં પોલસે નશાકારક પદાર્થોને લઈને ખાસ ચેકિંગ હાથ ધર્યું છે. તેમજ આ અંગે સીઆઇડી ક્રાઇમ વિભાગે ખાસ હેલ્પલાઈન પણ શરૂ કરી છે. ડ્રગ્સને લઈને NCB પણ રાજ્યના મોત મોત શહરોમાં એલર્ટ છે. તેમજ સ્થાનિક પોલીસ અને એજન્સીઓ સાથે સીધા સંપર્કમાં છે.
ગુજરાત બન્યું હોટસ્પોટ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના કારોબારનો વ્યાપ વધતો જજોવા મળી રહ્યો છે. હમણાં થોડા સમય પહેલા જ કચ્છમાં અદાણી એરપોર્ટ પર મોત પ્રમાણમાં અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવ્યું હતું. ગુજરાતમાં ઘણા સમયથી દરીયાઈ માર્ગ દ્વારા ડ્રગ્સ આવવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ત્યારે ગુજરાત ડ્રગ્સ માટે ઓટસ્પોટ બનતું જઇ રહ્યું છે. જેને લઈને ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યની પોલીસ ડ્રગ્સને લઈને હવે કડક કાર્યવાહી કરવા માટે તૈયાર છે. અને દરેક હલચલ પર તેઓ નજર રાખી રહ્યા છે.
સરકારે નાર્કો રિવૉર્ડ પોલિસી જાહેર કરી
રાજ્યમાં ડ્રગસના વધતાં કારોબારને અટકાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છજે. ત્યારે થોડા સમય પહેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નાર્કો રિવૉર્ડ પોલિસી જાહેર કરી હતી. જે અંતર્ગત જે કોઈ વ્યક્તિ કેફી પદરથી તેમજ ડ્રગ્સના વેચાણની તેમજ તેને લકાગતિ કોઈ જાણકારી આપશે તો તે વ્યક્તિને રાજ્ય સરકાર તરફથી ઈનામ આપવામાં આવશે. આ પોલિસી જાહેર કરતાં ગૃહ મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે જો કોઈ અધિકારી કે કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગ રૂપે મેળવેલ પુરાવા રજૂ કરશે તો તે અધિકારીને કોઈ રિવોર્ડ મળશે નહીં. તેમણે કહ્યું કે, એન.ડી.પી.એસ. અધિનિયમ-1985ની જોગવાઈઓ હેઠળ જે પદાર્થોને જપ્ત કરવામાં આવશે તેની કિંમતના 20% સુધીના રકમનો રિવૉર્ડ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી બાતમીદારની ભૂમિકામાં હશે તો તે અધિકારીને પણ રિવૉર્ડ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગજરાતમાં ડ્રગસના કારોબારનું પ્રમાણ વધી રહ્યું છે. ડ્રગ્સના કારણથી ગુજરાતના યુવાધનને નુકશાન પહોંચી રહ્યું છે. અને આ નુકશાન બીજું કોઈ નહિ પરંતુ દેશના જ કેલક લાલચુ લોકો પહોંચાડી રહ્યા છે. ત્યારે ગજરાતમાં ડ્રગ્સના વધતાં કારોબારને રોકવા માટે ગુજરાત પોલીસને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમદાવાદમાંપોલીસ કમિશનર અને NCBની ટીમી તમામ પીઆઇને ડ્રગ્સના કારોબારને અટકાવવા માટે ખાસ ટ્રેનિંગ આપી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4